________________
૧૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પ્રજ્ઞ - રક્ષા પ્રધાન મંગલબુદ્ધિથી યુક્ત છો, તેથી તમારા જ ચરણમાં અમે શરણ સ્વીકારવા બધાં લોકોની સાથે એકઠાં થયેલા છીએ. - વળી -
• સૂત્ર - ૩૯૩ -
હે મહાભાગ અમે આપની અય કરીએ છીએ. આપનું એવું કંઈ નથી કે સામે જેની અચ ન કરીએ. હવે તમે વિવિધ વ્યંજનોથી મિશ્રિત શાલિ - સાવલથી નિષ્પન્ન ભોજન કરો.
• વિવેચન - ૩૯૩ -
અચ - પૂજા, અમે તમારા સંબંધી બધાંની પૂજા કરીએ છીએ. હે મહાભાગ? આપ પિંડ : ભોજનાર્થે પધારશે. મહાભાગ એટલે અતિશય અચિંત્ય શક્તિયુક્ત. તમારા ચરણની ધૂળ આદિ એવું કંઈ પણ નથી કે જેની અમે પૂજા ન કરતા હોઈએ, પરંતુ બધાંની પૂજા કરીએ છીએ. અહીં ફરીથી વ્યતિરેકથી તે જ વાત સુખેથી સમજાય તે માટે કરેલી છે. આના વડે સ્વતઃ તેમનું પૂજ્યત્વ કહ્યું. તેના સ્વામીપણાનો પૂજ્યતા હેતુ છે. તથા વાપરો -ભોજન કરો, શેનું? શાલિ વડે નિષ્પન્ન ઓદનનું, કે જે વિવિધ વ્યંજન વડે - અનેક પ્રકારના દહીં આદિ વડે સમિશ્રનું. - વળી -
• સૂત્ર - ૩૯૪ -
આ અમારું પ્રસુર છે. અમારા અનુગ્રહાથે તેને સ્વીકારો. પુરોહિતના આ આગ્રહથી મહાત્માએ તેની સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચયના પારણાને માટે આહાર-પાણી ગ્રહણ કર્યા.
• વિવેચન - ૩૯૪ •
આ પ્રત્યક્ષ જ દેખાતા, જે મારા વિધમાન એવા પ્રચુર અન્નમંડક, ખંડ, ખાજા આદિ સમસ્ત ભોજન છે. જે પહેલા “ઓદન’નું ગ્રહણ કર્યું, તે તેના સર્વ અગ્નિમાં પ્રાધાન્ય જણાવવાને માટે છે. તે ખાઈને અમારા ઉપર અનુગ્રહ કરો. આથત અમે અનુગ્રહિત થઈએ. આ પ્રમાણે તેમણે કહેતા, મુનિ બોલ્યા કે - એ પ્રમાણે કરીએ. દ્રવ્યાદિથી શુદ્ધ હોવાથી તેને ઉકત ભોજન પાનને મુનિ ગ્રહણ કરે છે. - x- મહિનાને અંતે જે પારણું કરાય તે પર્યન્ત, ગૃહિત નિયમનું પારણું ના વડે કહ્યું. તે નિમિત્તે ભોજન ગ્રહણ કર્યું. ત્યારે ત્યાં જે બન્યું, તે કહે છે -
• સૂત્ર - ૩૯૫ -
દેવોએ ત્યાં સુગંધિત જળ, પુષ્ય અને દિવ્ય ધનની વૃષ્ટિ કરી, દુંદુભિ નાદ કયો, આકાશમાં “અહોદાન” એવો ઘોષ કર્યો.
• વિવેચન ૩૫ -
ત્યાર પછી મનિ ભોજન-પાનને સ્વીકારે છે. યજ્ઞપાટકમાં ગંઘ - આમોદ, તેનાથી પ્રધાન ઉદક - જળ, તે ગંધોદક. પુષ્પ - કુસુમ તેની વર્ષા એટલે ગંધોદક પુષ્પવર્ષા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org