________________
૧૫/૫૦૭
૧૫૫
યવનું ભોજન, શીતા - શીતળ, અંત, પ્રાંત લક્ષણ, સૌવીર - કાંજી, ચોદક - જવનું પ્રક્ષાલન પાણી, તેને નિંદે નહીં. આવા અમનોજ્ઞ પાણી આદિ કેમ લેવું? પણ ગૃહસ્થ પાસેથી ઉપલબ્ધ તે ભોજન, પાણી આદિને આસ્વાદ રહિત, અર્થથી નીરસ હોય છતાં પણ આવા પ્રાંતકુળો કે દરિદ્રકુમોમાં જે ભિક્ષાર્થે જાય છે, તે ભિક્ષુ છે. - બીજું -
- સૂત્ર - ૫૦૮ -
સંસારમાં દેવતા, મનુષ્ય અને તિર્યંચોના જે અનેકવિધ રૌદ્ર, અતિ ભયંકર અને અદ્ભુત શબ્દ હોય છે, તેને સાંભળીને જે ન ડરે, તે ભિક્ષુ છે.
• વિવેચન - ૫૦૮ -
શબ્દ - ધ્વનિ, વિવિધ - વિમર્શ, પ્રદ્વેષાદિથી ધારણ કરાતાં વિવિધ પ્રકારના જે લોકમાં થાય છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી હોય તે રૌદ્ર, ભયથી ભૈરવ - અત્યંત ડરામણા, મહાન, તેને સાંભળીને જે વ્યથા ન પામે, ડરે નહીં અથવા ધર્મ ધ્યાનથી ચલિત ન થાય તે ભિક્ષુ. આના વડે ઉપસર્ગ સહિષ્ણુત્વ. સિંહવિહારિતાનું
નિમિત્ત કહે છે.
હવે સમસ્ત ધર્માચારનું મૂળ તે સમ્યક્ત્વ સ્વૈર્ય કહે છે -
• સૂત્ર - ૫૦૯ -
લોક પ્રચલિત વિવિધ ધર્મવિષયક વાદોને જાણીને પણ જે સ્વધર્મમાં સ્થિત રહે છે, કર્મો ક્ષીણ કરવામાં પ્રવૃત્ત છે, શાસ્ત્ર પરમાર્થ પ્રાપ્ત છે, પ્રાજ્ઞ છે. પરીષહોને જીતે છે, સર્વદર્શી અને ઉપશાંત છે, કોઈને અપમાનિત કરતા નથી, તે ભિક્ષુ છે.
♦ વિવેચન - ૫૦૯ -
ધર્મ
વાદ - સ્વ સ્વ દર્શનના અભિપ્રાય વચન વિજ્ઞાન રૂપ અનેક પ્રકારે વિષયમાં પણ અનેક ભેદે વિવાદ કરે છે. - - તે જાણીને સ્વહિતમાં સ્થિર રહે. કર્મોનો ખેદ કરે છે, ખેદ - સંયમ, તેના વડે યુક્ત હોય, શાસ્ત્ર પરમાર્થ પામીને રહે, કોઈને વિબાધક ન બને, તે ભિક્ષુ છે. - તથા -
♦ સૂત્ર - ૫૧૦ -
જે અશિલ્પજીવી છે, જે ગૃહી છે, જે અમિત્ર છે, જિતેન્દ્રિય છે, સર્વથા વિમુક્ત છે, અણુકષાયી છે, નીરસ અને પરિમિત આહાર લે છે, ગૃહવાસ છોડી એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. એમ હું કહું છું.
• વિષેયન
૫૧૦
શિલા ચિત્ર પત્રના છેદાદિ વિજ્ઞાનથી જીવવાનો સ્વભાવ છે જેનો તે શિલ્પજીવી, તેવા નથી તે અશિલ્પજીવી. ગૃહ વિરહિત, અવિધમાન મિત્ર આસક્તિહેતુક છે જેને નથી તે અમિત્ર. જિનેન્દ્રિય - વશીકૃત કરેલી છે. શ્રોત્રાદિ ઇંદ્રિયો જેણે તે સર્વથા - બાહ્ય અને અત્યંતર ગ્રંથથી વિવિધ પ્રકારોથી પ્રકર્ષથી મુક્ત ને વિપ્રમુક્ત. જેના સંજ્વલન નામક ક્રોધાદિ કષાયો ઘણાં અલ્પ છે તે અણુ કષાયી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
-
Jain Education International
-
-
-
-