________________
૨૧, ૧૨
૧૦૯
નથી. તેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે સ્થાનથી તેણે આલોચના અને પ્રતિક્રમણ ન કર્યા. તે કાળમાસે કાળ કરીને દેવલોક ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને આ જ ભરત ક્ષેત્રમાં આભીરના ઘેર પુત્રરૂપે જન્મ્યો, મોટો થતાં યુવાનીમાં પરણ્યો, પુત્રી જન્મી. તે પુત્રી અતી રૂપવતી હતી. તે ભદ્રકન્યા હતી.
કોઈ દિવસે તે પિતા અને પુત્રી બીજા આભીરોની સાથે ઘીના ગાડાં ભરીને નગરમાં વેચવાને માટે નીકળ્યા. તે કન્યા તે ગાડાંનું સારથીપણું કરતી હતી, પછી તે ગોવાળપુત્રો તેણીના રૂપમાં આસક્ત થઈને તેણીના ગાડાંની નજીક ગાડાં લઈ જઈને તેણીને અવલોકતા હતા. તેનાથી બધાં ગાડાં ઉન્માર્ગે ચાલી ભાંગવા લાગ્યા. તેથી તેણીનું નામ 'અશકટા' પાડી દીધું. અશકટાના પિતાને ‘અશકટાતાત’ કહેવા લાગ્યા. ત્યારે તે અશકટાતાતને વૈરાગ્ય ઉત્પન્ન થતાં, તે કન્યાને પરણાવીને ઘરની બધી સારરૂપ વસ્તુઓ આપીને પોતે દીક્ષા લીધી.
અશકટાતાત મુનિ ઉત્તરધ્યયનના ત્રણ સૂત્રો સુધી ભણ્યા. પછી ‘‘અખૈય’ અધ્યયનનો ઉદ્દેશો કરતી વેળા પૂર્વનું જ્ઞાનાવરણ કર્મ ઉદયમાં આવ્યું. બે દિવસો બે આયંબિલ વડે ગયા. એક પણ શ્લોક તેને યાદ રહેતો ન હતો, આચાર્યએ કહ્યું - આ ‘અસંખ્યેય' અધ્યયન જ્યાં સુધી અનુજ્ઞાત ન થાય ત્યાં સુધી જોગમાં રહેવું. અશકટાતાતે પૂછ્યું - આ કેવા પ્રકારનો યોગ છે ? આચાર્યએ કહ્યું - જ્યાં સુધી યોગ ચાલે ત્યાં સુધી તમારે આયંબિલ કરવાના. તે બોલ્યો - મારે અનુજ્ઞાનું શું કામ છે ? એ પ્રમાણે તે દિવસથી આયંબિલના આહાર વડે બાર વર્ષ પર્યન્ત ‘અસંખ્યક' અધ્યયન ભણ્યો, પૂર્વનું કર્મ ખપાવી દીધું.
આ પ્રમાણે અજ્ઞાન પરીષહને સહન કરવો જોઈએ. પ્રતિપક્ષમાં ભૌમદ્વાર છે. તેમાં પણ આ સૂત્ર સૂચિત આ ઉદાહરણ છે -
• નિયુક્તિ - ૧૨૨ + વિવેચન
.
આ નિયુક્તિની વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી તેનો ભાવાર્થ જણાવવા માટે સંપ્રદાયાનુસાર ક્થાનકને જણાવે છે .
સ્થૂલભદ્ર બહુશ્રુત આચાર્ચ હતા. તેનો એક પૂર્વનો (ગૃહસ્થપણાનો) મિત્ર હતો. સજ્ઞાતીય પણ હતો. તે આચાર્ય વિચરણ કરતાં તે મિત્રના ઘેર ગયા, તેની સ્ત્રીને પૂછ્યું કે - તે ફલાણો ક્યાં ગયો ? તે સ્ત્રી બોલી - વ્યાપાર કરવા ગયા. તેનું ઘર પહેલાં સમૃદ્ધ હતું. પણ પછીથી જીર્ણ - શીર્ણ થઈ ગયું. તેના પૂર્વજોએ એક સ્તંભની નીચે ભૂમિમાં ધન દાટેલું હતું. આ વાત તે આચાર્ય, જ્ઞાન વડે જાણતા હતા.
પછી તેણે તે સ્તંભ સામે હાથ કરીને કહ્યું - અહીં આ સ્તંભના મૂળમાં ઘણું ઘણું ધન રહેલ છે. અને મારો મિત્ર અજ્ઞાનથી ભટકી રહ્યો છે. આ વાત સ્થૂલભદ્ર આચાર્યએ સંકેતથી કહી, તેથી લોકો એવું સમજ્યા કે આ ભગવત્ આ ઘરને જોઈને, પૂર્વે ઋદ્ધિસંપન્ન હતું, પણ હાલ જીર્ણશીર્ણ છે, તે જોઈને અનિત્યતાનું નિરૂપણ કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org