________________
સ
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
વિશેષનો સંગ્રહ હોવાથી તેનો જ અધિકાર જાણવો. બીજા કહે છે શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક ભાવમાં વર્તે છે. તેથી ભાવ એકમાં તેનો અધિકાર છે. હવે બે વગેરેનો છોડીને સીધો દશ' શબ્દનો નિક્ષેપ પ્રતિપાદન કરે છે -
• નિયુક્તિ - ૯ + વિવેચન -
- X
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ ‘દશ'નો નિક્ષેપ છ ભેદે છે. - તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દશ દ્રવ્ય - સચિતાદિ ત્રણ ભદે પૂર્વવત્. ક્ષેત્રદશક તે દશ ક્ષેત્ર પ્રદેશ. કાળ દશક તે દશ કાલ - વર્તના આદિ રૂપત્વથી કાળની દશ અવસ્થા વિશેષ છે. તે બાલ, ક્રિડાદિ છે. ભાવ દશક તે દશ ભાવ તે સાન્નિપાતિક ભાવમાં સ્વરૂપથી ભાવવા અથવા તે જ વિષયમાં વિવેચન કરવા વડે આ દશ અધ્યયન જાણવા. આ પ્રમાણે દશ શબ્દનો નિક્ષેપો બહુવચનવાળો હોવાથી છ પ્રકારે થાય છે. હવે પ્રસ્તુતમાં ઉપયોગી હોવાથી કાળના દશ દ્વાર કહે છે -
• 'કાલ' આદિ દ્વાર
-
• નિયુક્તિ - ૧૦ -
બાલા, ક્રીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, ઇત્ પ્રપંચા, પ્રાભારા, મૃન્મુખી, શાયિની આ દશ અવસ્થા - પ્રાણીની અવસ્થા વિશેષ કહે છે
–
-
(૧) મનુષ્યને જન્મથી માંડીને પહેલાં દશ વર્ષમાં સુખદુઃખનો અનુભવ થવાનો બહુ સંભવ નથી. (૨) બીજા દશકામાં કંક સમર્થ થતાં કામભોગ સિવાયની બીજી કળામાં ખલે છે, કામ ક્રીડામાં ઓછી મતિ હોય છે. (૩) ત્રીજા દશકામાં પાંચે ઇંદ્રિયો સંપૂર્ણ હોવાથી અને ધરમાં વસ્તુ હોવાથી ઇંદ્રિયોના વિષય ભોગ ભોગવવા સમર્થ થાય છે. (૪) ચોથી દશામાં પોતાનું બળ દેખાડવાને જો નિરૂપદ્રવી હોય તો સમર્થ થાય છે.
(૫) પાંચમામાં પોતાના ઘર અને કુટુંબને સુખી કરવા ઇચ્છે છે અથવા ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવાની ચિંતા કરે છે. (૬) હાયની દશામાં ઇંદ્રિયો થાકવાથી ભોગથી વિમુખ થાય છે. (૭) ઇંદ્રિયો વધુ થાકતા ખાંસી થાય, બળખા પડે, (૮) આઠમીમાં પોતાના શરીરની ચામડી સંકોચાઈને વળીયા પડે છે. વૃદ્ધાવસ્થાને લીધે સ્ત્રીઓમાં અનિચ્છિત બને છે. (૯) મૃત્યુમુખ અવસ્થામાં પડેલો બુટ્ટાપણામાં ઘરમાં રહી મરેલા માફક પડી રહે છે. (૧૦) દશમી અવસ્થામાં મૃત્યુવાળુ, દીનમુખી, વિપરીત ચિંતવનારો, દુઃખી પડી રહે છે.
હવે કાળ નિક્ષેપનું વર્ણન કરવાને કહે છે - • નિયુક્તિ ૧૧ - વિવેચન -
દ્રવ્ય, અદ્ધા, યથાયુષ્ક, ઉપક્રમ, દેશ, કાળ, પ્રમાણ, વર્ણ, ભાવ અને પ્રકૃત એ દશ ભેદે કાળ છે. તેમાં - (૧) દ્રવ્યકાળ - વર્તનાદિ લક્ષણ, (૨) અદ્ધાકાળ - ચંદ્ર, સૂર્યાદિ ક્રિયા વિશિષ્ટ અઢીદ્વિપ સમુદ્રવર્તી કાળ, જે સમયાદિ લક્ષણ છે. (૩) યથાયુક કાળ - દેવાદિ આયુ લણ, (૪) ઉપક્રમ કાળ - અભિપ્રેત અર્થને નીકટ લાવવા રૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org