________________
૧૬૯
૪૧૧૮
કરેલાં કર્મોનો મોક્ષ નથી, તેથી આ લોકમાં અથવા પરલોકમાં કર્મોને અવશ્ય વેચવા પડે છે. અથવા હે પ્રાણીઓ આ લોક કે પરલોકમાં જે કારણે જીવો છેદાય છે, તે કારણથી કોઈ જ કાળે નિષેધ કરાયેલા કર્મો અથતિ કુત્સિત અનુષ્ઠાન માટે અભિલાષા ન કરવો. તેને કરવાની વાત તો દૂર રહી તેની અભિલાષા પણ ઘણાં દોષને માટે થાય છે. તેનો સંપ્રદાય આ છે.
એક નગરમાં એક ચોરે રાત્રિમાં દૂર્વગાઢ પ્રસાદે ચડીને કોઈ વિમાર્ગથી ખાતર પાડ્યું. ઘણું જ દ્રવ્ય લઈ ગયો. પોતાને ઘરે પહોંચ્યો. પ્રભાતમાં સ્નાન કરીને શુદ્ધ વાસ ગૃહ હતું ત્યાં ગયો. જેથી કોણ શું બોલે છે તે જાણી શકે, જે જ્યાં સુધી લોકો મને ઓળખી ન જાય. ત્યારે ફરી પણ પૂર્વ સ્થિતિથી હું ચોરી કરી, એમ વિચારીને તે જ ક્ષત્રસ્થાને ગયો.
ત્યાં ઘણાં લોકો ભેગા થયેલા, તે બોલતા હતા કે કઈ રીતે આ દુરારોહ પ્રાસાદે ચડીને વિમાર્ગેથી #ત્ર (ખાતર) કરેલ હશે? કઈ રીતે ભુલ્લક ક્ષત્ર દ્વારથી પ્રવેશેલ હશે? પાછો દ્રવ્ય લઈને નીકળેલ હશે?
તે આ સાંભળીને હર્ષિત થઈને વિચારે છે - આ સત્ય છે હું આમાંથી કઈ રીતે નીકળેલો પોતાના પેટ અને કમર જોઈને ક્ષત્ર મુખને અવલોકે છે. તે જ નિયુકત કુશલ પુરુષોએ જાણ્યું. રાજા પાસે તેને લઈ જઈને શિક્ષા કરી. આ પ્રમાણે પાપકર્મનો અભિલાષ પણ દોષને માટે થાય છે.
આ કહેલાં કર્મોનું અવંધ્યત્વ કહ્યું તેમાં કદાચિત્ સ્વજનથી જ તેની મુક્તિ થશે અથવા મુક્ત વિભજ્ય જ ધનાદિવતુ ભોગવશે એ પ્રમાણે કોઈ માને છે, તેથી કહે છે -
• સૂત્ર • ૧૧૯ :
સંસારી જીતુ પોતાના ને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળાના ઉદયના સમયે કોઈ પણ બધુ બાંધવતા દેખાતો નથી. (તે પાપમાં ભાગીદાર થતો નથી.)
• વિવેચન : ૧૧૯ •
પાપકર્મની સ્પૃહા સદોષ છે, તેથી નિષેધ કર્યો છે. જે આ સર્વ સાધારણ હોય તો આમાં પણ દોષ થશે. તેથી કહે છે - સંસરવું તે સંસાર, તેમાં તેમાં ઉચ્ચ-નીચમાં ભ્રમણ પ્રાપ્ત થશે. પરસ્ટ- પોતાના સિવાયના પુત્ર, પત્ની આદિના પ્રયોજનને આશ્રીને અથવા સાધારણ એટલે કે પોતાના અને બીજાના કામમાં આવશે, એમ વિચારીને કરેલ હોય. કર્મના હેતુત્વથી કર્મ અથવા કરાય છે. કર્મ-ખેતી આદિ, તેથી તે કુખ્યાદિ કર્મ કતી બીજાને માટે કે સાધારણ કરેલ હોય, પોતાના માટે નહીં, તો પણ તે કર્મના વેદન- ફળના અનુભવ ન મળે, તે બંધુઓ- સ્વજનો, જેના હેતુથી તે કર્મ કરેલ છે કે કરો છો, તે બંધુઓ તેનો વિભાગ કરીને કમને લઈ જતાં નથી. જો આમ છે, તો તેની ઉપર પ્રેમ આદિ પ્રમાદનો પરિહાર કરી ધર્મજ ભાવવો જોઈએ. કઈ રીતે? તેવા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org