________________
૧૧૦
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ અભિપ્રાયથી આ પ્રમાણે કહે છે -
• સૂત્ર - ૪૦૨ -
હે ભિક્ષુ છે તમારી જ્યોતિ કઈ છે ? જ્યોતિનું સ્થાન કયું છે ? વૃતાદિ નાંખવા માટેની કડી કઈ છે ? અગ્નિને પ્રદિપ્ત કરનારા કરિષગ કયા છે ? તમારું ધણ અને હોમ કયા છે ? ક્યા હોમથી તમે જ્યોતિ પ્રજવલિત કરો છો ?
• વિવેચન - ૪૦૨ -
કેવા સ્વરૂપની તમારી જ્યોતિ - અગ્નિ છે, તેવા તમારા જ્યોતિસ્થાન છે કે જ્યાં અગ્નિ રખાય છે. ધૃત આદિને પ્રક્ષેપનારી દવ - કડછી કેવી છે? કરીષ - છાણ, તે જ અગ્નિના ઉદીપનનું અંગ હોવાથી કરીષાંગ છે, જેના વડે અગ્નિ સંધુકાય છે. સમિધ, જેના વડે અગ્નિ પ્રજવલિત કરાય છે, તે તમારે શું છે? શાંતિ - દુરિત ઉપશમન હેતું અધ્યયન પદ્ધતિ કયા પ્રકારે છે ? હે ભિક્ષ ! કેવી હવન વિધિ વડે આહતિ આપીને અગ્નિને પ્રીણિત કરો છો ?
છ જીવનિકાયના આરંભના નિષેધથી જ અમારો અભિમત હોય છે તેના ઉપકરણો પૂર્વે નિષિદ્ધ છે, તો યજનનો સંભવ કઈ રીતે થાય? મુનિ કહે છે –
• સૂત્ર - ૪૦૩ -
તપ એ જ્યોત છે, જીવ એ જ્યોતિનું સ્થાન છે, યોગ એ કડછી છે. શરીર કરિષાંગ છે. કર્મ ઉધણ છે. સંયમની પ્રવૃત્તિ તે હોય છે એવો પ્રશસ્ત યજ્ઞ હું કરું છું.
૦ વિવેચન - ૪૦૩ -
તપ- બાહ્ય અભ્યતર ભેદે છે તે અગ્નિ છે. જેમાં અગ્નિ ઇંધણને ભસ્મ કરે છે, તેમ તપ પણ ભાવ ઇંધણ - કમોને ભસ્મ કરે છે. જીવ - જંતુ જ્યોતિ સ્થાન, તપ રૂપ અગ્નિ તેને આશ્રયે રહે છે. જેમાં રવ કર્મ વડે સંબંદ્ધ કરાય છે - જોડાય છે, તે યોગમન, વચન, કાયા. સ્નેહ સ્થાનીય તે શુભ વ્યાપારો છે, તપ રૂપ અગ્નિને જાલનના હેત રૂપે તેમાં સંસ્થાપિત કરાય છે. શરીર એ કરીષાંગ છે, તેના વડે જ તારૂપ અગ્નિ ઉદિત કરાય છે. કર્મો, તેને જ તપ વડે સ્મસાત્ કરાય છે. સંયમ યોગ - સંયમ વ્યાપાર, શાંતિ - સર્વ પ્રાપ્તિના ઉપદ્રવોને દૂર કરવા પડે. હોમ - હોમ વડે તપોજ્યોતિ પ્રદીપ્ત થાય છે. ઋષીણા - મુનિના સંબંધી પ્રશસ્ત જીવોપઘાત રહિત પણાથી વિવેકી વડે સાફ ચારિત્ર વડે પ્રશસિત છે. આના વડે કયા હોમ વડે અગ્નિને પ્રજ્વલિત કરાય છે, ઇત્યાદિનો ઉત્તર આપ્યો.
આના દ્વારા બ્રાહ્મણોના લોકપ્રસિદ્ધ યજ્ઞોના અને જ્ઞાનના નિષિદ્ધપણાથી તેઓ વડે યજ્ઞ સ્વરૂપ પૂછાયું, તેનો ઉત્તર મુનિ વડે કહેવાય. હવે સ્નાનનું સ્વરૂપ પૂછવાની ઇચ્છાવાળાને આમ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org