SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદો (શંકા) ગૃધપૃષ્ઠના પણ આત્મઘાતરૂપત્વથી વૈહાસમાં અંતભવ ન થાય? (સમાધાન) આ વાત બરોબર છે. માત્ર અસત્વવાળાથી આવા અધ્યયસાયને કરવો અશક્ય છે, તે જણાવવા માટે આવો ભેદ પાડેલ છે. - X• x- આ બંને મરણો આત્મ વિઘાતકારી અને આત્મપીડાહતુક છે, તો આગમથી તેનો વિરોધ ન આવે? આથી જ ભક્ત પરિાદિમાં પીડા ના પરિવારને માટે સંલેખના વિધિ અને પાનક આદિ વિધિ ત્યાં-ત્યાં જણાવેલ છે. બંનેમાં દર્શનમાલિચથી શંકાથી કહે છે. આ અનંતરોક્ત બંને - ગૃધપૃષ્ઠ અને વૈહાયસ મરણ કારણ અને પ્રકારમાં દર્શનમાલિન્ય - પરિહારાદિકમાં ઉદાયિ રાજાને મારનાર ને કારણે તેવા પ્રકારે આચાર્યવત્ તીર્થકર, ગણધરાદિ વડે અનુuત છે. આના વડે સંપ્રદાય અનુસાર દર્શાવતા તેથી અન્યથા કથનમાં શ્રતની આશાતના થાય. • • હવે અંત્ય ત્રણ મરણ કહે છે - • નિક્તિ - ૨૫ + વિવેચન - ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન એ ત્રણ મરણો છે. જે અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્કૃષ્ટ કૃતિ - સંઘયણથી વિશેષિત છે. ભકત - ભોજન, તેની પરિજ્ઞા - 3 પરિજ્ઞા વડે જાણે કે - આ અમારા વડે અનેક પ્રકારે પૂર્વે ખવાયેલ છે, અવધ છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આગમ વચન જાણી ચારે આહારનો જાવજીવ પારિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરે તે ભક્તપારિજ્ઞા કહેવાય છે. ઈગતે - પ્રતિનિયત પ્રદેશમાં જ આ અનશનક્રિયામાં ચેષ્ટા કરે, તે ઇંગિની. પાદપ• નીચે પ્રસરેલ મૂલ વડે પીએ છે તે અર્થાત્ વૃક્ષ, તેની જેમ તે પાદપોપ, તેને પ્રાપ્ત કરે તે પાંદપોપગમ. એટલે જેમ વૃક્ષ ક્યાંક ક્યારેક પડ્યા પછી તે સમયે વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ જ રહે, તેમ આ અનશન કરનાર સાધુ જે જેવી રીતે સમ-વિષમ દેશમાં અંગકે ઉપાંગ જેમ હોય તેને ચલિત ન કરે. પણ નિશ્ચલનિપ્રતિકર્મરહે (ઝાડના હુંઠાની જેમ નિશ્ચલ રહે) આ પ્રમાણે અનશનથી ઉપલક્ષિત મરણો કહ્યા. આનું સ્વરૂપ • સપરિકર્મ અને અપરિકર્મ ઇત્યાદિ સૂત્રકાર સ્વયં ત્રીશમાં અધ્યયનમાં કહેશે. દ્વારના નિર્દેશથી અવશયક કંઈક કહેવું જોઈએ, એમ માનીને આ કહે છે - કનિષ્ઠ એટલે લઘુ જધન્ય. મધ્યમ - લઘુ અને જ્યેષ્ઠની મધ્યે. જ્યેષ્ઠ • અતિશય વૃદ્ધ, ઉત્કૃષ્ટ. આની ધૃતિ - સંયમ પ્રતિ ચિત્ત સ્વાધ્ય, સંહનન - શરીર સામર્થ્ય હેતુ વજુબાજભનારાયાદિ. સપરિકમેતા અને અપરિકમેતા આદિ વિશેષથી વિશિષ્ટ. આ ત્રણે ને માટે એકત્ર વિધાન કરતાં કહે છે, ધીરે પણ મરવાનું છે, કપુર પણ અવશ્ય કરવાનું છે, તો પછી ધીરપણાથી મરવું જ શ્રેષ્ઠ છે. સંસારરૂપી રંગભૂમિમાં ધૃતિ બલ રૂ૫ સક્ષદ્ધબદ્ધ થઈ મોહમલ્લને હણીને હું આરાધનાપતાકા હરીશ. અંતિમકાળમાં અંતિમ તથકરતા ઉદાર ઉપદેશવતુ હું નિશ્ચયપધ્ય એવા અમ્યુધિત મરણને સ્વીકારું છું. -- સુવિહિતો સમ્યફ પ્રકારે આ પ્રત્યાખ્યાનનું પાલન કરીને વૈમાનિક કે દેવ થાય મોક્ષે જાય છે. તો પણ વિશિષ્ટ - વિશિષ્ટતર - વિશિષ્ટતમ ધૃતિવાળાને જ તેની પ્રાપ્તિ થાય છે. તેથી કનિષ્ઠત્વ આદિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy