________________
૧૦૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેઓ આવા પ્રકારે કેમ છે? કેમકે ઉગ્રતપસ્વી છે. મહેતિ - મહાન, બાકીના સ્વર્ગાદિની અપેક્ષાએ મોક્ષની અભિલાષા કરનારા. અથવા મહર્ષિ - ઘોર ઘતી, ઘોર પરાક્રમી એમ હોવાથી અગ્નિમાં જેમ પતંગસેના આક્રમણ કરે છે, આ ઉપમા છે. જેમ પતંગની સેના મોટી હોય છે, તેની જેમ અગ્નિમાં પડતાં જલ્દીથી ઘાતને પામે છે.
તમે જે ભિક્ષુની અનુકંપા કરો છો, ભોજન સમયે તેમાં દીન આદિને અવશ્ય આપો છો, આ શિષ્ટ સિદ્ધાંતને ભૂલીને તમે આમને કંઈ આપવાને બદલે તાડન કરી રહ્યા છો. તેથી આ આસીવિષાદિ વિશેષણ યુક્તમુનિ, નખ વડે પર્વતને ખોદવા વગેરેની માફક આમને ભોજનકાળે પણ આ ભોજનાથને હણો છો.
હવે સ્વકૃત્ય માટે ઉપદેશ આપે છે. આ મુનિનો સ્વ રક્ષણાર્થે આસરો લો. - તેમની પાસે જાઓ. મસ્તક વડે પ્રણામ કરવા પૂર્વક આ જ અમારું શરણ છે, તેમ સ્વીકારો. કેવી રીતે ? બધાં મળીને. શા માટે ? જો તમે જીવવા ઇચ્છતા હો તો. જે તે કોપાયમાન થાય તો જીવિતવ્ય આદિના રક્ષણ માટે બીજું કઈ સમર્થ નથી. એવું કેમ કહો છો ? તે ક્રુદ્ધ થશે તો બધું બાળીને ખાખ કરી દેશે. • - X* X
હવે તેનો પતિ છાત્રોને તેવા જોઈને શું કરે છે ? તે કહે છે - • સૂત્ર - ૩૮૮, ૩૮૯ -
મુનિને તાડન કરનારા છાશોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભુજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી.
આ પ્રમાણે છાશને કાષ્ઠની જેમ નિશ્ચન્ટ જોઇને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યા - ભતે ! સામે તમારી જે નિંદા અને હેલણા કરી તેની ક્ષમા કરો.
• વિવેચન - ૩૮૮, ૩૮૯ •
અધોબાધિત કરાયેલા અથતિ નીચે નમી ગયેલા, અવકોટિત - નીચેની તરફ વાળી નખાયેલા, પૃષ્ઠ અભિમુખ કરાયેલા મસ્તકવાળા, - - x પ્રસારિત - લાયેલી ભુજા જેમની છે તેવા, તેનાથી તે ચકર્મચેષ્ટા અથતુ અવિધમાન - કર્મ હેતુથી વ્યાપારપણાથી રહિત થયેલા. અથવા કરાય તે કમ, અગ્નિમાં સમિધ પ્રક્ષેપણાદિ, તે વિષયક ચેષ્ટા તે કર્મચેષ્ટા અહીં ગ્રહણ કરાય છે. આંખો ફાટી ગયેલ, તે પ્રસારિત લોચનો જેમના છે તે. વળી લોહીના કોગળા કરતા, જેમના મુખ ઉર્ધ્વ તરફ થઈ ગયો છે, તેને કારણે જિલ્લા બહાર લબડી રહી છે તેવા - x-x-.
ઉક્ત રૂપે પોતાના છાત્રોને જોઈને. કેવા ? અત્યંત નિશ્ચેષ્ટપણાથી લાકડા જેવા થઈ ગયેલા, વિમનસ્ક થઈ ગયેલા, વિષાદને પામેલા કઈ રીતે આ છાત્રો સારાસાજા થશે, તેવી ચિંતા વડે વ્યાકુળ, એવા દર્શન પછી સોમદેવ નામે બ્રાહાણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org