________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલĒસણસ્સ
૫.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
-
- ગ ભાગ
-
36 :
આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન - ૭ થી ૨૧ નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ-૩૭માં અધ્યયન - ૧ થી ૬ નો સમાવેશ થયો હતો, અધ્યયન
-
૨૨ થી ૩૬ નો સમાવેશ હવે પછીના ભાગ ૩૯ માં કરવામાં આવશે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તર ઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં ઉત્તરાધ્યયન નામે જ ઓળખાવાય છે. જેમાં કુલ ૩૬ અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર - ૮૮ સૂત્રો છે, બાકી બધી ગાથાઓ જ છે.
38/2
Jain Education International
૧૭
આ આગમની ઓળખ ‘ધર્મકથાનુયોગ' રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષુ, રથનેમી આદિ અધ્યયનો વિચારો તો ‘ચરણકરણાનુયોગ' પણ અહીં મળશે. સમ્યક્ત્વ પરાક્રમ, લેશ્યા, જીવાજીવ વિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ' દેખાય છે. ૩૬ - અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્યજીવનની દુર્લભતાદિ, પાપશ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે.
આ આગમમાં નિયુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ રૂપે જોવા મળે છે. પ્રાયઃ આટલું પ્રચૂર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ મૃત્ ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિર્યુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલ છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે, તેમણે ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો.
આ મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે તથા જૈન પરિભાષા પણ અહીં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org