________________
૧૩
૧૪૪૫૭
• વિવેચન - ૪૫૭ -
ધન - દ્રવ્ય, તે પણ પ્રચુર અને સ્ત્રીઓ સહિત, કાકી-મામા આદિ સ્વજનો, શબ્દાદિ કામગુણો પણ અતિશય છે. તે માટે તપ - કષ્ટાનુષ્ઠાન લોકો કરે છે. તમારે તો તે બધું સ્વાધીન જ છે. આ ઘરમાં જ ઉપલબ્ધ છે. જે કે રુમીઓ નથી, ચતાં સૂત્રમાં “સ્ત્રીઓ' સ્વાધીન છે કહ્યું, તે તેની પ્રાપ્તિની યોગ્યતાને આશ્રીને કહેલ છે. પુત્રો બોલ્યા -
• સૂત્ર - ૫૮ -
જેને ધર્મની ધુરાને વહન કરવાનો અધિક્કાર પામ છે, તેને ધન, સ્વજન, એન્દ્રિય વિષયોનું શું પ્રયોજન છે? અમે તો ગુણ સમુહના ધારક, અપ્રતિબદ્ધ વિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બની.
• વિવેચન - ૪૫૮ •
દ્રવ્ય વડે શું? કંઈ નહીં. ધર્મ જ અતિ સાત્વિકતાથી વહન કરાતા ધૂરાની માફક જ ધર્મધુરા છે. તેનો અધિકાર પ્રાપ્ત થયા પછી સ્વજનો અને કામગુણોનું શું પ્રયોજન છે? - X- તેથી અમે બંને શ્રમણ - તપસ્વી થઈશું. ગુણોધ - સમ્યમ્ દર્શનાદિ ગુણ સમૂહને ધારણ કરનારા ગુણધધારી થઈને ગામ - નગરાદિથી બહાર વર્તવા વડે દ્રવ્યથી અને ભાવથી પ્રતિબદ્ધ વિહાર વડે વિહરનારા અને શુદ્ધ ભિક્ષાને આશ્રીને તેનો જ આહાર કરનારા થઈશું.
આત્માના અસ્તિત્વના મૂળપણાથી સર્વે ધર્માનુષ્ઠાન તેના નિરાકરણને માટે પુરોહિત બોલ્યો -
• સૂત્ર - ૫૯
હે પુત્રો જેમ રહિમાં શનિ, દૂધમાં ઘી, તલમાં તેલ, સાસ હોય છે, તેમ શરીરમાં જીવ પણ અસતુ જ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતાં, જીવનું કંઇ અસ્તિત્વ રહેતું નથી.
• વિવેચન - ૫૯ -
જેમ અગ્નિ - વૈશ્વાનર, અરણિથી અગ્નિ મન્થન કાષ્ઠથી અવિધમાન જ સમૂચ્છે છે. તે પ્રમાણે દૂધમાં ઘી, તલમાં તેલ આદિ જાણવા, એ પ્રમાણે જ છે પુરા શરીરમાં સંત્વો સમૂચ્છે છે. પૂર્વે ન હોવા છતાં શરીરાકર પરિણત ભૂત સમુદાયથી ઉત્પન્ન થાય છે. • x- તથા નાશ પામે છે - વાદળના રંગની જેમ પ્રલયને પામે છે. પરંતુ શરીરને નાશ થયા પછી ક્ષણવાર પણ તેની અવસ્થિતિ રહેતી નથી. અથવા શરીર હોવા છતાં આ સવો નાશ પામે છે, પણ રહેતા નથી. જેમ જળનો પરપોટો રહેતો નથી. - x - પ્રત્યક્ષથી આનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. આ શરીરમાં કે શરીર સિવાય ભવાંતર પ્રાપ્તિ પ્રશ્ન ઉપલબ્ધ નથી. જેમ સસલાને શીંગડા નથી. - ૦ - કુમારો બોલ્યા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org