________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન - ૯ - “નમિપ્રવજ્યા” છે.
– – – – – – – ૦ આઠમું અધ્યયન કહ્યું, હવે નવું આરંભે છે. તેના અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં નિલભત્વ કહ્યું. અહીં તેના અનુષ્ઠાનથી આ લોકમાં જ દેવેન્દ્રાદિ પૂજા પામે છે, તે બતાવે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો - ૪ - નામનિક્ષેપ “નમિપ્રવજ્યા” છે. તેથી નમિનો અને પ્રવજ્યાનો નિક્ષેપ કરતાં નિયુક્તિકાર કહે છે.
• નિર્યુક્તિ - ૨૬૦ થી ૨૬૩ : વિવેચન -
નમિ વિષય નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યનમિના બે ભેદ છે, આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી ત્રણ ભેદ - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. તેમાં તવ્યતિરિક્તનમિ ત્રણ ભેદે - એકભાવિક, બદ્ધાયુષ્ક, અભિમુખનાગોત્ર. તે પૂર્વવત. તથા નમિનું આયુ, નામ અને ગોત્રને વેદતો ભાવથી નમિ થાય છે. તે નમિનો અહીં અધિકાર છે.
તેથી અહીં નમિપ્રવજ્યા નામક આ અધ્યયન જ કહીએ છીએ. પ્રવજ્યાનો પણ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે. - X- બીજા તે અતિ પ્રણીત તીર્થથી અન્યત્વથી તીર્થો - પોતપોતાના અભિપ્રાયથી ભવસમુદ્ર તરવા પ્રતિ કરણપણાથી વિકતિત્વથી અન્યતીર્થો, તેમાં થયેલ તે અન્યતીર્થિકો. તે શાક્ય આદિને દ્રવ્યમાં વિચારવા. પ્રવજયાના યોગથી તેમને પણ પ્રવજ્ય કહેવાય. - *- અહીં અન્યતીર્થિક વડે વિવક્ષિત ભાવ વિકલતા સૂયવી છે. તેથી અન્યતીથી કે સ્વતીર્થી જે પ્રવજ્યા પર્યાય શૂન્ય હોય તેની દ્રવ્ય પ્રવજ્યા જાણવી. ભાવથી વિચારતા પ્રવજ્યા તે - પૃથ્વી આદિની હિંસા તે આરંભ અને મૂછ તે પરિગ્રહ, તે બંનેના પરિહાર, માત્ર બાહ્ય વેષની ધારણાદિ નહીં.
જો કે અહીં નમિપdજ્યા જ પ્રકાંત છે, તો પણ જેમ આ પ્રત્યેકબુદ્ધ છે, તેમ બીજા પણ કરકંડૂ આદિ ત્રણ સમકાળે સુરલોકથી આવીને પ્રવજ્યા લઈ, કેવળજ્ઞાનોત્પતિથી સિદ્ધિગતિને પામ્યા. તેથી પ્રસંગથી શિષ્યને વૈરાગ્ય ઉત્પાદન માટે તેની વક્તવ્યતા પણ કહેવા નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ર૬૪ થી ૨૭૯ - વિવેચન આનો અર્થ પ્રાયઃ સંપ્રદાયથી જ જણાય, તેથી તે જ કહે છે -
(૧) કરકુંડ- ચંપાનગરીમાં દધિવાહન રાજા હતો, ચેટક સજાની પુત્રી પદ્માવતી તેની પત્ની (રાણી) હતી. તેને મનોરથ થયા. હું કઈ રીતે રાજાનો વેશ પહેરીને ઉધાન અને કાનનોમાં વિચરણ કરું?
તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. રાજા પૂછે છે, મનોરથ જાણીને રાજા અને પદ્માવતી રાણી જય હાથી ઉપર આરૂઢ થયા, રાજા છત્રને ધારણ કરે છે. ઉધાનમાં ગયા, પહેલી વર્ષાઋતુ હતી, શીતળ માટીની ગંધથી હાથી અભ્યાહત થઈને વનને યાદ કરે છે. નિવૃત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org