________________
ઉત્તરધ્યયન મૂલસબ-સટીક અનુવાદ • વિવેચન - ૧૫ -
અનંતર જણાવેલ ભાવભિક્ષના ઉક્ત સ્વરૂપ સ્થાન પ્રાપ્તિને સાંભળીને, સજજનોની પૂજાને યોગ્ય તેવા સપૂજ્યો, સંચમવાનું અને જિતેન્દ્રિય બની, મરણના અંતમાં, આવી ચીમરણની અપેક્ષાથી કે અંત્ય મરણમાં ઉપસ્થિત થઈ, ચાસ્ત્રિી અને વિવિધ આગમ શ્રવણમાં મતિવાળા ઉદ્વેગ ન પામે. આ પ્રમાણે અવિદિતિ ધાર્મિક ગતિક અને અનુપાર્જિત ધર્મવાળા તે મરણથી ઉદ્વેગ પામે છે તેમ કહ્યું પરંતુ ઉપાર્જિત ધર્મવાળા, ધર્મસ્વને પામીને ક્યાંય ઉદ્વેગ પામતા નથી. - x x- આ રીતે સકામ અને અકામ મરણ કહીને હવે ઉપદેશ આપે છે.
• સૂત્ર - ૧૫૮ -
આત્માગણીની તલના કરીને મેદાની સાધક વિશિષ્ટ સકામ મરણ નીકારે, મરણ ફાળ દા ધર્મ અને સામાથી તેનો રાત્મા પ્રસ રહે.
• વિવેચન - ૫૮ -
આત્માના ધૃતિ, દેટતા આદિ ગુણોની પરીક્ષા કરીને, ક્રમથી ભકત પરિાદિ મરણ ભેદોને બુદ્ધિ વડે સ્વીકારીને, દયા પ્રધાન એવા દશવિધ અતિ ધર્મ રૂપ, તે સંબંધી જે ક્ષાંતિ, માર્દવ આદિ વડે વિશેષ પ્રસન્ન થાય, મરણથી ઉદ્વેગન પામે કોણ? ઉપરાંત મોહોદયથી તે મેઘાવી. અથવા મરણફાળ પૂર્વે અનાકૂળ ચિત્ત થઈ, મરણ કાળે પણ તેમ રહી. - ૪- કષાય રૂપી કાદવને દૂર કરી સ્વચ્છતાને ભજે. - x- પણ કષાયનું અવલંબન ન કરે. કેવી રીતે? બાલ અને પંડિતમરણની તુલના કરીને. બાળ મરણની પંડિત મરણ વિશિષ્ટત્વ લક્ષણ સ્વીકારીને. - - - x વિશેષ પ્રસન્ન થઈને જે કરે તે કહે છે -
• સુસ - ૧૫૯ -
જ્યારે મારા કાળ આવે, ત્યારે જાવાનુ સાલ ગુરની પાસે પીડાજન્ય લોમ હર્ષને નિવારે, શારીર ભેદની શાંતિભાવથી પ્રતિક્ષા કરે.
• વિવેચન - ૧૫૯ -
કષાય ઉપશમ કર્યા પછી મરણકાળ અભિરચિતમાં કે જ્યારે યોગો સરકી ન ગયા હોય ત્યારે શ્રદ્ધાવાન તેવા ગુરની સમીપે મરણનો વિનાશ કરે. લોન હર્ષ - રોમાંચ “મારું મરણ થશે તેવા ભયને નિવારે અને પરિકમોને ત્યજીને શરીરના વિનાશની કાંક્ષા કરે. દીક્ષા લેતી વખતે અથવા સંલેખના કાળે કે અંતકાળે પણ જેવી હોય તેવી શ્રદ્ધા રાખીને આ રોમાંચને નિવારે. હવે નિગમન કરતાં કહે છે -
• સુત્ર - ૧૬૦ -
મૃત્યુનો કાળ સમય આવતા મતિ ભક્તપરિણાદિ ગણમાંના કોઈ એક મરણને સહકારીને સાકાળ મરણી રીરનો ત્યાગ કરે.
- તેમ હું કહું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org