________________
૧૩/૪૦૮-૧
૧૧૭
નામના સ્થાનમાં ગયા. ત્યાંથી પણ અરણ્યમાં ભમીને વંસગ્રહણ, તેનાથી ઉપલક્ષિત પ્રાસાદ તે વંશીપ્રાસાદ, ત્યારપછી પણ સમકટક. સમકટકથી ચાટવી, તેને ભ્રમણ કરતા બ્રહાદતને અતિશય તૃષાથી કંઠે, હોઠ, તાળવું સુકાવા લાગ્યા. ત્યારે તેણે વરધનુને કહ્યું - હે ભાઈ !મને તૃષાની ઘણી પીડા થાય છે, તે માટે ક્યાંકથી પાણી લઈ આવ.
એટલામાં એણે નીકટવર્તી એક વડનું ઝાડ જોયું. તેની શીતળ છાયામાં સૂઈ ગયો. વરઘનુએ તેની સાથે સંકેત કર્યો કે - જો મને કોઈ દીર્ઘપ્રહિત પુરુષ પ્રાપ્ત થશે. તો હું અન્યોક્તિથી અભિધાન કરીશ. પછી તારે અહીંથી પલાયન થઈ જવું. વરઘનું પછી પાણી શોધવા નીકળ્યો. તેણે એક પક્ષિની ખંડ મંડિત સરોવર જોયું. પક્ષિની પત્ર પુટકમાં પાણી એકઠું કર્યું. બ્રહ્મદત્તની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. તે વડની નજીક પહોંચ્યો ત્યાં કોઈ રીતે તેમના ભાગી જવાના વૃત્તાંતને જાણીને દીર્ઘપૃષ્ઠ મોકલેલા પુરુષો વડે અતિરોષથી વરધનુને પકડીને બાંધી દેવાયો. તેઓએ આક્રોશ કરતા દુઝવચનો કહ્યા. બીજા કહે છે વરધનુને પટવા લાગ્યા.
પૂર્વે કરાયેલા સંકેત અનુસાર વરધનુ સંકેત વચનો બોલે છે. તે વચનોને બ્રહ્મદત્તકુમાર સાંભળતા ભયથી ત્રસ્ત થઈ ગયો. ત્યારપછી તે ઉન્માર્ગથી ભાગી ગયો. ત્યારપછી ભમતા-ભમતા તે વટપુરક આવ્યો ત્યાંથી બ્રહાસ્થલક અને વટસ્થલક તેના વિશ્રામના વિષયો બન્યા. કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મથુરા, અહિચ્છત્રા પણ રહ્યો.
ત્યાંથી પણ જતાં અરણ્યમાં પ્રવેશતા તાપસોએ જોયા. તેઓ ઓળખી ગયા કેઆ આપણાં નિજક બ્રહ્મરાજાનો પુત્ર છે. ત્યાં ચોમાસી કરી ત્યાં તાપસકુમાર સાથે રમતા એક દિવસે તેણેવનહતિજોયો. ત્યારે તેને કુતૂહલઉત્પન્ન થયું. વિવિધગજશિક્ષા વડે રમણ કરવાનો આરંભ કર્યો. તેની પીઠ ઉપર બ્રહ્મદત્ત બેઠો. હાથી કુમારને લઈ જવા પ્રવૃત થયો. કેટલેક દૂર જઈને અનેક વૃક્ષો જોયા. કુમાર તે રીતે વિટપના એક ભાગમાં પહોંચ્યો. હાથી વડે લઈ જવાયા પછી તે વિમૂઢ દિશામાં ભમવા લાગ્યો. એ રીતે ભમતો ભમતા અરણ્યથી નીકળીને વટપૂરે ગયો.
વટપુરથી શ્રાવતિ ગયો. જતાં જતાં તેને માર્ગમાં એક ગામ પ્રાપ્ત થયું. ત્યાં નજીકમાં વિશ્રામ કરવાને બેઠો. કોઈ શ્રેષ્ઠીએ તેને ત્યાં જોયો. તેને પોતાના ઘેર લઈ ગયો. અભ્યાગત કર્તવ્ય કર્યું. નૈમિત્તિકના કહેવાથી શ્રેષ્ઠીએ બ્રહ્મદતને પોતાની પુત્ર પરણાવી. મુગનિમાઁક સદેશ વિવિધ વસ્ત્રો, ઇંદ્રનીલાદિ પ્રધાન મણિઓ, કટક કેયૂર કંડલાદિ આમરણો વડે સકારાયો. બ્રહ્મદત્ત તેનામાં લુબ્ધિ થઈ ત્યાં કેટલોક કાળ રહ્યો. પછી શ્રેષ્ઠીની કન્યાને એક પુત્રનો જન્મ થયો.
- આ તરફ દીર્ઘuષ્ઠના મોક્લેલા પુરુષોએ તેની શોધ કરતા કરતા તેનું વૃત્તાંત જાણ્યું, તેના ભયથી બ્રહ્મદત્ત ત્યાંથી નાસી ગયો. સુપ્રતિષ્ઠપુરની સન્મુખ ચાલવાનું શરૂ કર્યું. ત્યાં તેને કેટલાંક વિટ કાર્યાટિકો મળ્યા. સામે આવતા કોઈ તેવા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org