________________
૨૦૮
દશવૈકાલિકમૂવમૂત્ર-સટીક અનુવાદ હવે વચન વિનય કહે છે - દેહને સ્પર્શતી વેળા, આચાર્ય જો કદાચ તેવા સ્થાને બેઠા હોય અને તેમના વસ્ત્રાદિને સંઘટ્ટ થઈ જાય તો મિથ્યાદુકૃત પૂર્વક અભિનંદીને “મારો અપરાધ ક્ષમા કરો” એમ કહે મંદભાગ્ય એવો મારો આ દોષ છે, ફરી ભૂલ કરીશ નહીં. બુદ્ધિમાન સિષ્ય આ સ્વયં કરે છે, પણ જે તેવા નથી તે કઈ રીતે વર્તે?
તે કહે છે. જેમ ગળીયો બળદ પરોણાથી વિંધાઈને કોઈ રથ આદિને વહે છે, એ પ્રમાણે અહિતાવહ બુદ્ધિ શિષ્ય, આચાર્યાદિના અભિરુચિત કાર્યોને વારંવાર કહ્યા પછી પૂરા કરે છે.
આવા કૃત્યો મુનિને ન શોભે તો કહે છે - શરદ ઋતુ સંબંધી જે કાળ, તે સંબંધી છંદ ઉપચાર • આરાધના પ્રકાર, દેશાદિ સંબંધી ઉપચાર, તેવા તેવા ઉપાયો જોઈને સાધુએ ગૃહસ્થને કંઈ ન કહેવું. જેમકે - શરદ ઋતુમાં પિત્તને હરનારું ભોજન કરવું. અનુકૂળ હવાવાળા સ્થાને સુવું ઇત્યાદિ - ૪- ૪ (ગાથા - ૪૫૧) પ્રક્ષેપ ગાથા છે, તેની કોઈ વૃત્તિ નથી.
• સુત્ર - ૫૩ થી ૫૫ -
અવિનીતને નિસ્પતિ અને વિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જેને આ બંને પ્રકારે જ્ઞાત છે, તે જ કલ્યાણકારી શિક્ષાને પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય અંગ છે, પોતાની મતિનો ગર્વ છે, જે પિજીન છે, સાહસિક છે, ગર શા પાલનથી હીન છે, શમણા ધર્મથી અષ્ટ છે, વિનયમાં અનિપણ છે, સવિભાગી છે, તમને કદાપિ મોલ પાસ ન થાય.
જે માનસાર પ્રવૃત્તિ કરે છે, જે ગાઈ છે, વિનયમાં ફોલિદ છે, તેઓ આ સ્તર સંબર સાગરને રીને, કમની તસ કરીને સૌ૪ ગતિમાં ગા છે - તેમ હું કહું છું.
• વિવેચન • ૪૫૩ થી ૪૫૫ •
અવિનીતને જ્ઞાનાદિ ગુણોની વિપત્તિ અને વિનિતને તેની સંપ્રાપ્તિ થાય. વિનય - અવિનય બને જ્ઞાન સમજવાની શક્તિ હોય, તે બુદ્ધિથી વિચારીને ગ્રહણ - આસેવનરૂપ શિક્ષાને પામે છે. કેમકે ભાવથી ઉપાદેયનું પરિણામ છે. આને જ ટ કરવા વિનીતનું ફળ કહે છે. જે સાધુ ક્રોધી હોય, દ્ધિ ગૌસ્વમાં સ્થિત હોય, પાછળથી ચુગલી કરનાર હોય, તે જોવામાં પુરુષ હોય પણ ભાવથી ન હોય, અકૃત્ય કરતો હોય, ગુરુ આપણે માને નહીં, કૃતાદિ ધમને સમ્ય રીતે પામેલ ન હોય, વિનયના વિષયમાં અપંડિત હોંય, કંઈ મળે તો સંવિભાગ ન કરતો હોય. આવા અધમને મોક્ષ ન મળે. પણ સમ્યગદષ્ટિ ચાઅિવંતને આવા પ્રકારના સંકલેશના અભાવે મોક્ષ મળે.
વિનયના ફળને કહેવા ઉપસંહાર કરે છે. આચાર્યાદિની આજ્ઞામાં રહેનારો, મૃતાર્થધમી - ગીતાર્થ હોય, વિનય કરવામાં પંડિત હોય તે માસન્ધી આ પ્રત્યક્ષ દુસર સંસાર સમુદ્રને તરી જાઈને ચરમભવ અને કેવલિત્વને પામે છે. પછી ભાવોપગ્રાહી સર્વે કર્મો ખપાવીને સિદ્ધિ નામે ઉત્તમ ગતિમાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org