________________
પ/૧૩
૨૦૧ • વિવેચન - ૧૩ -
હિંસાના સ્વભાવવાળો, અજ્ઞાની, અસત્ય બોલનારો, માયા-બીજાને છેતરવાનો ઉપાય ચિંતવનાર તેવો માયાવાનું, બીજાના દોષો ઉઘાડા પાડનારો, શઠ - પોતે અન્ય હોય પણ વેશ બદલવાદિ વડે મંડિક્યોરની જેમ પોતાને અન્ય દેખાડે, તેથી જ દારુ,માંસ આદિને ભોગવતો તેને પ્રશસ્યતર માને અને તેમાં દોષ નથી એવું બોલે. આના વડે મન, વચન, કાયાથી તેનું અસત્યત્વ કહ્યું -૦- ફરી પણ તેની જ વક્તવ્યતા કહે છે -
• સુત્ર : ૧૩૮ -
તે શરીર અને વાણીથી મત્ત હોય છે, ધન અને સીમાં આસક્ત રહે છે. તે સમ અને તેથી એ રીતે કમલ સંચિત કરે છે, જે રીતે શિશુનાગ પોતાના મુખ અને શરીરથી માટીનો સંચય કરે છે.
• વિવેચન : ૧૩૮ -
કાચ - શરીરથી, વચસા - વચનથી. ઉપલક્ષણથી મન વડે પણ મત્ત બનેલો, તેમાં કાયમત્ત તે મદાંધહાથી વત, જયાં ત્યાં પ્રવૃત્તિ કરો. અથવા હું બળવાન રૂપવાન છે તેમ વિચારતો. વચન વડે પોતાના ગુણોને જણાવતા હું સસ્વર છું ઇત્યાદિ વિચારતો. મન વડે મદથી ભરેલા માનસથી હું અવધારણા શક્તિમાન છે તેમ માનતો. ધન અને સ્ત્રીમાં વૃદ્ધિમાન, ધનથી વૃદ્ધતાથી અદતાદાન અને પરિગ્રહ લેવા. સ્ત્રીમાં વૃદ્ધ દ્વારા મેથનાસેવન જણાવવું. તે સ્ત્રીને સંસારમાં સર્વસ્વ માનીને તેણીની અભિરતિવાળો મેથુન સેવન કરવાથી થાય છે કેવી રીતે?
રાગ અને દ્વેષ રૂપ બાહ્ય અને આંતર પ્રવૃત્તિ આદિથી, સૂત્રત્વથી કિવિધ - આલોક પરલોક વેદનીયપણાથી અથવા પુન્ય પાપરૂપ પણાથી આઠ પ્રકારના કર્મો બાંધે છે. કોની જેમ? શિશુનાગ - ગંડૂપદ અલસની જેમ નિષ્પશરીરપણાથી માટીને સંચિત કરે છે. તેની જેમ પાય પણ છે. એ રીતે બંને પ્રકારે મળને એકઠા કરે છે. તે પ્રમાણે આવો પણ બાહ્ય અને અત્યંતસ્થી મળને એકઠો કરે છે. - x- તથા ઉપચિત કર્મ મળ વડે આશકારી કર્મને વશ થી આ જન્મમાં કલેશ અને વિનાશ પામે છે. આ જ અર્થને કહે છે.
૦ સુઝ - ૧૩૯ :
તે ભૌગાસક્ત રોગથી આકાંત થઈ, ગવાન થઈ, પરિતાપ કરે છે. પોતાના કરેલા કમોન સાદ કરી પરલોકથી ભયભીત થાય છે.
• વિવેચન : ૧૩૯ -
દંડ - આરંભાદિથી ઉપાર્જિત મળથી પૃષ્ટ, જદી હણનારા - વિસૂચિકાદિ રોગથી તે-તે દુઃખના ઉદયરૂપથી લાન - મંદ કે ચાલ્યો ગયેલ હર્ષવાળો થઈ બધાં પ્રકારે સંતોષ પામે છે. બાહ્ય અને અંતરથી ખેદ પામે છે. પ્રકર્ષથી ત્રસ્ત થાય છે. કોનાથી? પરલોકથી. કમનપેક્ષી એવો તે પોતાના હિંસા, અસત્યભાષણ આદિ ચેષ્ટાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org