________________
૬૪
દશવૈકાલિકલસૂત્ર-સટીક અનુવાદ લક્ષણ સૂત્રથી જાણવો.
• ભાષ્ય • ૩ - વિવેચન
અપાયુ, કૃત, કારિત, અનુમોદિત, ઉદ્દિષ્ટિ ભોજી ચરક આદિ છે, એમ બતાવે છે કે ત્રાસ પામનાર તે ત્રસ જીવો - બે ઇંદ્રિયાદિ. સ્થિર રહેનારા તે સ્થાવરો - પૃથ્વી આદિ, તેમની હિંસા - પ્રાણનો ઘાત. તેના વડે અનિપૂણ - સ્થળ મતિવાળા ચરક આદિ લેપાય છે. તેથી જે જીવોને પીડા થાય તેના વડે બંધાયેલા કર્મચી તેઓ લેપાય છે. તેથી ચરક આદિ શુદ્ધ ધર્મ સાધકો નથી. પણ સાધુ જ સાધક છે.
• ભાષ્ય - ૪- વિવેચન
અનંતર કહેલ હેતુ વિશુદ્ધિ બતાવી. હવે દષ્ટાંતની વિશુદ્ધિ સૂત્રમાં કહી છે. તે સૂત્ર જ અહીં બતાવે છે.
• સૂત્ર - ૨ -
જે પ્રમાણે ભમર, વૃક્ષોના પુષ્પોમાંથી થોડો-થોડો રસ પીએ છે પણ પુષ્યને પીડા નથી કરતો અને પોતાને પણ તૃપ્ત કરી લે છે. (તેમ - )
• વિવેચન - ૨ -
દશ અવયવ નિરૂપણામાં પ્રતિજ્ઞાદિનો ત્યાગ કરી સૂત્રકારે દૃષ્ટાંત જ કેમ કહ્યું? દષ્ટાંતથી જ હેતુ-પ્રતિજ્ઞા વિચારી લેવી, એવો ન્યાય બતાવવા. હવે ચાલુ વાત કરે છે - જે પ્રકારે વૃક્ષના પુષ્પમાં સંપૂર્ણ પદ કહેનાર ઉપમામાં ગૃહી - વૃક્ષના આહારાદિ પુષ્પોને આશ્રીને વિશિષ્ટ સંબંધ બતાવવા કહે છે - અન્યાયોપાર્જિત ધનના દાનના ગ્રહણમાં પ્રતિષેધ કર્યો છે. ભમરો - ચઉરિદ્રિય પ્રાણી છે. તે મર્યાદાથી ફૂલોનો રસ પીએ છે. આ દૃષ્ટાંત તદેશ ઉદાહરણ જાણવું. આ સૂત્ર સ્પર્શિક નિયુક્તિમાં બતાવશે. હવે દષ્ટાંત વિશુદ્ધિ કહે છે - તે પુષ્પને પીડતો નથી. છતાં તે પોતાને તૃપ્ત કરી દે છે. અવયવાર્થે નિર્યુક્તિકાર વિસ્તારથી કહે છે -
• નિર્યુક્તિ - ૯૭ થી ૯ - વિવેચન
(૭) જેમ “ભમરો', આ દેશ ઉદાહરણ છે. જેમ ચંદ્રમુખી કન્યા. તે ફક્ત સૌમ્યત્વને આશ્રીને લેવાય છે, કલંકાદિને તેમાં ન ઘટાવવું. (૯૮) એ પ્રમાણે ભમરાના ઉદાહરણમાં અનિયત વૃત્તિત્વને ગ્રહણ કરવું. પણ ભમરાના અધર્મપણા કે અવિરતિ આદિ ન લેવા. આ દૃષ્ટાંત વિશુદ્ધિ સૂત્રમાં કહી છે. આ બીજી શુદ્ધિ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં કહી. (૯૯) અહીં આ પ્રમાણે વ્યવસ્થા થતાં કોઈ કહેશે કે - સુવિહિત શ્રમણો માટે કરશે અર્થાત જો આ સોઈ ગૃહસ્થ વડે કરાય છે, તે પુન્ય પ્રાપ્તિના સંકલ્પથી શ્રમણો માટે કરશે. જો તેઓ આવી ભિક્ષાને ગ્રહણ કરશે તો તેઓ આહારકરણ ક્રિયા રૂપ આરંભ દોષથી “પાકોપજીવી' એ પ્રમાણે લેપાય છે. લૌકિકો પણ કહે છે - જેમ કૂપ વડે કાયક હણે છે અને ખાવા વડે ખાનારો હણે છે. ઘાતક વધની બુદ્ધિથી હણે છે. આ ત્રણ ભેદે વધી છે. તેના પરિહાર માટે ગુરુ કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org