________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર છે. જો કે તત્ત્વથી તેની આવી ઇચ્છા સંભવતી નથી, આ તો ઉપમા માત્ર છે. એ પ્રમાણે તે અહીં પરિકાંક્ષા કરે છે. શું તે એ પ્રમાણે ચિરસ્થાયી થાય?
• સૂત્ર - ૧૮૧ -
જ્યાં સુધી તિથિ આવતો નથી, ત્યાં સુધી તે બિયારો જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથુ છેદીને ખાઈ જાય છે.
• વિવેચન - ૧૮૧ -
જ્યાં સુધી - એ કાળની અવધારણા છે. મહેમાન ન આવે ત્યાં સુધી. પછીના કાળે પ્રાણને ધારણ કરતો નથી. કોણ? ઘેટો, સુખી થઈને રહે છે અથવા તત્ત્વથી તો દુઃખી જ છે. હવે મહેમાન આવતાં સુધી તેના પ્રાણ છે, પણ ઘેટાના મસ્તકના બે ટુકડા કરીને તેનો સ્વામી, મહેમાન સાથે બેસી ઘેટાને ખાઈ જાય છે. ધે કથાનકને આગળ કહે છે - પછી તે વાછડો, મહેમાન આવતા ઘેટાને હણાતો જોઈને તરસ્યો હોવા છતાં માતાના સ્તનની અભિલાષા કરતો નથી. માતા બોલી - કેમ પુત્ર ! ભયભીત થયો છે? હસ્થે દૂધ કેમ પીતો નથી ? વાછરડો બોલ્યો - હે માતા ! મને સ્તનપાનની ઇચ્છા કેમ થાય ? મારી સામે તે બિયારો ઘેટો હમણાં કોઈ મહેમાન આવતા લબડતી જીભવાળો, ફાટી ગયેલી આંખવાળો, વિસ્વર રડતો, ત્રણ ને શરણ રહિત મારી નંખાયો. તે ભયથી મને દૂધ પીવું કેમ ગમે? માતા બોલી - હે પુત્ર ! ત્યારે જ તને આ બધું કહેલું ને? આ તેણે વિપાકને પ્રાપ્ત કર્યો. આ દષ્ટાંત કહીને દાર્શનિક કહે છે -
• સૂત્ર • ૧૮૨ -
મહેમાનને માટે સમીહિત તે ઘેટું, જેમ મહેમાનની પ્રતિક્ષા કરે છે, તેમ આધર્મિષ્ઠ અજ્ઞાની જીવ પણ નરકાસુની પ્રતિક્ષા કરે છે.
• વિવેચન • ૧૮૨ -
જે પ્રકારે નિશ્ચયથી પૂર્વોક્ત સ્વરૂપનું ઘેટું મહેમાન માટે કલ્પિત થઈ, હું અને દેવાઈઈશ, તેમાટેની પરિકાંક્ષા કરે છે, એ પ્રમાણે અજ્ઞાન અને અધર્મની અભિલાષા કરતો, અધર્મગુણના ચોગથી અતિશય અધર્મ - અધર્મિષ્ઠ તેના અનુકૂળ ચરિતથી વાંછે છે, શું ? નકજીવિતને. ઉક્ત અર્થનો વિસ્તાર કરતા કહે છે -
• સૂત્ર • ૧૮૩ થી ૧૮૫ -
હિંસક, આજ્ઞાની, મિયાભાષી, માર્ગમાં લુંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી, ક્યાંથી ચોરી કરું ? એમ નિરતર વિચારનાર, .... સ્ત્રી અને બીજા વિષર્તામાં રક્ત, મહાઆરંભી, મહાપરિગ્રહી, દારુ - માંસ ભગી, બળવાન, બીજાને દમના ર... બકરાની જેમ કર-કર શબદ કરતા માંસાદિ ભક્સ ખાનાર, ફાંદાળ, અધિક લોહીવાળો, ઘેટો જેમ મહેમાનની પ્રતિક્ષા કરે તેમ તે નરકના ટયુની આકાંક્ષા રે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org