________________
૨૧૬
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ હજી આધ્યયન - ૧૦ - “સમિક્ષ
–– – – – – xહવે “સભિક્ષ” અધ્યયન કહે છે. તેનો સંબંધ આ છે - અહીં અનંતર અધ્યાનમાં આચાર પ્રસિહિત યથોચિત વિનય સંપન્ન થાય છે, તેમ કહ્યું. અહીં કહેશે કે • નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત છે, તે સમ્યગુભિક્ષ છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. • ૪ x અહીં સમિક્ષ એ અધ્યયનનું નામ છે. તેથી “સ” કાર અને ભિક્ષનો નિક્ષેપો કહેવો. તેમાં “સ” કારનો નિક્ષેપ કહે છે -
• નિર્યુક્તિ - ૩૨૯ થી ૩૩૨ -
નામ સરકાર તે ‘સ” કાર એવું નામ, સ્થાપના સકારને “સ” કાની સ્થાપના, દ્રવ્ય સકાર અને ભાવ સકાર બતાવે છે. તેમાં દ્રવ્ય તે આગમ નોઆગમ જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિત પ્રશંસાદિ વિષયક દ્રવ્ય સકાર, ભાવ સકાર જીવ સકારમાં ઉપયુક્ત છે. અહીં ડ્રાશરીર - ભવ્ય શરીર • તહુયોતિરિક્ત પ્રશંસાદિ વિષયક દ્રવ્ય સકાર ઉપયોગી છે.
નિર્દેશ, પ્રશંસા, અતિભાવ એ ત્રણ અર્થમાં સરકાર છે. તેમાં નિર્દેશમાં સોડનાર ઇત્યાદિ. પ્રશંસામાં આ “સપુષ' છે ઇત્યાદિ. અતિભાવમાં “સભૂત' ઇત્યાદિ અહીં નિર્દેશ અને પ્રશંસા એ બંનેમાં જે સરકાર છે, તેનો આ અધ્યયનમાં ઉપયોગ છે, એ જ દશવિ છે.
પૃથ્વી આદિ પદાથોં છે, તેનું રક્ષણ કરવું. પ્રસ્તુત શાસ્ત્રમાં અનુષ્ઠય અને તીર્થકરાદિ કથિત છે, તે ભાવોને યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી આચરીને છેવટ સુધી પાળે, તે ભાવોને યથાશક્તિ દ્રવ્યથી અને ભાવથી આચરીને છેવટ સુધી પાળે, તે ભિક્ષ છે. તે અર્થમાં જે ભિક્ષણશીલ છે, પણ ઉદરશ્મરણાર્થે જીવતો નથી તે ભિક્ષ છે. ‘સ ભિક્ષુ' નિર્દેશમાં સકાર છે.
હવે ‘પ્રશંસા'માં કહે છે - ચરક, મક, શાક્યાદિ, ભિક્ષણશીલ છે પણ સાધુના ગુણ ન હોવાથી તેમને અહીં ન લેવા. આ અધ્યયનમાં બતાવેલા ગુણવાળો સાધુ હોય, તે ભિક્ષુ જાણવો. સત્ ભિક્ષુ તે અભિક્ષુ. આ પ્રમાણે પ્રશંસા અને નિર્દેશ અર્થમાં સકાર કહ્યો. હવે ભિક્ષુનું વર્ણન.
• નિર્યુક્તિ - ૩૩૩ થી ૩૩૭ -
"ભિક્ષુ” નો નામાદિ નિક્ષેપ કરવો. નિરુક્ત ભિક્ષુ જ કહેવા. તથા એકાર્ષિક પર્યાય શબ્દો કહેવા. લિગ - સંવેગ આદિ. અગ્રણી ભિક્ષ ન લેવા પણ ગુણસ્થિતને જ લેવા. અહીં પ્રતિજ્ઞા આદિ પાંય અવયવો કહેવાશે. આ હાર ગાથા સંક્ષેપથી કહી. હવે વિસ્તારથી અનુક્રમે કહેવાશે.
નામભિ સ્થાપના ભિક્ષ, દ્રવ્ય ભિક્ષુ અને ભાવ ભિક્ષ. તેમાં પહેલા બેને છોડીને દ્રવ્યભિક્ષુ કહે છે તે આગમ- નોઆગમ - જ્ઞશરીર ભવ્ય શરીર તદ્ગતિરિક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org