________________
૨ , ૮
૯૯ જ્યારે તે વાસુદેવના શબને વહન કરતા હતા, ત્યારે સિદ્ધાર્થ વડે પ્રતિબોધ થયા, કૃષ્ણના શરીર સંસ્કાર કરીને, કૃતસામાયિક થઈ સાધુ વેશને સ્વીકારીને, ઉંચા શિખરે તપ તપતા, માન વડે - કયાં નોકરોનો ભિક્ષાર્થે આશ્રય કરવો ? તેથી કઠિયારા આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. પણ ગામ કે નગરનો આશ્રય કરતા નથી. તેણે યાયના પરીષહને સહન ન કર્યો. એ પ્રમાણે ન કરવું. બીજા કહે છે - બળદેવને ભિક્ષાર્થે ભમતા, ઘણાં લોકો તેના રૂપથી આક્ષિપ્ત થઈ, બીજું કંઈ ન કરતાં. તેનામાં જ ચિત્ત રાખીને રહેતા હતા. તેથી તેઓ ગ્રામાદિમાં જતાં ન હતા. યથા આવેલ પથિક આદિ પાસેથી ભિક્ષાને પામે છે. આ ચારના પરીષહ પ્રશસ્ત છે.
આ પ્રમાણે બાકીના સાધુઓએ યાચના પરીષહ સહન કરવો. યાચનામાં પ્રવૃત્તને ક્યારેક લાભાંતરાયના દોષથી ન પણ મળે. તેથી અલાભ પરીષહ કહે છે -
• સબ - ૬, ૮૦
ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતાં સાબ આહારની કોપા કરે. હાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે.. “અાજે મને કંઈ ન મળ્યું, કદાચ કાર્લ મળી જાય છે એ પ્રમાણે વિચારે છે, તેને અલાભ” પીડા આપતું નથી.
• વિવેચન - ૯, ૮૦
ગૃહસ્થોમાં કવલ (ભોજન), આના વડે મધુકરવૃત્તિ કહી. તેની ગવેષણા કરે. જે ખવાય તે ભોજન - ઓદન આદિ, તે તૈયાર થઈ ગયું હોય. કેમકે વહેલા જવાથી સાધુ માટે જે રાંધવા આદિની પ્રવૃત્તિ થાય તેવું ભોજન ગૃહસ્થો પાસેથી પ્રાપ્ત થાય કે ન થાય તો પણ સંયત અનુતાપ ન કરે. જેમકે - અહો ! મારી અધન્યતા જુઓ, કે જે મને કંઈ નથી મળતું. અથવા મળી જાય તો, “હું લબ્ધિમાન છું' એવો હર્ષ ન કરે. અથવા ઓછું મળે કે અનિષ્ટ મળે તો પણ આવો અનુતાપ સંભવે છે. (તે ન કરે.).
કયા આલંબનને અવલંબીને અનુતપ કરે, તે કહે છે. ભલે, આજે મને મળેલ નથી, આવી લાભ પ્રાપ્તિ આગામી દિવસે પણ સંભવે છે. - - ઉક્ત પ્રકારે અદન મનથી પ્રતિસમીક્ષા કરે, અલાભને આશીને આલોચના કરે. પણ લાભ પરીષહથી અભિભૂત ન થાય. અહીં લૌકિક દૃષ્ટાંત છે.
| વાસુદેવ, બલદેવ, સત્યક અને દારક અશ્વો વડે અટવીમાં અપહરાયા, વડના ઝાડની નીચે રાત્રિના વાસ કર્યો. ચારે પ્રહરના જાગવાના ભાગ કર્યા. દારુકનો પહેલા પ્રહર હતો. ક્રોધ પિશાયરૂપ કરીને આવ્યો. અને દારુકને કહે છે - હું આહારને માટે આવેલ છું. આ સુતેલાને ખાઈ જઈશ, અથવા મારી સાથે યુદ્ધ કર. દારુક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દાકને પિશાયને જેમ જેમ હણવાને સમર્થ ન થયો તેમ તેમ રોષે ભરાવા લાગ્યો. જેમ જેમ રોષિત થતો ગયો તેમ તેમ તે ક્રોધ વધવા લાગ્યો. એ પ્રમાણે તે દારુકે છૂપાણ થઈ, તે પ્રહને વહન કર્યો.
પછી સત્યકને ઉઠાડે છે. સત્યક પણ તે પ્રમાણે જ પિશાચ વડે ચઢાણ કરાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org