________________
૧૦૩
૧૨૩૮૩, ૩૮૪ માટે રહે યક્ષ કુમારોને રોકવા લાગ્યો.
આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, શુદ્ધ યા, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને સંત - વિાત અને લોહીની ઉલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું -
• વિવેચન - ૩૮૩ - ૩૮૪ -
તેણીના અનંતરોક્ત વચનો સાંભળીને. કોના ? યજ્ઞાવાટકના અધિપતિ સોમદેવ પ્રોહિતની પત્ન ભદ્રાના. સુભાષિત - સક્ત વચનો. ઈષ તે તપસ્વીની વૈયાવચ્ચને માટે. આ પ્રયીકોને નિવારવા રૂપ પ્રયોજનમાં વ્યાવૃત્ત થઈએ આ સમર્થને માટે તેમ વિચાર યક્ષો - યક્ષ પરિવાર, તે કુમારોને - તે ઋષિને મારનારાઓને ભૂમિમાં ગદોડી નાંખ્યા
તે યક્ષો રોદ્રાકારધારી ધોર રૂપે રહીને આકાશમાં આસુરભાવથી યુક્ત થઈને, તે જ યક્ષો, તે યજ્ઞાપાટકમાં તેને ઉપસર્ગ કરનાર છાત્રલોકને હણે છે. ત્યાર પછી તે કુમારો વિદારિત થયા. યક્ષના પ્રહારોથી તેમના શરીરો ભેરાઈ ગયા, તેમને લોહી વમતા કરી દીધા.
તે જોઈને કૌશલિક રાજાની પુત્રીએ આ હવે કહેવાનાર વચનો વડે કહ્યું - ફરીથી કહ્યું તે શું છે ? તે જણાવે છે -
• સૂત્ર - ૩૮૫ થી ૩૮૭ •
જે ભિક્ષુની સવમાનના કરે છે, તેઓ નાખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢ લાવે છે, પગોથી અનિને કાજે છે.
મહર્ષિ શિવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિસુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે.
- જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધાં મળીને, નતમસ્તક થઈને, આ રાષિનું શરણું લ્યો.. તમને ખબર હોવી જોઈએ કે આ ઋષિ કુપિત થતાં સમસ્ત વિશ્વને પણ ભસ્મ કરી શકે છે.
• વિવેચન - ૩૮૫ થી ૩૮૭ -
fort - પર્વત, નખ - હથેળીનું મૂળ, અહીં મુખ્ય ખનન ક્રિયાદિ અસંભવે છે, છતાં ઉપમાર્થે આમ કહેલ છે કે - નખ વડે પર્વત ખોદવા જેવું છે. દાંત વડે લોટું ખાતા હો તેમ ખાઓ છો, જાતેજસ - અગ્નિ, તેને પગ વડે તાડન કરી રહ્યા છો. તો અમારે શું કરવું? તે કહે છે - જે તમે આ ભિક્ષુની અવમાનના કરી રહ્યા છો તેનું ફળ અનર્થરૂપ છે.
આમ કેમ કહ્યું? આર્ચ - દાઢા, તેમાં જેને વિષ છે તે આસીવિષ. આસીવિષ લબ્ધિવાળા, શાપ કે અનુગ્રહમાં સમર્થ. અથવા આસીવિષ સર્પ સમાન આસીવિષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org