SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર જ જે દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર - પ્રાણ હતી શત્રુ પણ નથી કરતા, પણ અત્યંત અમૂઢતાથી આને આયસ્વા છતાં જીવો જાણતા નથી. તો શું ઉત્તરકાળે પણ ન જાણે? તે દુરાત્મતા કર્તા જ્યારે મરણ સમય આવે ત્યારે જાણે છે. કઈ રીતે? પશ્ચાતાપ વડે કે - “મેં આ ખોટું કર્યું.” દયા એટલે સંયમ, સત્ય કે અહીંસા સહિત થઈને મરણ સમયમાં પ્રાયઃ અતિ મંદ ધર્મીને પણ ધમભિપ્રાયની ઉત્પત્તિ થાય તેથી આવું કથન છે. જેથી આ મહાન અનર્થનો હેતુ અને પશ્ચાતાપનો હેતુ છે, તે કારણથી દુષ્ટાચાર પ્રવૃત્તિને પહેલાંથી જ મૂઢતા તજીને તે દુરાત્માનો પરિહાર કરવો જોઈએ. જે મૃત્યુના મુખમાં પડવા છતાં પણ તેને જાણતો નથી, તેના વિશે તો કહેવાનું જ શું હોય? નિરર્થક - નિષ્ફળ જ છે, શું? નગ્નતામાં અતિ શ્રામાણ્યમાં રચિ. જે ઉતમાર્થ - પર્યન્ત સમયની આરાધનામાં પણ, દુષ્ટાચાર પ્રવૃત્તિ હોવા છતાં પણ સુંદર આચાર પ્રવૃત્તિ ૫ પરિજ્ઞાન પામતા નથી. - x x- તેને આ પ્રત્યક્ષ લોક વિધમાન નથી. એટલું જ નહીં પરલોક - જન્માંતર રૂપ પણ વિધમાન નથી. તેમાં આ લોકનો અભાવ કેમ? શરીરના કલેશના હેતુથી જ લોચાદિ કરે છે. પરલોકનો અભાવ - કુમતિમાં જવાથી શારીરિક માનસિક દુઃખના સંભવથી નાશ પામે છે. તેથી આ લોક અને પશ્લોક બંનેના અર્થનો અભાવ થાય છે. તે આલોક અને પશ્લોકમાં અર્થ સંપત્તિવાળા લોકોને જોઈને વિચારે છે કે - ધિક્કાર છે મને કે હું અપુન્યભાગી છું, ઉભયથી ભ્રષ્ટ થયો છું. આ ચિંતાથી તે ક્ષીણ થાય છે. જે કહ્યું કે, “પછીથી અનુતાપ વડે જાણે છે તેમાં આ જે રીતે પરિતાપ પામે છે. તેને દર્શાવતા ઉપસંહારમાં કહે છે - એ પ્રમાણે મહાવ્રતને સ્પશદિન કરીને સ્વરુચિ વિસયિત આચાર અને કુત્સિત શીલાદિ રૂપ સ્વભાવથી કુરરી - એક પાક્ષિણી, તેની જેમ નિપ્રયોજન શોક કરતાં પશ્ચાતાપરૂપને પામે છે. જેમ માંસ ગૃદ્ધ પક્ષી માર્ગમાં વિપત્તિ પામીને પસ્તાય છે, આનો વિપત્તિનો કોઈ પ્રતિકાર નથી. એ પ્રમાણે આ પણ ભોમરસ ગૃદ્ધ આલોક અને પરલોકમાં અનર્થ પ્રાપ્ત થતાં પસ્તાય છે. સ્વ - પર પરિત્રાણના અસમર્થપણાથી નાથત્વ કહ્યું. આ સાંભળીને જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપે છે - • સૂત્ર - ૬૩ - મેલાની ટળ સુભાષિત અને જ્ઞાનગુણ યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિના બધાં માગોને એડીને, મહાનિબ્ધોના મા ચાલે. • વિવેચન - ૬૩ - હે મેધાવી ! શોભન પ્રકારે કહેવાયેલ આ અનંતરોક્ત અનુશાસન, તેમજ વિરમણ રૂપ જ્ઞાનના ગુણોને જાણીને, અથવા જ્ઞાનગુણોથી યુક્ત થઈને, મહા નિર્ચનોના માર્ગે ચાલે. તેનાથી શું ફળ છે? તે કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy