________________
૨૦.
દવેકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ ઇત્યાદિ સૂત્ર છે. કેમકે જ્ઞાનની સાથે સંબંધ કરવાથી તે જ્ઞાન મંગલનો હેતુ છે, અંત્ય મંગલ “નિકખમમાણા” આદિ૦ છે. કેમકે ભિક્ષગુણોની સ્થિરીકરણાર્થે વિવિક્તચર્ચાનો વિષય હોવાથી ભિક્ષુ ગુણોનું મંગલરૂપ જાણવું.
મંગલ' શબ્દનો અર્થ શો છે? - - - જે વડે હિત મંગાય તે મંગલ મંગાય અથવા સધાય તે મંગલ અથવા મ એટલે ધર્મ. લા - લાવે છે. અથવા ધર્મને લાવે તે મંગલ. અતવા મને સંસારથી ગાળે - છૂટો કરે તે મંગલ અર્થાત સંસારથી દૂર કરે છે. તે નામાદિ ચાર ભેદે છે. તે આ રીતે ૦ નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્યમંગલ, ભાવ મંગલ. આનું સ્વરૂપ આવશ્યકના વિવરણથી જાણવું. તેને માટે નિયુક્તિકાર કહે છે -
• નિક્સ - ૨ - નામાદિ મંગલને ચાર પ્રકારે પ્રરૂપીને.. • વિવેચન - ૨ તે પૂર્વે ક્વા પ્રત્યાયના વિધાનથી બતાવીને શું? તે કહે છે - • નિયુક્તિ - ૩ -
શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે પ્રાપ્ત કરેલ, તે ચાર પ્રકારે છે- ચરણાકરણાનુયોગ, ધમનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ.
• વિવેચન - ૩ -
શ્રુત એવું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. તે શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે અધિકાર છે. અહીં આવી ભાવના છે - ભાવમંગલ અધિકારમાં શ્રુતજ્ઞાનથી અધિકાર છે. જે ભૂત વડે જ બીજાનો અને પોતાનો અનુયોગ થાય છે. તેનું દૃષ્ટાંત પ્રદીપ માફક સમજવું. તેના ઉદ્દેશાદિ પ્રવર્તે છે. • x- તેમાં જે પહેલાં કહેવાય. તેમાં પહેલાં ઉદ્દેશ કરાયેલનો સમુદેશ, પછી તેનીસમનુજ્ઞાથાય, તેત્રણેના સાથે હોવાથી‘અનુયોગ થાય છે. તેથી નિયુક્તિકારે અહીં કહ્યું કે - “શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે અધિકાર છે. તે ચાર ભેદે છે -
(૧) ચરણકરણાનુયોગ - આચરાય તે ચરણ અર્થાત્ વ્રત આદિ. હ્યું છે કે - વ્રત, શ્રમણ ધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મગુતિ, જ્ઞાનાદિનિક, તપ, ક્રોનિગ્રહાદિ ચણ છે. કરાય તે કરણ - પિંડ વિશુદ્ધિ આદિ. કહ્યું છે - પિડ વિશુદ્ધિ. સમિતિ, ભાવના, પ્રતિમા, ઇંદ્રિયનિરોધ, પંડિલેહણ, ગુતિ અને અભિગ્રહ તે કરણ છે. આ ચરણ - કરણનો અનુયોગ તે ચરણકરણાનુયોગ. અનુયોગ એટલે અનુરૂપયોગ - સૂત્રનો અર્થન સાથે અનુરૂપ સંબંધ - વ્યાખ્યાન
(૨) ધર્મકથાનુયોગ; (૩) કાલ - ગણિતાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ.
તેમાં કાલિક શ્રુત તે ચરણકરણાનુ યોગ છે. ઋષિભાષિત, ઉત્તરધ્યયન આદિ ધર્મકથાનુયોગ, સૂર્યપ્રજ્ઞમિ આદિ ગણિતાનુયોગ અને દૃષ્ટિવાદ તે દ્રવ્યાનુયોગ છે. અહીં અર્થથી અનુયોગ બે ભેદે છે - અપૃથક્વ અને પૃથક્ત. એક જ સૂત્રમાં ચારે અનુયોગ કહેવાય તે અપૃથક્વ જાણવા કેમકે સૂત્રોના અનંત ગુણ અને પર્યાય હોવાથી બધાં અનુયોગ સાથે લેવાય. પૃથક્વ અનુયોગમાં કોઈ સૂત્રમાં ચરણ કરણ, કોઈકમાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International