________________
૫ ૨
૧ - ૧
• નિર્યુક્તિ - ૭૦ - વિવેચન -
શિષ્યને, જેમ તે માને તેવા કોઈપણ સિદ્ધાંતોક્ત ઉપાય વડે અટકાવવો, જેથી તેસભ્ય વર્તે. આ પ્રમાણે લૌકિક ચરણકરણાનુયોગને આશ્રીને કહ્યું તેમ દ્રવ્યાનુયોગને આશ્રીને કહે છે. કોઈ નાસ્તિક બકવાદ કરે કે ઘટ-પટ આદિ પદાર્થ નથી, તો જીવ ક્યાંથી હોય? તેને આ કહેવું
• નિતિ - ૧ : વિવેચન
જે તું એમ કહીશ કે પદાર્થો નથી, તો આ વચન ભાવ પ્રતિષેધક છે કે નહીં એવા બે વિકલ્પ તને થશે. જે છે એમ કહીશ, તો પ્રતિજ્ઞા હાનિ થશે. ઇત્યાદિ - x x - હવે પ્રત્યુત્પન્ન વિનાશને આશ્રીને કહે છે
• નિર્યુક્તિ • ૨ - વિવેચના
વિવક્ષા પૂર્વક જીવનો નિષેધક શબ્દ અજીવ છે. જીવ વિવક્ષાનો ઉલટો અર્થ એ છે કે જીવ ધર્મની અસિદ્ધિ ન થાઓ. ઇત્યાદિ • * - *• વડે જીવ-આત્મા સ્વયં સિદ્ધ થાય છે. ઇત્યાદિ - x x-x- સ્વયં વૃત્તિકાર જ કહે છે કે ગ્રંથ વિસ્તાર ભયે વધુ કહેતાં નથી. અમે આ વૃત્તિનો અતિ સંક્ષેપ કરેલ છે. આ રીતે પ્રત્યુત્પન્ન વિનાશ હારનો સંક્ષેપ કર્યો.
હવે તેના દેશ, દ્વાર, અવયવાર્થને કહે છે - • નિર્યુક્તિ • ૭૩ - વિવેચન
ઉદાહરણ પૂર્વવતું. તેનું ઉપલક્ષણ આ છે - તેનો દેશ એટલે ઉદાહરણ દેશ. તે ચાર ભેદે છે. તે જ બતાવે છે. અનુશાસન તે અનુશાસિત. અર્થાત સદ્ગુણોના કીત્તનથી ગુણોની પુષ્ટિ કરવી. ઉપાલંભ એટલે ઠપકો. તે જૂદી જૂદી રીતે કહેવો. પૃચ્છા - પ્રસ્ત, શું- કેમ કોનાથી વગેરે. નિશ્રાવયન - કોઈની પણ નિશ્રા લઈને વિચિત્ર ઉક્તિ છે.
o સુભદ્રાનું ઉદાહરણ - ચંપા નગરીમાં જિનદત્ત શ્રાવક હતો. તેને સુભદ્રા નામે પુત્રી હતી. તે ઘણી રૂપવતી હતી. તેણીને કોઈ બુદ્ધ ઉપાસકે જોઈ. તે તેણીમાં આસક્ત થઈ. તેણીની માંગણી કરી. શ્રાવકે કહ્યું - હું મિથ્યાદેષ્ટિને પુત્રી ન આપું. તે બૌદ્ધ ઉપાસક પછી સાધુ પાસે ગયો. તેમને ધર્મ પૂળ્યો. સાધુએ કહ્યું. ત્યારે કપટ શ્રાવકે ધર્મ સ્વીકાર્યો. ત્યાં તેણે સદ્ભાવથી પરી ધર્મ સ્વીકાર્યો પછી સાધુને સાવ કહ્યો. મેં કપટથી કન્યા માટે આવું કરેલ. હવે મને અણુવતો આપો. પછી તે પ્રગટ શ્રાવક થયો. સમય આવ્યે વ્રતસંબંધી માળા સ્થાપી. ત્યારે જિનદત્તે તેને શ્રાવક માનીને કન્યા આપી. પાણિગ્રહણ થયું. તેણે કોઈ દિવસે સસરા પાસે પોતાની સ્ત્રીને લઈ જવા રજા માંગી. શ્રાવકે કહ્યું - તમારું કુળ અન્યધર્મી છે, મારી પુત્રી તેને અનુવર્તશે નહીં પછી અપમાન થાય. તે કબૂલ થયો. જૂદું ઘર લઈને રહ્યો. તેણીની સાસુ અને નણંદ તેણી પ્રત્યે દ્વેષ રાખે છે.
કોઈ દિવસે સાસુ-નણંદે સુભદ્રાના પતિને કહ્યું- તારી સ્ત્રી સાધુ સાથે લપેટાયેલી છે. શ્રાવકે શ્રદ્ધા ન કરી. કોઈ વખત તપસ્વી સાધુ ભિક્ષાર્થે આવેલ. તેમની આંખમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org