________________
૧૬૨
• નિયુક્તિ - ૧૮૬ + વિવેચન
ધર્મ, અધર્મ, આકાશના અન્યોન્ય સંવલનથી સદા અવસ્થાન હોવાથી અનાદિકરણ કહ્યું. તે કદી ન હતા તેમ નહીં, નથી તેમ નહીં. નહીં હશે તેમ પણ નહીં - ૪ - અહીં અન્યોન્ય સમાધાન તે કરણ છે, અન્યોન્ય નિર્વર્તન તે કરણ નથી, અહીં ધર્મ, અધર્મ, આકાશનું કરણ એ વક્તવ્યમાં કથંચિત્ ક્રિયા અને ક્રિયાવાનના અભેદ દર્શનાર્થે અનુકુલિત ક્રિયત્વને જણાવવા ધર્મ, અધર્મ, આકાશને કરણ કહેલ છે. આ પ્રમાણે અનાદિક કરણના આ ત્રણ પ્રકારો થાય છે. અહીં અનાદિનો પછીથી નિર્દેશ છતાં પશ્ચાનુપૂર્વી વ્યાખ્યાંગ જણાવવા કહેલ છે.
હવે સાદિક કહે છે - તેમાં ચાક્ષુષુ અને અચાક્ષુષુ સ્પર્શ કહ્યો. ચક્ષુઃ સ્પર્શ તે સ્થૂલ પરિણતિવાળા પુદ્ગલ દ્રવ્ય, તેનાથી બીજા તે અચક્ષુ સ્પર્શ આ બે ભેદ જ સાદિકના છે. હવે ‘દ્વિતય’ કહેવા ઇચ્છે છે
• નિયુક્તિ - ૧૮૭ + વિવેચન -
પરમાણુ સંચય રૂપ, દ્વિપ્રદેશાદિક, પ્રિદેશાદિમાં. આના વડે પરમાણું તે ઉપલક્ષિત કર્યા છે. અભ્રમાં, અભ્રવૃક્ષોમાં ઉપલક્ષણથી આ ઇંદ્ર ધનુષાદિના, તેમાં જો વિધુત ને જ ગ્રહણ કરે છે, ત્યારે તેના સજીવત્વથી શરીરના અને ઔદારિક શરીકરણ નામક પ્રયોગ કરણત્વ પ્રસક્તિ છે. વિધુત આદિ અભ્ર તેમાં, એ પ્રમાણે અભ્ર - વાદળ વિશેષણપણાથી વ્યાખ્યા કરેલ છે. આદિ શબ્દથી ધૂમ્ર આદિને લેવા. સામાયિક નિર્યુક્તિમાં અભ્રાદિ જ વિશ્રસાકરણ કહેલ છે, - • x + x - ૪ - જીવ વ્યાપાર વિના જ ભેદ અને સંઘાત ભેદથી કે તેના વિના પણ જીવપ્રયોગ નિષ્પાદિત થાય છે. નિષ્પન્ન થવા છતાં ચક્ષુ વડે ન દેખાય તે અચાક્ષુષ વિશ્રસાકરણ, અભ્રાદિકરણ સ્વયં નિષ્પાદિત થાય છે, ચક્ષુ વડે દેખાય છે, તે ચાક્ષુષ વિશ્રસાકરણ. - x - હવે પ્રયોગકરણ• નિયુક્તિ - ૧૮૮ + વિવેચન .
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
.
પ્રયોગકરણ બે ભેદે છે - જીવ પ્રયોગકરણ, અજીવ પ્રયોગકરણ, તેમાં જીવવડે ઉપયોગ લક્ષણથી જે ઔદારિકાદિ શરીર અભિ નિર્વર્તે છે, તે જીવ પ્રયોગકરણ, તે બે ભેદે છે - મૂળકરણ અને ઉત્તરકરણ. તેમાં મૂલકરણની વિચારણા કરતાં પાંચ સંખ્યા અવચ્છિન્ન ઉત્પત્તિ સમયથી પુદ્ગલ વિચટનથી શરીર વિનાશ પામે છે. શરીર તે ઔદારિકાદિ પાંચે લેવા. અહીં વિષય અને વિષયીના અભેદ ઉપચારથી કરણ વિષયત્વથી શરીરોને પણ કરણ કહે છે. કેમ કે મૂલત્વ ઉત્તરોત્તર અવયવ વ્યક્તિ અપેક્ષાથી છે. પછી જે અવયવ વિભાગ વિરહિત ઔદારિક શરીરોના પ્રથમ અભિનિર્વર્તન તે મૂલકરણ છે. ચ શબ્દથી ઉત્તરકરણ જ અહીં લેવાય છે. તે ત્રણમાં છે - ઔદારિક, વૈક્રિય અને આહાસ્કમાં. તેજસ અને કાર્યણમાં તેનો સંભવ નથી, તેથી અંગોપાંગનું જ ઉત્તરકરણ એ સંબંધ છે. - ૪ - ૪ - તે અંગો ક્યા છે? તે કહે છે -
• નિયુક્તિ - ૧૮૯, ૧૯૦ + વિવેચન -
મસ્તક, છાતી, પૃષ્ઠ, બે હાથ, બે જંઘા, ઉંદર અને આઠ અંગ છે, તે સિવાયના
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org