________________
અધ્ય. ૧૧ ભૂમિકા કર્માદાન - કર્મ ઉપાદાન હતુ. તે શ્રત કહ્યું
હવે ‘પૂજા' - તે પણ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં પહેલાં બે સુગમ છે. હવે દ્રવ્યપૂજા કહે છે -
• નિર્યુક્તિ - ૩૧૫ - વિવેચન
ઈશ્વર - દ્રવ્યપતિ, તલવર - પ્રભુ સ્થાનીય, નગરાદિ ચિંતક, મંડળ - જળદુર્ગ, તેમાં થાય તે માંડલિક તેનો ભોક્તા. આ ઈશ્વરાદિ ત્રણે તથા શિવ - શંભુ, ઇન્દ્ર - શક્ર, સ્કંદ - કાર્તિકેય, વિષ્ણુ - વાસુદેવ. આ બધાંની જે પૂજા કરાય તે દ્રવ્ય નિક્ષેપને આશ્રીને થાય છે, તેથી દ્રવ્યપૂજા. દ્રવ્યથી પણ ભાવપૂજાનો હેતુ કહે છે. આ દ્રવ્યથી અપ્રધાન કે પૂજા તે દ્રવ્યપૂજા. - - આ દ્રવ્ય શબ્દના અનેકાર્થત્વના સૂચકપણાથી કહ્યું. હવે ભાવપૂજા કહે છે -
• નિયુક્તિ - ૩૧૬ : વિવેચન
તીર્થકર - અરહંત, કેવલી - સામાન્યથી ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, સિદ્ધ, આચાર્ય, સર્વ સાધુ. એ બધાંની જે પૂજા કરાય છે, તે પૂજા ભાવનિક્ષેપને આશ્રીને થાય છે. કિલ - શબ્દ પરોક્ષ આપ્તવાદસૂચક છે. તીર્થકરાદિ પૂજા બધી પણ ક્ષાયોપશમિકાદિ ભાવવર્તી જ હોય છે, તેથી ભાવપૂજા જ છે. જે પુષ્પાદિ પૂજામાં દ્રવ્યસ્તવ કહ્યું તે દ્રવ્ય - પુષ્પાદિ વડે સ્તવ, તે સંપૂર્ણ ભાવસ્તવનાકારણપાણાથી છે. હવે પ્રસ્તુત ઉપયોગ કહે છે
• નિયુક્તિ • ૩૧૭ - વિવેચન
જે ચૌદપૂર્વધર છે, સમસ્ત જે આ કાદિ અક્ષરો છે, તેમની તે તે અર્થની અભિધાયકતાથી સાંગત્યશી ઘટનાકરણ તે સર્વાક્ષર સંનિપાત, તે અધિગમ વિષયપણાથી જેનામાં વિધમાન છે, તે આ સક્ષર સંનિપાત. નિપુણ - કુશલ, જે ચૌદપૂર્વીની પૂજા - ઉચિત પ્રતિપત્તિરૂપ છે, ઉપલક્ષણ થકી આ શેષ બહુશ્રતોની પૂજા. પ્રાધાન્યથી આનું જ ઉપાદાન છે. નિશ્ચિત તે ભાવવિષયક છે. બહુશ્રુત પૂજા લક્ષણથી ભાવપૂજા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
હવે સૂત્ર કહેવું જોઈએ - • સૂત્ર - ૩૨૮ -
સાંસારિક બંધનોથી રહિત, ગૃહત્યાગી ભિક્ષાના આસારનું હું સરાક્રમે કથન કરીશ. તે તમે મારી પાસેથી સાંભળો.
• વિવેચન - ૩૨૮ -
સંયોગથી પ્રિમુક્ત અણગાર ભિક્ષના આચાર એટલે આચરણ, ઉચિત કિયા, વિનય, વૃદ્ધો કહે છે - આચાર, વિનય એ એકાર્થક છે. અને તે અહીં બહુત પૂજારૂપ જ ગ્રહણ કરાય છે. કેમકે તેનો જ અહીં અધિકાર છે. તો હું અનુકમ પ્રગટ કરીશ. તેને હું કહું છું, તે સાંભળો. આ બહુશ્રુતપૂજા કહી. તે બહુશ્રુત સ્વરૂપ પરિફાન જ કરવા સમર્થ છે. બહુશ્રુતનું સ્વરૂપ તેના વિપર્યયના પરિજ્ઞાનમાં તદ્વિવિકત સુખથી જ જણાય છે. તેથી અબહુશ્રુતનું સ્વરૂપ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org