________________
૬
અધ્ય૦ ૨ ભૂમિકા સાક્ષેત્રપૂર્વમ્ - સૂર્યોદયને પ્રજ્ઞાપકપૂર્વ - પ્રજ્ઞાપને આશ્રીને જે સામે હોય તે પૂર્વદિશા. પૂર્વપૂર્વ - ચૌદ પૂર્વોમાં પહેલું, તે ઉત્પાદકપૂર્વ. એ પ્રમાણે પ્રાભૃત - અતિપ્રાભૃતમાં પણ યોજવું. ભાવપૂર્વ - આધ ભાવ, તે દયિક નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે, ઇત્યાદિ - x- ૪- સૂત્ર કહે છે -
• સૂત્ર - ૬
જે કામ ભોગનું નિવારણ ન કરી શકે, તે સંકલ્પને વશીભૂત થઈને પગલે-પગલે વિષાદ પામતો. ગ્રામશ્વનું પાલન કઈ રીતે કરશે.
• વિવેચન - ૬
અહીં સંહિતાદિ ક્રમથી બઘાં સૂત્રોનું વ્યાખ્યાન કરતાં ગ્રંથો વધી જાય, તેથી સૂત્રના પરિજ્ઞાન સંબંધી ભાવાર્થ માત્ર કહે છે - તેમાં પણ હું કેટલો? કયારે? કેવી રીતે? ઇત્યાદિ આદેશ્ય પાઠાંતર છે. તેને છોડીને જે દેખાય છે. તે જ વર્ણન કરું છું. જે કામોને નિવારતો નથી. તે કઈ રીતે? કયા પ્રકારે? સાધુપણાને કહે. જેમ પ્રજાનું રક્ષણ ન કરે તે રાજા ન કહેવાય તેમ જે કામોને ન રોક - ન નિવારે તે સાધુ ન કહેવાય. -
તેમાં કારણ કહે છે - કામ ને ન રોકવાથી ઇન્દ્રિયાદિ અપરાધ પદની અપેક્ષાથી પગલે પગલે વિષાદ પામતો કેમકે અપ્રસ્ત અધ્યવસાય રૂપ સંકલ્પને વશ વર્તે છે. અહીં બાકીના પદાર્થોને છોડીને કામ પદાર્થની હેયપણે ઉપયોગીપણાથી પહેલાં તેનું સ્વરૂપ કહે છે -
• નિર્યુક્તિ - ૧૨, ૧૬૩ • વિવેચન
નામકામ, સ્થાપનાકામ, દ્રવ્ય કામ અને ભાવકામ, ચ શબ્દ સ્વગત અનેકભેદના સમુચ્ચમાર્ગે છે. કામનો નિક્ષેપ ચાર ભેદે થાય છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય કામનું પ્રતિપાદન કરે છે - શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ મોહોદયાભિ ભૂત જીવો વડે ઇચ્છાય છે તે કામ છે મોહોદયકારી જે દ્રવ્યો- સંઘાટક, વિકટ, માસાંદિ છે, તે પણ મદનકામ નામે ભાવકામના હેતુ પણાથી દ્રવ્ય કામ છે. હવે ભાવ કામને કહે છે - તે બે ભેદે છે, ઇચ્છાકામ અને મદનકામ. તેમાં કોષણા તે ઇચ્છા, તે જ ચિત્તના અભિલાષરૂપથી કામ તે ઇચ્છા કામ, મદ કરાવે તે મદન - તે વિચિત્ર મોહોય છે. તે જ કામ પ્રવૃત્તિનો હેતુ હોવાથી કામ તે મદનકામ છે,
• નિર્યુક્તિ - ૧૬૪, ૧૬૫ - વિવેચન
ઇચ્છા-પ્રશસ્ત અને અપ્રશસ્ત બે ભેદે છે. તેમાં પ્રશસ્ત તે ધર્મેચ્છા અને મોક્ષેચ્છા છે. અપ્રશસ્તા બે ભેદે - યુદ્ધચ્છા અને રાજ્યચ્છા છે. ઇચ્છાકામ કર્યું, હવે મદનકામ કહે છે - મદન કામ બંનેનું નિરૂપણ કરીએ. તે કયો છે? વેદોપયોગ. વેદ - જે વેદાચ તે વેદ - સ્ત્રી વેદ આદિ, તેનો ઉપયોગ - તેનો વિપાક અનુભવ. બીજા કહે છે - તેનો વ્યાપાર. જેમકે સ્ત્રી વેદના ઉદયથી પુરુષની પ્રાર્થના કરે છે, ઇત્યાદિ. તે મદનકામનો અહીં અધિકાર છે. તીર્થકર, ગણધરો તેથી મદનકામને કહે છે - તે લક્ષણ આ પ્રમાણે
જેમાં પ્રાણી બંધાય-વિષીદાચ તે વિષય- શબ્દાદિ, તેથી સુખ પ્રાપ્તિમાં આસકત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org