________________
૧૦:
૪/૧૫
- વિવેચન : ૧રપ -
તક્ષણ જ સમર્થ થતાં નથી. શું કરવાને? પ્રાપ્ત કરવાને, કોને? વિવેકને, દ્રવ્યથી બહારના સંગના પરિત્યાગ રૂપ અને ભાવથી કષાયના પરિહાર રૂપ. અમૃત પરિકમાં જલ્દીથી તેનો પરિત્યાગ ન કરી શકે. અહીં બ્રાહ્મણનું ઉદાહરણ છે -
એક બ્રાહણ પરદેશ જઈને શાખા પારગ થઈને પોતાના દેશમાં આવ્યો. તેને બીજા બ્રાહ્મણે પ્રયુર પ્રકાશિત કરીને કન્યા આપી. તે લોકો પાસેથી દક્ષિણા પામતો હતો. અતિશય વૈભવ વધતાં, તેણે તેની પત્નીને માટે ઘણાં અલંકારો કરાવ્યા. તેણી નિત્ય અલંકારથી મંડિત થઈને રહેતી હતી. તેણે પત્નીને કહ્યું કે- આ પ્રત્યંત ગામ છે, તેથી આ આભરણોનું તિથિ કે પર્વમાં ધારણ કર. કદાચિત ચોર આવી જાય ત્યારે સુખેથી ગોપવી શકાય. તેણી બોલી કે હું તે વેળાએ જલ્દીથી આભુષણોને દૂર કરી દઈશ,
કોઈ દિવસે ત્યાં ચોરો આવી પહોંચ્યા. તે જ નિત્ય શણગારાયેલ રહેતી સ્ત્રીના ઘરમાં પ્રવેયા. તેણીને અલંકાર સહિત પકડી લીધી. તેણી પ્રણીત ભોજત્વથી માંસલ અને પુષ્ટ હાથ-પગ વાળી થઈ ગઈ હોવાથી કટક આદિ આભુષણને કાઢવા સમર્થ ન થઈ. ત્યારે ચોરોએ તેણીના બંને હાથ છેદીને કડલાં વગેરે કાઢી લીધા. લઈને નીકળી ગયા.
એ પ્રમાણે બીજા પણ પૂર્વે પરિકર્મ ન કરેલાં તત્કાલ તેનો ત્યાગ કરવા સમર્થ થતાં નથી. મલનો અપર્વસ તો ઘણો દૂર રહ્યો અહીં મરદેવી માતાનું ઉદાહરણ ન કહેવું. કેમ કે તે આશ્ચર્યરૂપ ઘટના છે. એવા તવ ભાવો મોટા ભાગનાને સંભવતા નથી.
એ પ્રમાણે સમ્યફ પ્રવૃત્તિથી ઉઠીને “પછી છંદ નિરોધ કરીશ” એ પ્રમાણે આળસના ત્યાગમાં ઉધમ કરવો. તથા પ્રકર્ષથી - મન વડે પણ તેના અચિંતનરૂપથી ઇચ્છામદન રૂપ કામોને તજીને, સમસ્ત પ્રાણી સમૂહને સમ્યફ રીતે જાણીને, કઈ રીતે? શબુ અને મિત્રને સમપણે, ક્યાંય પણ રાગ-દ્વેષ કર્યા વિના, તથા મહર્ષિ થઈને - ઐકાંત ઉત્સવરૂપ પણાથી મોક્ષ, તેને ઇચ્છવાના સ્વભાવ વાળા અથવા મથી થઈને. એટલે કે વિષયના અભિલાષ રહિતતાથી નિયાણાયુક્ત ન થઈને આત્માનું રક્ષણ કરે. કોનાથી? કુગતિગમન આદિ અપાયોથી, તે આત્મરક્ષી કહેવાય.
અથવા સ્વીકાર કરે છે આત્મહિત જેના વડે તે આદાન - સંચમ, તેનું રક્ષણ કરનાર, અપ્રમત્ત - પ્રમાદ રહિત થઈને વિચરે. અહીં પ્રમાદના પરિહાર અને અપરિહારમાં આલોક સંબંધી ઉદાહરણ - કોઈ વણિક મહિલાનું બતાવેલ છે, તે આ પ્રમાણે છે :
એક વણિક સ્ત્રી હતી તેનો પતિ પરદેશ ગયેલો. શરીરશુશ્રુષામાં ફતા એવી તેણી દાસ-નોકર-ફર્યકર આદિને પોત-પોતાના અભિયોગમાં નિયોજતી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org