________________
૩૪
દશવૈકાલિકમૂલ બસટીક અનુવાદ થઈ પડે. ગોલ' જેમ લાખનો ગોળો અગ્નિથી ઘણો દૂર કે ઘણો નીકટ ન હોય તો લાખનો ઉપયોગ થઈ શકે છે. તેમ સાધુગૃહસ્થની અતિ નીકટ કે દૂર ન રહે તો સંયમ લક્ષી જાણવો. દૂર રહેતો અનેષણા અને અદર્શનાદિ થાય. બીજાને ચોરની શંકા થાય, તેથી ગૌચરીને માટે ગયેલ સાધુ પરિમિત ભૂમિમાં ઉભો રહે.
“પુત્ર'- પુત્રના માંસની ઉપમાથી ભોજન કરવું. અહીં ‘સુષમા'નું દષ્ટાંત કહેવું. ઉદક - પ્રતિ દિકના ઉપમાનાણી નિત્યે અન્નપાન વાપરે. દષ્ટાંત આ પ્રમાણે - જેમ એક વણિક દારિદ્ર દુ:ખથી અભિભૂત થઈ કોઈ રીતે ભટક્તાં રત્નદ્વીપે પહોંચીને ત્રિલોકમાં સુંદર અનર્થ રત્નો પ્રાપ્ત કર્યા. તે ચોરોથી આકુળ અને દીર્ઘકાળ સુધી ભયને લઈને તે રસ્તો ઓળંગીને આવવા શક્તિમાન ન હતો. તેથી તેણે બુદ્ધિ કૌશલ્યથી રત્નોને એકાંત પ્રદેશે સ્થાપીને બીજા જૂના પત્થરો લઈને ગાંડાનો વેશ લઈને નીકળ્યો અને બોલવા લાગ્યો “રત્નાવણિક જાય છે, ત્રણ વખત બોલવા છતાં કોઈ ઉભું ન થયું ત્યારે રસ્તો લઈને નીકળી ગયો. જંગલમાં ઘણી તરસ લાગવાથી જેટલામાં કુથિત પાણીનું ખાબોચીયું જોયું. તેમાં ઘણાં હરણાદિ મરેલાં હતાં. તેનાથી બધું પાણી ચરબીરૂપ થઈ ગયેલ. તે વણિકે ન છૂટકે સ્વાદ કર્યા વિના તે પાણી પીધું. રત્નો ઘેર લાવ્યો. એ પ્રમાણે સાધુને રત્ન સમાન જ્ઞાનદર્શન - ચાસ્ત્રિ જાણવું. ચૌર સ્થાને વિષયો જાણવા. કુથિત જળના સ્થાને પ્રાસુક એષણીય સંત-પ્રાંત આહારદિ કરે. ત્યારે તેના બળથી જેમ વણિક આ ભવે સુખી થયો. એ પ્રમાણે સાધુ પણ સુખી થશે. આવી સ્થાને રહેલ સંસારનો વિસ્તાર - છૂટકારો થશે. આ બધાં એકાર્થિક છે. અધિકારથી જ અનેક અર્થ છે. ગાથાર્થ કહ્યો. નામ નિષ્પન્ન કહ્યો.
હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિપાનો અવસર છે. છતાં તેને કહેતા નથી. કયા કારણે? કેમકે અહીં ત્રીજો અનુયોગદ્વાર ‘અનુગમ' નામે છે. તેમાં નિક્ષિપ્ત અહીં નિક્ષેપ થાય છે. લાઘવતાર્થે ત્યાં નિક્ષેપ કરીશું. હવે અનુગમ કહીએ છીએ - તે બે ભેદે, સૂત્ર અનુમગ અને નિયુકિત અનુગમ. તેમાં નિયુક્તિ અનુગમ ત્રણ ભેદે છે - નિક્ષેપ નિયુક્તિ અનુગમ. ઉપોદ્ધાત નિયુક્તિ અનુગમ અને સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ અનુગમ. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ તે આ અધ્યયનાદિ નિક્ષેપ કહ્યો તે જાણવો. ઉપોાત નિયુક્તિ અનુગમ બે દ્વારગાથાથી જાણવો. તે આ પ્રમાણે - ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતારણ, અનુમત, શું, કઈ જાતનું કોનો, ક્યાં, શેમાં, કેવી રીતે, કેટલીવાર, કેટલાં આંતરાવાળું, અવિરહિતા, ભવ આકર્ષ, સ્પર્શના અને નિરૂક્તિ. તેનો વિશેષાર્થ વિશેષાવશ્યકથી જાણવો.
ચાલ યોજનામાં આ પ્રમાણે છે - તીર્થકરે ઉપોદઘાત કરીને આર્ય સુધમનેિ તથા તેમનું પ્રવચન પછી જંબૂ સ્વામીને, પછી પ્રભવ સ્વામીને પછી આર્ય શjભવને કહેવાયું. તેણે આનો ઉદ્ધાર કર્યો, તે પ્રમાણે કથન કર્યું. જેને આશ્રીને આ ચાયુ, તે પૂર્વે કહેલ છે. કેમકે અંતરાલમાં ઉપોદઘાત ત્યાં સ્વીકારેલ હતો, તેથી ત્યાં કહેલું છે, ત્યાં પણ ઉપયોગી જ હતું. - x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org