________________
૧૩/૪૧૯, ૪૨૦
૧૨૩
આણેલા છે. બીજા પણ ભવનાદિ રમણીય અને સુરમ્ય છે. આ બધાં જે પ્રમાણે ચક્રવર્તીને પુરો, ત્યાં જ બનાવેલા હોય છે. આ પ્રત્યક્ષ જે અવસ્થિત પ્રાસાદરૂપ પ્રતીત છે, તે અને તે હિરણ્ય આદિ ધન, તેના વડે યુક્ત છે ત્યાં ઘણાં જ અનેક પ્રકારના આશ્ચર્ય છે અથવા જેમાં ધન છે તેવા પ્રભૂત ચિત્રધન છે. પાંચાલ નામે જનપદનું પ્રતિપાલન કરો, તેમાં ઇંદ્રિયોને ઉપકારી રૂપ આદિ ગુણો છે, તેના વડે યુક્ત તે પાંચાલગુણોપેત છે અર્થાત્ પાંચાલમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે. તે બધી આ ગૃહમાં છે.
વળી - બત્રીશ પાત્રોપલક્ષિત નાટ્ય કે નૃત્યો વડે, વિવિધ અંગહાાદિ સ્વરૂપે ગીતો વડે - ગ્રામ, સ્વર, મૂર્છના લક્ષણ વડે, મૃદંગ - મુકુદ આદિ વડે, સ્ત્રીજનોને પરિવારી કરતાં અથવા પ્રવિચાર કરી સેવતા, આ પ્રત્યક્ષ દેખાતા ભોગો ભોગવો. હે ભિક્ષુ ! અહીં જે હાથી, ઘોડા આદિ ન જણાવીને સ્ત્રીઓનું જ અભિવાદન તે સ્ત્રીલોલુપ પણાથી છે, અથવા તેણીના જ અત્યંત આક્ષેપકત્વને જણાવવા માટે છે, કદાચિત્ ચિત્ર બોલે કે - આ જ સુખ છે, તેથી કહે છે - મને આ રુચે છે. પ્રવ્રજ્યા તો દુઃખ જ છે, જરાપણ સુખ નથી, તે દુઃખના હેતુ પણે છે.
આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિએ શું કર્યુ? તે કહે છે -
♦ સૂત્ર - ૪૨૧ -
તે રાજાના હિતૈષી, ધર્મમાં સ્થિત ચિત્રમુનિએ પૂર્વભવના સ્નેહથી અનુક્ત અને કામભોગોમાં આસક્ત રાજાને આ પ્રમાણે કહ્યું - • વિવેચન - ૪૨૧
-
બ્રહ્મદત્તને જન્માંતરના પ્રરૂઢ પ્રણયથી આસક્તિ જાણીને, રાજાને અભિલષ્યમાણ એવા શબ્દાદિમાં અભિકાંક્ષા યુક્ત જાણીને ધસ્થિત અને ચકીના હિતની પર્યાલોચના કરવાવાળા કે કઈ રીતે આનું હિત થાય, એમ ચિંતન કરતા ચિત્રના જીવ એવા મુનિએ આવું વચન કહ્યું -
તેઓ શું બોલ્યા ? તે કહે છે -
♦ સૂત્ર ૪૨૨, ૪૨૩ -
સરે ગીત ગાન વિલાપ છે, સમસ્ત ના વિડંબના છે. સ આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપદ છે.
અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી. જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે.
• વિવેચન
૪૨૨, ૪૨૩
સર્વે વિલપિત માફક વિલપિત નિર્થક પણે સુદિત યોનિત્વથી છે, તેમાં નિરર્થકપણે - ઉન્મત્ત બાળકના ગીતવત્ અને સુદિત યોનિતાથી તે વિરહ અવસ્થામાં પ્રોષિતભર્તૃકના ગીતવત્ છે. શું ? ગાન, તથા સર્વ નૃત્ય - શરીરના વિક્ષેપણરૂપ કે
-
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org