________________
૧૯૮
-
અધ્યયન
X
હવે વિનય સમાધિ નામે અઘ્યયન કહે છે, આનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં નિવધ વચન આચારમાં પ્રણિહિતનું હોય છે. તેમાં યત્નવાન થવું, તેમ કહ્યું અહીં આચારપ્રણિહિત યથોચિત વિનયયુક્ત જ હોય તે કહે છે - ×× આ સંબંધે આવેલ આ અધ્યયન છે. - X તેમાં ‘વિનય સમાધિ' એ દ્વિપદ નામ છે, તેનો નિક્ષેપ કહે છે -
G
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ “વિનય સમાધિ'
-
• નિયુક્તિ - ૩૧૦ થી ૩૧૪ વિવેચન
વિનય તથા સમાધિ બંનેના નામાદિ ભેદથી ચાર - ચાર નિશ્લેષા થાય છે. તેમાં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય વિનય કહે છેઃ- દ્રવ્ય વિનયમાં જ્ઞશરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્તમાં તિનિશ - વૃક્ષનું દૃષ્ટાંત છે. તે સ્થના અંગાદિમાં જ્યાં - જ્યાં જેમ - જેમ નમાવાય છે. ત્યાં - ત્યાં તેમ - તેમ પરિણામે છે, કેમકે તેવી તેની યોગ્યતા છે. સુવર્ણ પણ કટક - કુંડલાદિ ભેદે વળવાથી તે દ્રવ્યોને દ્રવ્ય વિનય કહે છે.
હવે ભાવ વિનય કહે છે - લોકોપચાર વિનય - લોક પ્રતિપતિ રૂપ છે. અર્થ પ્રાપ્તિ માટે કામ નિમિત્તે, ભય નિમિત્તે, મોક્ષ નિમિત્તે એ પ્રમાણે ‘લોકોપચાર' આદિ પાંચ ભેદે વિનય કહ્યો. હવે તેનો વિસ્તારાર્થ -
(૧) લોકોપચાર વિનય - ઘેર આવેલાની સામે ઉભા થવું, અંજલિ જોડવી, આસન આપવું, અતિથિ પૂજા, આહારાદિ દાનથી જે ઔચિત્ય જાળવવું તે. દેવતા પૂજા, યથાભક્તિ બલિ આદિ ઉપચાર રૂપ અને વૈભવોચિત કરવી. (૨) અર્થ વિનય - રાજા આદિની સમીપે રહેવું, તેની ઇચ્છાને આરાધવી. વિશિષ્ટ રાજાને દેશ કાળાનુરૂપ મદદ કરવી, રાજાને અભ્યુત્થાન, અંજલિ, આસનાદિ આપવા. તે બધું ધનને માટે કરવું. (૩) કામ આદિ વિનય - અર્થ વિનયની જેમ કામ વિનય કહેવો. અનુક્રમથી (૪) ભય વિનય કહેવો. તે આ પ્રમાણે - વેશ્યાદિને કામને માટે જ તેને રાજી રાખવા જે કરાય તે. ભયથી સ્વામીનો વિનય કરે. (૫) મોક્ષ વિનય - તે પાંચ પ્રકારે છે, તે હવે કહેવાશે.
• નિયુક્તિ ૩૧૫ થી ૩૨૩ ૨
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઔપચારિક - પ્રતિરૂપ યોગ વ્યાપાર આ મોક્ષ વિનય - મોક્ષ નિમિત્ત પાંચ ભેદે છે, તેમ જાણવું.
(૧) દર્શન વિનય - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો અને સર્વે પર્યાયો જે અગુરુલઘુ આદિ, જે પ્રકારે તીર્થંકર દેવે તે ભાવોને કહ્યા છે, તે પ્રકારે મનુષ્યો તેની શ્રદ્ધા કરે, શ્રદ્ધાથી જે કર્મોને દૂર કરે છે તેથી તે દર્શન વિનય છે.
(૨) જ્ઞાન વિનય - અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત કરે, ગૃહીત જ્ઞાનની આવર્તના કરે, જ્ઞાન વડે સંયમ કૃત્યોને કરે, એ પ્રમાણે જ્ઞાની નવા કર્મો ન બાંધે, પૂર્વે બાંધેલાને દૂર કરે, જ્ઞાન વડે કર્મો દૂર થાય છે તેથી જ્ઞાન વિનય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org