________________
૮
૨
ઉત્તરાધ્યયન મૂલસૂઝ-સટીક અનુવાદ અધ્યયન - ૧૧ - બહુત પૂજા - છે
૦ દશમું અધ્યયન કહ્યું. હવે અગિયારમું કહે છે. આનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ રહેવા માટે અનુશાસન કહ્યું. તે વિવેકીને જ વિચારવું શક્ય છે. વિવેક બહુ શ્રતની પૂજાથી જન્મે છે. તેથી બહુશ્રુતપૂજી કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં યાવત નામ નિષ્પન્ન નિક્ષેપમાં બહુસૂત્રપૂજા કે બહુશ્રુતપૂજા નામ છે. તેથી તેના નિક્ષેપને પ્રતિપાદિત કરવાની ઇચ્છાથી નિયુક્તિકાર કહે છે -
• નિયુક્તિ - ૩૧ - વિવેચન
બહુ - ઘણું, સુય - સૂત્ર કે શ્રત. તેની પૂજા. આ ત્રણે પદોના નામ આદિ ચાર પ્રકારે નિક્ષેપા થાય છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યથી બહુ તે દ્રવ્યવહુવ, તેનાથી ઘણાં જીવ- ઉપયોગલક્ષણ, પુદ્ગલ - પદિ લક્ષણ, ચ શબ્દથી પુદગલોનું જીવની અપેક્ષાથી બહુતરત્વ બતાવે છે. તે પણ એકેક સંસારીજીવ પ્રદેશમાં અનંતાનંત જ હોય છે. જીવપુદગલો જ‘દ્રવ્યબહુ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશના એક દ્રવ્યત્વથી અને કાળના પણ તત્ત્વપણાથી સમયરૂપcથી બહત્વનો અભાવ છે.
• નિર્યુક્તિ - ૩૧૧ - વિવેચન
ભાવ બહુવથી બહુક ચૌદ પૂર્વો- ઉત્પાદપૂર્વ આદિ અનંત ગમ યુકત છે. તેમાં ગમ - જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય છે. ગમ - વસ્તુ પરિચ્છેદ પ્રકારો નામ આદિ, તેના વડે યુક્ત અને ઉપલક્ષણથી પર્યાય આદિ લેવા. આના વડે તદાત્મકપણાથી પૂર્વેનું પણ આમંત્ય કહ્યું. આ કાય ભાવમાં વર્તે છે, જેનાથી “ભાવબહુ કહેવાય ? તે કહે છે - “ભાવ” આત્મપર્યાયમાં ક્ષાયોપશનિકમાં ચૌદ પૂર્વો વર્તે છે. ક્ષાયિક ભાવમાં કોઈ
ભાવબહુ કેમ નથી? છે, તે કહે છે - કર્મના ક્ષયથી ઉત્પન્ન અને અનંત પર્યાયપણાથી કેવળજ્ઞાન પણ ભાવબહક છે. બહુ કહ્યું. હવે સૂત્ર કે શ્રત કહે છે -
• નિર્યુક્તિ - ૩૧૨ • વિવેચન
દ્રવ્યસૂત્ર કે દ્રવ્યશ્રત, તેમાં પહેલું પંડજ આદિ, બીજું કહે છે - વ્યવૃત - તે અક્ષરરૂપપણે ન્યસ્ત, પુસ્તકાદિમાં છે તે. બોલાતું પણ દ્રવ્યશ્રત કહેવાય છે. ભાવઋત બે ભેદે - સમ્યફ શ્રુત અને મિથ્યા શ્રત. તેનું સ્વરૂપ -
• નિર્યુક્તિ - ૩૧૩, ૩૧૪ - વિવેચન
ભવમાં કે ભવ્ય, આમની સિદ્ધિને ભવસિદ્ધિ કે ભવ્યસિદ્ધિક. આ જ પ્રાણીઓ સમ્યગુર્દષ્ટિ છે. જે શ્રત ભણે છે, તે સમ્યફશ્વત શબ્દથી પ્રક્રમથી ભાવકૃત કહેવાય છે. (શંકા) બોલાવવાપણાથી તેને દ્રવ્યઋતત્વ કેમ ન કહ્યું? આના વડે આનાથી જનિત ઉપયોગ જ ઉપલક્ષિત કરેલ છે, માટે દોષ નથી. આ પ્રમાણે બીજે પણ વિચારવું. તેનું માહામ્ય કહે છે- આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર. હવે મિથ્યાશ્રુત કહે છે. મિથ્યાદૃષ્ટિ જીવો અહીં પણ ભવ્ય જીવો જ લેવા. જે અભવ્યો લેશે તો મિથ્યાશ્રુત શબ્દથી અહીં પણ ભાવબ્રુત કહેલ છે, તેવો સંબંધ થશે. કર્મ – જ્ઞાનાવરણ આદિ સ્વીકાર કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org