________________
૭૪
દશવૈકાલિકમૂલસૂબ-સટીક અનુવાદ કરીને હવે હેતુ, તત્કૃદ્ધિનો વિપક્ષ - પ્રતિષેધ કહે છે -
નિયુક્તિ - ૧૪૫ - વિવેચન
જેમણે પાંચ ઇંદ્રિયો જીતી નથી, તેઓજ એવું બોલે છે તથા કપટ સહિત વર્તે છે. તે માયાવી બીજાને ઠગનાર છે. તેઓ પાસે વસ્ત્રાદિ અનેક પ્રકારે પરિગ્રહ વર્તે છે. તે મહા પરિગ્રહી છે. તેઓ પ્રાણીનો વધ કરે છે. તે યાજ્ઞિકો જે પૂર્વોક્ત અજિતેન્દ્રિય આદિ દોષથી દુષ્ટ અને યજ્ઞયાજક છે. તેઓ જો પૂજાય છે તો બળતો અગ્નિ પણ ઠંડો થવો જોઈએ, પણ તે કદી ઠંડો થતો નથી. આકાશમાં કમળની માળા થવી જોઈએ, પણ તેમ નથી થતું જેમ જેનો અત્યંત અભાવ છે, તે થાય નહીં, તેમ જ યજ્ઞ કરનાર પૂજાય તે પણ અશક્ય છે. કદાચ કાળના દુર્ગુણથી કોઈ અવિવેકીથી યજ્ઞ કરનાર પૂજાય તો પણ મંગળ પણાની સિદ્ધિ ન થાય. - x- નિર્મળ બુદ્ધિવાળાની જ પ્રવૃત્તિ સત્યપણાને પમાડે છે. પણ તેમની અસત્ય વસ્તુમાં જાણી જોઈને સાચી પ્રવૃત્તિ ન થાય. તેથી વિશદ્ધ બદ્ધિક સુરેન્દ્ર આદિ તો અહિંસાદિ લક્ષણવાળા ધર્મને જ પૂજે છે, યજ્ઞ બાજીને નહીં. એ રીતે દેવ-દાનવાદિ પૂજિત ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલ જાણવો.
આ હેતુ તથા તેની વિભક્તિ, તેનો વિપક્ષ પ્રતિષેધ અહીં ન કહ્યો હોવા છતાં પ્રકરણથી જાણી લેવો. - *- હવે દષ્ટાંતનો વિપક્ષ પ્રતિષેધ કહે છે -
• નિર્યુક્તિ - ૧૪૬ - વિવેચન
બદ્ધ, કપિલ આદિ ઉપચાર વડે કિંચિત અતીન્દ્રિય કહે છે તેથી તે પૂજાને ચોગ્ય થતાં નથી, પરંતુ જિનેશ્વર તો પરમાર્થથી સર્વજ્ઞત્વ આદિ અસાધારણ ગુણ યુક્ત હોવાથી પૂજાને યોગ્ય છે. આ દૃષ્ટાંતનો જે વિપક્ષ તેનો નિષેધ કર્યો. આ છઠ્ઠો અવયવ છે, “તુ' શબ્દથી આ અનંતરોક્ત બધો પ્રતિજ્ઞાદિ વિપક્ષ પ્રતિષેધ પાંચ પ્રકારનો છતાં એક જ છે. છઠ્ઠો અવયવ કહીને હવે સાતમો અવયવ દષ્ટાંત નામે કહે છે -
• નિયુક્તિ - ૧૪૭ - વિવેચન
પૂજાને યોગ્ય માટે અરહંત, કર્મ ફરી ન ઉગે માટે અરુહંત. દષ્ટાંત છે તે સંબંધ છે. તેના માર્ગમાં જનાર એટલે તેના કહેલા માર્ગે વર્તવાનો જેમનો આચાર છે. તે સાધુઓ સમ્યગદર્શનાદિ યોગથી મોક્ષને સાધે છે, તે દેહાંત છે. તે સાધુઓ અગદ્વેષ સહિત ચિત્તવાળા જાણવા. શું તેઓ પણ દષ્ટાંત છે? હા, અહિંસાદિ ગણ યુક્ત હોવાથી તે છે. વળી ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલો આહાર તેઓ શોધે છે. પણ ન રાંધવા, ન રંધાવવા વડે આરંભ કરવાની પીડા રહિત તેઓ છે. એ પ્રમાણે બે પ્રકારે દષ્ટાંત કહ્યો. આ દષ્ટાંત વાક્ય છે. તે સંસ્કારીને કહેવું. અરહંત આદિ વત્ સાધુઓ પૂજાય છે. હવે આઠમો અવયવ કહે છે -
• નિર્યુક્તિ - ૧૪૮- વિવેચન
તે દષ્ટાંતમાં આશંકા થાય કે “સાધુને ઉદ્દેશીને કોઈ કહે અને કોઈ બાળકોને આશ્રીને સંધે તો ગૃહસ્થને દોષ લાગે કે કેમ? આ વિષમ દષ્ટાંત છે. વસ્તુતઃ રંધાવવા ઉપર જો આજીવિકા કરતા હોય તો નિર્દોષ વૃત્તિનો અભાવ થઈ જાય, તેમ અમે પૂર્વે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International