________________
૨૨૦
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
કરે કે અનુમોદે, નજરે દેખાતા પ્રાણી જીવોને દુઃખ આપે, વિના કારણે એક જ સ્થાને મઠ બાંધીને રહે, તેથી સંસારની મૂર્છા થાય, તેને સાધુ કેમ કહેવાય ? હવે નિગમન કહે છે .
આ અધ્યયનમાં બતાવેલા ભિક્ષુના ગુણો મૂળગુણ રૂપ જ કહ્યા. તે ગુણવાળો જ ભિક્ષુ છે. તથા ઉત્તગુણ પાલક અને ચાસ્ત્રિ ધર્મમાં પ્રસન્નતા ધારક તે ભાવ ભિક્ષુ છે.
નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાયક નિષ્પન્નનો અવસર છે, તેમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે -
. સૂત્ર
૪૮૫ થી ૪૮૯ *
(૪૮૫) જે તીર્થંકર ભગવંતની આજ્ઞાથી પ્રતજિત થઈને નિગ્રન્થ પ્રવચનમાં સદા સમાહિત ચિત રહે છે, જે સ્ત્રીઓને વશીભૂત થતો નથી, વમન કરેલા વિષય ભોગોને ફરી સેવતો નથી, તે ભિક્ષુ છે.
(૪૮૬) જે સચિત્ત પૃથ્વીને ખોદતો નથી, બીજા પાસે ખોદાવતો નથી, સચિત્ત પાણી પીતો નથી કે પીવડાવતો નથી. અગ્નિને સળગાવતો નથી કે બીજા પાસે સધાવડાવતો નથી તે ભિક્ષુ છે.
(૪૮૭) જે વીંઝણા આદિથી હવા કરતો નથી કે કરાવતો નથી, વનસ્પતિનું છેદન કરતો નથી કે કરાવતો નથી, બીજ આદિનું સદા વિવર્જન કરતો સચિત્તનો આહાર કરતો નથી, તે ભિક્ષુ છે.
(૪૮૮) ભોજન બનાવવામાં પૃથ્વી, તૃણ અને કાષ્ઠને આશ્રિતા રહેલા ત્રસ અને સ્થાવર જીવોનો વધ થાય છે. તેથી જે આદેશિકાદિ દોષવાળા આહારનો ઉપભોગ કરતો નથી, તથા જે સ્વયં રાંધતો નથી કે બીજા પાસે રંધાવતો નથી, તે ભિક્ષુ છે.
(૪૮૯) જો જ્ઞાતપુત્ર ભગવંત મહાવીરના વચનોમાં રુચિ રાખીને છ કાયિક જીવોને આત્મવત્ માને છે, જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. જે પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, તે ભિક્ષુ છે.
♦ વિવેચન ૪૮૫ થી ૪૮૯
-
દ્રવ્ય કે ભાવ ગૃહથી પ્રવ્રજ્યા સ્વીકારીને નીકળવું, તીર્થંકર કે ગણધરના ઉપદેશથી યોગ્યતા હોય ત્યારે નીકળે. કઈ રીતે ? તીર્થંકર અને ગણધરના વચનથી તત્વને જાણીને, સર્વકાળે ચિત્તથી અતિ પ્રસન્ન થઈને અર્થાત્ પ્રવચનમાં જ અભિયુક્ત થાય અને તેનાથી વિપરીત હોય તો તેના સમાધાનનો ઉપાય કહે છે - સર્વે અસત્કાર્યોના નિબંધન રૂપ. તેને કદાપિ વશ ન થાય, તેને વશ થયેલ જ નિયમથી તમેલાને ફરી પીએ છે. બુદ્ધ વયની ચિત્તના સમાધાન થકી સર્વથા સ્ત્રીવશ પણાના ત્યાગથી, કેમકે આ ઉપાય વડે અન્ય ઉપાય અસંભવે છે, તેથી પત્યિક્ત એવા વિષય - જંબાલને જરા પણ આભોગથી કે અનાભોગથી ન સેવે તે ભિક્ષુ અર્થાત્ ભાવભિક્ષુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org