________________
૯ ૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
• સૂત્ર - 390 -
આ ભોજન માત્ર બ્રાહ્મણને માટે બનાવેલ છે, આ એકપક્ષીય છે. અમે તને આ યજ્ઞાર્થે નિષ્પક્ષ અન્ન - પાણી દઈશું નહીં. તો પછી તું અહીં કેમ ઉભો છે ?
• વિવેચન - 390 -
લવાણાદિથી સંસ્કારેલ ભોજન બ્રાહ્મણોએ પોતાના માટે કરેલ તેથી તેને આત્માર્થિક કહ્યું. બ્રાહ્મણો વડે પણ પોતે જ ખાવું, બીજા કોઈને ન આપવું. કેમ ? આ યજ્ઞમાં એક પક્ષ - બ્રાહ્મણ માટે જ બનાવેલ છે. અર્થાત આ ભોજન બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અપાય નહીં, શુદ્રને તો ન જ અપાય. - ** તેથી અમે આ ઉક્તરૂપ ઓદનાદિ અને પાયા - દ્રાક્ષ પાનાદિ તને આપીશું નહીં. તો શા માટે ઉભો છે? અહીં ઉભા રહીશ તો પણ તને કંઈ મળવાનું નથી.
• સૂત્ર - ૩૧ -
સારા પાકની આશાએ ખેડૂત ઉંચી અને નીચી ભૂમિમાં પણ બીજ વાવે છે. આ ખેડુતર્દષ્ટિથી જ મને દાન આપો. હું પણ પુન્ય ક્ષેત્ર છું તેથી મારી આરાધના કરો.
- વિવેચન - ૩૧ -
પાણીની અવસ્થિતિ સહિત ઉચ્ચ ભૂમિ ભાગમાં ખેડુત ઘઉં, ચોખા આદિ વાવે છે. તે પ્રમાણે નીચી ભૂમિમાં પણ વાવે છે. જ્યારે અત્યંત વષ થાય ત્યારે ઉંચા સ્થળમાં કુળની પ્રાપ્તિની આશાએ અન્યથા નિષ્ણ ભૂમિમાં પાકશે. આ ઉપમા વડે બતાવે છે કે- તમે પણ મને અન્નાદિ આપો. કેમકે જે તમે મને નિમ્ન માનતા હો તો પણ થળતુલ્યતા બુદ્ધિએ દેવું યોગ્ય છે. કદાચ તેઓ કહેતા કે એ પ્રમાણે આપતા પણ ફળ ન મળે, તેથી કહે છે - આ પણ શુભ એવું દેખાતું ક્ષેત્ર છે કેમકે તેમાં પુન્યરૂપી ધાન્ય ઉગે છે તેથી આરાધના જ છે. આના વડે દાનનું ફળ કહ્યું.
યક્ષે કહેલાં વચન પછી તેઓ આ પ્રમાણે બોલ્યા - • સૂત્ર - ૩૭ર -
સંસારમાં અમને એવા લોઝની ખબર છે કે, જ્યાં વાવેલ બીજ પૂર્ણ રૂપે ઉગે છે. જે બ્રાહ્મણ જાતિ અને વિધા સંપન્ન છે, તે જ પુન્યક્ષેત્ર છે.
• વિવેચન - ૩૭૨ -
ક્ષેત્ર તુલ્ય પાત્ર અમે જાણીએ છીએ. જગતમાં આપેલા અનશન આદિ જન્માંતરમાં સમસ્તપણે પ્રાભૃત થાય છે. કોઈને થાય કે હું પણ તેવું જ ક્ષેત્ર છે. તો તેની આશંકાનો ઉત્તર આપે છે - જેઓ બ્રાહ્મણ છે, તે પણ નામથી નહીં, પણ બ્રાહ્મણ જાતિ રૂપ અને ચૌદ વિધાના સ્થાન રૂપ, તેનાથી જ યુક્ત તેવા જાતિ વિધાયુક્ત, તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org