SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ નિર્યુક્તિ સર્વ સિદ્ધોને એ વિશેષણથી સિદ્ધના પંદર ભેદો બતાવીને સર્વથા અદ્વૈતપક્ષનું ખંડન કરેલ છે. કેમકે તેઓ એક જ ભૂતાત્માને દરેક ભૂતમાં રહેલો માને છે. જો એક જ ભૂત હોય તો તે મોક્ષમાં જતાં મોક્ષપ્રવાહ બંધ થઈ જાય અને બીજા જીવોને મોક્ષનો અભાવ થઈ જાય. નમીને આના વડે નિત્ય અને અનિત્ય એવા બે એકાંત વાદ માનનારાઓનું દૂષણ બતાવે છે - x x- બંનેમાં કત્વા પ્રત્યય ન લાગે તેમ વ્યાકરણના નિયમોથી - *- x• બતાવેલ છે. - x x હવે સર્વે સિદ્ધોને નમીને શું કરે છે? તે જણાવે છે - હું દશકાલિકની નિકિતનું કીર્તન કરીશ - ચીશ. તેમાં કાળ વડે નિવૃત્તતે કાલિક અર્થાત્ પ્રમાણ કાળ' વર્ડ, એ ભાવ છે. દશ અધ્યયયના ભેદરૂપ હોવાથી દશ પ્રકાર “કાલિક છે. તેમાં પ્રકાર શબ્દના લોપથી “દશકાલિક' શબ્દ થયો. ત્ર' શબ્દનો અર્થ અમે આગળ કહીશું. નિયુક્તિ - નિયુક્ત જ સૂત્ર અને થોંની યુક્તિ એટલે પરિપાટી તે નિર્યુક્તિયુક્તિ. આમાં યુક્તિ શબ્દનો લોપ થવાથી “નિર્યુક્તિ' શબ્દ બન્યો. તે છુટી • જૂદી બાબતોની યોજના ખુલાસાથી કહીશું. શાસ્ત્રો આદિ, મધ્ય અને અંતમાં મંગલના ભાગી થાય છે. • નિર્યુક્તિ - ૨ - શાસ્ત્રોના આદિ, મધ્ય અને અંતમાં વિધિપૂર્વક મંગળનો પરિગ્રહ કરીને • વિવેચન - ૨ - શાસ્ત્રની આદિમાં - પ્રારંભે, મધ્યમાં, અવસાને - અંતમાં, મંગલનો પરિગ્રહ કરીને કઈ રીતે? વિધિ વડે - પ્રવચનમાં કહેલ પ્રકારથી. ત્રણ મંગલની પરિકલ્પના શા માટે? બધાં વિનો દૂર કરવા માટે ઇચ્છિત શાસ્ત્રાર્થનો પાર પામવાને માટે, મધ્યમંગલનો પરિગ્રહ તેના સ્થિરીકરણને માટે છે, અંત્ય મંગલનો પરિગ્રહ તે જ સૂત્રાર્થ શિષ્ય પરંપરામાં નાશ થયા વિના ચાલે તે માટે છે. અહીં સાક્ષેપ - પરિહાર આવશ્યકતા વિવરણથી જાણવો. સામાન્યથી આ સર્વ શાસ્ત્ર મંગલ છે. જેમ નિર્જરાર્થે કરતાં તપની જેમ જાણવું. આ હેતુ અસિદ્ધ નથી. કેમકે વચનવિજ્ઞાનરૂપ આ શાસ્ત્ર છે. જ્ઞાનથી નિર્જરસરૂપ સાર્થક્તા સ્વીકારેલી છે. કહ્યું છે કે નૈરાચિક જે કર્મ ઘણાં કરોડ વર્ષે ખપાવે છે. તે ત્રણ ગુતિવાળો જ્ઞાની શ્વાસોચ્છવાસ માબમાં ખપાવે છે, ઇત્યાદિ. અહીં આદિ મંગલ મપÍિકા” અધ્યયનાદિ છે. કેમ કે તે ધર્મ પ્રશંસા પ્રતિપાદક સ્વરૂપવાળા છે. મધ્ય મંગલ- ધર્મ, અર્થ, કામ અધ્યયનાદિ છે, કેમકે તેમાં આચારકથા વિસ્તારતી કહેવાયેલ છે. ચરમમંગલ ભિક્ષુ અધ્યયનાદિ છે. કેમકે તેમાં ભિક્ષુ ગુણો આદિનું અવલંબન છે. આ પ્રમાણે અધ્યયનના વિભાગથી ત્રણ મંગલ બતાવ્યા, હવે સુત્રવિભાગથી બતાવે છે - તેમાં આદિમંગલ “ઘો મંગલ ઇત્યાદિ સૂત્ર, કેમકે તેમાં ધર્મ બતાવેલો હોવાથી તે મંગલનો હેતુ છે. મધ્ય મંગલ કાદંસણો' For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy