________________
૧૦/- ૪૮૫ થી ૪૮૯
૨૧ સચેતન આદિ રૂપ પૃથ્વીને સ્વયં ખોદે નહીં, બીજા પાસે ખોદાવે નહીં, ખોદતા એવાને અનુમોદે નહીં. એ પ્રમાણે બધે જાણવું. સચિત્ત પાણી ન પોતે પીવે, ન બીજાને પવડાવે, અગ્નિ, છ જીવનો ઘાતક છે. કોની જેમ ? તે કહે છે - ખગાદિ શાસ્ત્ર અને ઉજુવાલિત અગ્નિની જેમ. તેને સ્વયં ન સળગાવે, બીજા પાસે ન સળગાવડાવે, જે આવો છે, તે ભિક્ષુ છે.
(શંકા) છ જવનિકાયાદિમાં બધાં અધ્યયનોમાં આ અર્થ કહેલ છે, તો ફરી કેમ કહ્યો? (સમાધાન) ઉક્તાર્થ અનુષ્ઠાનરત જ ભિક્ષુ છે. તે જણાવવા માટે કહ્યું, તેથી તેમાં દોષ નથી.
વાયુના હેતુ માટે વસ્ત્રના છેડાથી પોતાને સ્વયં ન પવન નાંખે, ન બીજા પાસે નખાવે. હરિત - લીલુ ઘાસ વગેરે પોતે છેદે નહીં, બીજા પાસે ન છેદાવે. બીજ - હરિત ફળ રૂપ, ઘઉં આદિને સર્વકાળ સંઘટ્ટનાદિ ક્રિયા વડે તજી દે. કદાચિત અપષ્ટ આલંબનથી સચિત્તને ન આહારે - ન ખાય, તે ભિક્ષુ છે.
ઔશિકાદિના પરિહારથી બસ- સ્થાવરનો પરિહાર કરે છે- બેઇંદ્રિય આદિ, પૃથ્વી આદિનું હનન થાય છે. શેનાથી ? દેશિક કરવામાં વિશેષ શું? પૃથ્વી, વ્રણ, કાષ્ઠ નિશ્ચિત- તેના સમારંભથી, જે એમ છે તો ઓદેશિક, કૃત આદિ બીજા સાવધાન ભોગવે, માત્ર એટલું જ નહીં, પણ સ્વયં રાંધે નહીં, બીજા પાસે રંધાવે નહીં, રાંધનારને અનુમોદે નહીં, એવો તે ભિક્ષ છે.
વીતરાગે કહેલ, વિધિ પ્રમાણે ચાસ્ત્રિ ભાવનાને પ્રિય માનીને મહાવીર પ્રભુના વચનાનુસાર પૃથ્વી આદિ છ કાયને પણ પોતાના જીવ જેવા પ્રિય ગણે, પંચમહાવ્રતને પાળે, પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રયને છોડીને પાંચ ઇંદ્રિયોને અંકુશમાં રાખે તે ભાવ ભિક્ષુ છે.
• સુત્ર - ૪૯૦ થી ૪૯૪ -
(૯૦) જે ચાર કષાયોનું વમન કરે છે, તીર્થકરોના પ્રવચનમાં સદા ધ્રુવયોગી રહે છે, અકિંચન છે, સ્વયં સોના અને ચાંદીથી મુક્ત છે, ગૃહસ્થનો સોગ કરતો નથી, તે ભિક્ષ છે.
(૪૧) જે સણષ્ટિ છે, જે સદા અમૂઢ છે, જ્ઞાન - તપ - સંયમમાં આસ્થાવાન છે, તથા તપથી પાપકર્મોને નષ્ટ કરે છે અને જે મન, વચન, કાયાથી સુસંવૃત્ત છે, તે ભિક્ષુ છે.
(૪૯૨) પૂવક્ત એષા વિધિથી વિવિધ આસન, પાન, ખાદિમ, સ્વામિને પામીને “આ કાલે કે પરમદિવસે કામ આવશે” એવા વિચારથી જે તે આહારને સંચિત ન કરે, ન કરાવે તે ભિક્ષ.
(૪૩) પૂર્વોક્ત પ્રકારે વિવિધ રાશન, પાન, આદિમ, સ્વાદિમ પાણીને જે પોતાના સાધર્મિક સાધને નિયંત્રિત કરીને ખાય છે, તથા ભોજન કરીને સ્વાધ્યાયમાં રત રહે છે, તે જ ભિક્ષુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org