________________
૯ / ૧ / ૪૫ થી ૪૩૧
૨૦૩ પ્રકાશિત કરે છે, તે રીતે આચાર્ય શ્રત, શીલ અને પ્રજ્ઞાથી ભાવોને પ્રકાશિત કરે છે અને દેતની વચ્ચે ચંદ્ર શોભે તેમ સાધુમાં આચાર્ય શોભે છે. જેમ મેઘોથી મુક્ત અત્યંત નિર્મળ આકાશમાં કૌમુદીના યોગથી યુક્ત નક્ષત્ર, તારાથી પરિવૃત ચંદ્રમાં શોભે, તેમ આચાર્ય સાધુ મધ્યે શોભે છે.
(૪૩૦, ૪૩૧) અનુત્તર જ્ઞાનાદિની સંપ્રાપ્તિનો ઇચ્છુક, ધમકામી સાધુ, જ્ઞાનાદિ રનૌની મહાન ખાણ, સમાધિ યોગ, સુત, શીલ, પ્રજ્ઞાથી સંપ મહર્ષિ આચાર્યાની રાધના કરે, તેમને વિનયથી પ્રસન્ન સખે, મેઘાતી સાધુ ના સુભાષિત વચનોને સાંભળીને અપ્રમત્ત રહે તો એવો આચાર્યની શુશ્રુષા કરે એ રીતે માનેક ગુણો આસધી તે અનુત્તર સિદ્ધિને પ્રમ કરે છે - એમ હું કહું છું.
• વિવેચન • ૪૨૫ થી ૪૩૧ -
જેમ યજ્ઞ કરનારો બ્રાહ્મણ, વેદી બનાવીને અગ્નિને નમસ્કાર કરે, વેદીમાં ધી વગેરેની આહુતિ આપે. “અોય સ્વાહા' મંત્ર ભણીને આહુતિ આપે. મંત્ર વડે
અભિષેક કરે. અગ્નિની જેમ આચાર્યને શિષ્યએ વિનયપૂર્વક સેવવા જોઈએ. કેવો શિષ્ય ? સ્વ પર પર્યાયની અપેક્ષાથી અનંત વસ્તુને જાણતો અનંતજ્ઞાનયુક્ત છે. તો પછી સામાન્ય જ્ઞાની શિષ્ય કેમ ગુરુ વિનય ન કરે ? આ જ વાતને સ્પષ્ટ કરે છે -
જેની પાસે પોતે ધર્મપદોને શીખે, તેની સમીપે જતાં તેનો વિનય કરે. કઈ રીતે? સત્કાર કરે, અસ્પૃત્યનાદિ કરે, મસ્તક કે અંજલિ જોડે. શરીર - વાણી - મસ્તકથી વાંદે. એ રીતે શિષ્યને આમંત્રીને ગુરુ કહે છે કે • ભાવાસક્તિ રૂપથી સદેવ ગુનો સત્કાર કરે. માત્ર સૂત્રગ્રહણ કાળે જ નમસ્કાર કરે તેમ નહીં. જો તેમ ન કરે તો કુશલાનુબંધનો વ્યવરચ્છેદ થાય.
એ પ્રમાણે મનમાં કરવું, તે કહે છે - અપવાદ ભયરૂપ લm, અનુકંપા, પૃથ્વી આદિ જી વિષયક સંયમ, વિશુદ્ધ તપોનુષ્ઠાન, આ લજ્જાદિ ચારે ગુણોથી કુમાર્ગને દૂર કરી કુશલ પક્ષ પ્રવર્તકત્વથી કલ્યાણને ભજનાર જીવો કર્મમલને દૂર કરે છે. આના વડે એમ સૂચવે છે કકે ગુરુ પોતાના શિષ્યને નિરંતર સુમાર્ગે દોરે છે, હું તેવા ગુરુને સતત પૂજુ છું. તેનાથી વધારે પૂજવા યોગ્ય મારે કોઈ નથી. ગુને સૂર્યની ઉપમા આપે છે, જેમ પ્રભાતનો સૂર્ય તમામ ભરત ક્ષેત્રને પ્રકાશે છે, તેમ સૂર્ય જેવા આચાર્ય સૂત્રના જ્ઞાનથી તથા સદાચારની બુદ્ધિથી જીવાદિ તત્ત્વને પ્રકાશે છે, માટે ગુરુને સેવવા યોગ્ય છે, તેથી સુશિષ્યો વડે વિચરતા ગુરુ સામાનિક દેવો વગેરે મધ્યે જેમ ઇંદ્ર શોભે છે, તેવી રીતે પોતે શોભે છે. એ પ્રમાણે કારતક પૂનમનો ચંદ્ર રાત્રિના નક્ષત્રો તથા તારા મધ્યો શોભે તેમ આચાર્ય મુનિ સમુદાયમાં શોભે છે. માટે ગુરુ પૂજવા યોગ્ય છે.
જ્ઞાનાદિ ભાવરત્નોની અપેક્ષાએ આચાર્ય મોટી ખાણ સમાન છે. મોક્ષના વાંછક મહર્ષિ છે, કઈ રીતે? ધ્યાન વિશેષ સમાધિ યોગથી દ્વાદશાંગના અભ્યાસથી, પરદ્રોહના વિરતિરૂપ ઓત્પારિકી બુદ્ધિથી. આવા અનુત્તર જ્ઞાનાદિને એવા પ્રકારના આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org