________________
૧૦૮
ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદર જે રીતે આ સુદષ્ટ થતી નથી, તે રીતે સ્વતઃ જ કહે છે - • સૂત્ર - ૩૯૮ -
કુશ, સૂપ, વ્રણ, કાષ્ઠ અને અનિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ - આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકમી રહ્યા છો.
• વિવેચન - ૯૮ -
કુશ - દર્ભ, ચૂપ, તૃણ - વરણાદિ. કાઝ- સમિધ આદિ અને અગ્નિને સર્વત્ર પરિગ્રહણ કરો છો. સંધ્યાકાળે અને પ્રાતઃ કાળે જળને આચમન આદિમાં પરામૃશ કરો છો. પ્રાણના યોગથી પ્રાણી અથવા પ્રકર્ષથી વસે છે તે પ્રાણી. પ્રાણ - બે ઇંદ્રિય આદિ કેમકે પાણીમાં પૂરા આદિ રૂપે તે સંભવે છે. ભૂત - વનસ્પતિ, ઉપલક્ષણથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો. એનો વિશેષ કે વિવિધ બાધ્યમાન અર્થાત્ વિનાશ કરો છો.
ફરી પણ કેવળ પહેલાં જ નહીં, પરંતુ વિશુદ્ધિકાળમાં પણ પાણી અને અગ્નિ આદિ જીવનું ઉપમર્દન કરતા જડ લોકો એવા તમે પ્રકર્ષથી અશુભ કર્મોને એકઠાં કરો છો. તેનો આશય આ પ્રમાણે છે - કુશલો જ કર્મ મળના વિલયરૂપ તાત્વિકી જ શુદ્ધિને માને છે, જ્યારે તમારા અભિમત ચાગ નાનામાં ચૂંપાદિ પરિગ્રહ અને જળ સ્પર્શમાં અવિનાભાવથી જીવની હિંસાના હેતપણાથી કર્મમળનો ઉપચય અને બંધ જ થાય છે તેથી કર્મ વિશુદ્ધિનો સંભવ જ નથી, તો તમે કઈ રીતે તેને શુદ્ધિમાગણ સુદંષ્ટ તમે કહો છો? વાચકવર્ય કહે છે - શુભ ભાવશુદ્ધિ રૂપ આધ્યાત્મિક શૌચનો ત્યાગ કરીને જ્યાં જળ આદિ શૌચ ઇષ્ટ છે, તે મૂટ માર્ગ જ છે.
આ પ્રમાણે તેના વચનો સાંભળીને સમુત્પન્ન શંકાવાળા યાગ પ્રતિ ત્યારે એ પ્રમાણે પૂછે છે -
• સૂત્ર - ૩૯૯ -
હે ભિક્ષુ ! અમે કઈ રીતે પ્રવૃત્તિ કરીએ, કઈ રીતે યજ્ઞ કરીએ ? કઈ રીતે પાપકર્મોને દૂર કરીએ ? હે યક્ષપૂજિત સંમત ! અમને બતાવો કે તત્ત્વજ્ઞ પર શ્રેષ્ઠ યજ્ઞ કયો બતાવે છે ?
• વિવેચન - ૯૯ -
કયા પ્રકારે અમે ચાગમાં પ્રવર્તીએ ? હે ભિક્ષ - મુનિ તથા ચાગને કઈ રીતે કરીએ? કઈ રીતે પાપ - શુભ કર્મો કે જે પૂર્વે ઉપાચિત કરેલા હોય તેને પ્રેરિત કરીએ - નિવારીએ ? તે અમને કહો. હે સંયત પાપસ્થાનોથી સમ્યફ અટકેલા, હે ચક્ષપૂજિત - ચક્ષો વડે અર્ચિતા અમે કમને નિવારવાના ઉપાય રૂપ યાગ કેમ કરીએ? કેમકે અમાસ યાગને તમે દૂષિત કહો છો, તો આપ જ અમને યાગનો ઉપદેશ આપો.
કદાચ અવિશિષ્ટ જ યજનનો ઉપદેશ કરે, એવી આશંકાથી કહે છે - કન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org