________________
૮ ૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
કરનાર. (૧૦) હું તપસ્વી છું ઇત્યાદિ અભિમાન કરનાર, (૧૧) અન્ન આદિમાં અભિકાંક્ષાવાન્ (૧૨) અનિગ્રહ, (૧૩) સંવિભાગ ન કરવાના સ્વભાવવાળો, અસંવિભાગી આહારાદિ પ્રાપત કરીને બીજાને કંઈપણ ન આપે પરંતુ પોતાને જ પોષનાર હોય. (૧૪) અપ્રીતિકર - જોનાર, સાંભળનાર બધાને અપ્રીતિ જ ઉત્પાદિત કરે છે. આવા પ્રકારનો દોષયુક્ત હોય તેને અવિનિત કહે છે.
આ પ્રમાણે અવિનિત સ્થાનોને જણાવીને વિનીત સ્થાનોને કહે છે પંદર સ્થાનો વડે શોભન વિનયથી યુક્ત સુવિનિત કહેવાય છે. તેને જ કહે છે - નીચ - અનુ જે રીતે થાય, એ પ્રમાણે નીચી શય્યાદિમાં વર્તે છે તે નીચવર્તી, ગુરુની નીચે વર્તે છે તે. અચલ - આરંભેલા કાર્ય પ્રતિ અસ્થિર અથવા અપચલ – ગતિ, સ્થાન, ભાષા, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ગતિચપલ તે દ્રુતચારી, સ્થાનયપલ તે બેઠો હોય તો પણ ચાલતો હોય તેમ રહે, ભાષાચલ - અસત્, અસભ્ય, અસમીક્ષ્ય, અદેશકાળ પ્રલાપી ભેદથી ચાર પ્રકારે છે. અસત્ - અવિધમાન, અસભ્ય ખર પુરુષાદિ, અસમીક્ષ્ય - આલોચના કર્યા વિના બોલનારો. ચોથો અદેશકાલપ્રલાપી - કાર્ય વીતી ગયા પછી જે બોલે - જો આમ હોય તો ત્યાં દેશ કે કાળમાં આમ કરત તો સુંદર થાત. ભાવચપલ - સૂત્રમાં કે અર્થમાં અસમાપ્ત જ જે બીજું ગ્રહણ કરે છે.
અમાયી - મનોજ્ઞ આહારાદિ પામીને ગુરુ આદિને પંચક ન થાય. અકુતૂહલ - કુહુક ઇન્દ્રજાલાદિ અવલોકનથી પર. અલ્ - સ્તોક, તિરસ્કાર કરે અર્થાત્ અલ્પ એવા જ શબ્દ કે અભાવવચનથી તિરસ્કાર કરે છે. એટલે કે કોઈને તિરસ્કાર કરતો જ નથી. મિત્રોને ઉપકાર કરે, પણ પ્રતિ ઉપકાર પ્રતિ અસમર્થ ન બને - કે કૃતઘ્ન ન બને, શ્રુત પામીને અભિમાન ન કરે, પણ મદના દોષોને જાણીને વધારે નમ્ર થાય. પાપ પરિક્ષેપી ન થાય, મિત્રો પરત્વે કૃતજ્ઞતાથી કથંચિત્ અપરાધમાં પણ કોપ ન કરે. અપ્રિય એવા મિત્રના રહસ્યમાં પણ કલ્યાણ જ બોલે, - - ૪ - પણ તેના દોષ ઉઘાડા ન પાડે. કલહ – વાયાથી વિગ્રહ અને ડમર - પ્રાણઘાત આદિ, તેનો વર્જક હોય. બુદ્ધ - બુદ્ધિમાન. અમિજાતિ - કુલિનતા. હ્રીં - લજ્જા, તે જેને વિધમાન છે, તે ઠ્ઠીમાન્, કથંચિત કલુષ અધ્યવસાયતામાં પણ અકાર્ય આચરતા લજ્જા પામે. પ્રતિસ્કંલીન – ગુરુની પાસે કે અન્યત્ર કાર્ય વિના અહીં - તહીં પ્રવૃત્તિ ન કરે.
- X
આવો વિનીત કેવો થાય ?
=
-
- સૂત્ર - ૩૪૧ -
સદા ગુરુકૂળમાં રહે, યોગ અને ઉપધાનમાં નિરત છે, પ્રિય કરનાર અને પ્રભાવી છે, તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે.
૭ વિવેચન- ૩૪૧ -
વસે એટલે કે રહે, ક્યાં ? સદા આચાર્યાવાદિના ગચ્છમાં, અર્થાત્ તેમની આજ્ઞામાં. જાવજીવ ગુરુ આજ્ઞામાં જ રહે. યોજવું તે યોગ - વ્યાપાર, અહીં પ્રક્રમથી ધર્મગત વ્યાપાર લેવો. અથવા યોગ - સમાધિ, તે જેને છે તે યોગવાન. ઉપથાન - અંગ, અનંગ અધ્યયન આદિ. યથાયોગ આયંબિલાદિ તપો વિશેષ. તેનાથી યુક્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org