________________
૮ - ૩૬૭ થી ૩૭૮
૧૯૧ પ્લેખ ઇત્યાદિને પહેલાં આંખો વડે અચિત્ત જગ્યા જોઈને પછી સંયત તેને વોસિરાવે. ઉપાશ્રય સ્થાન વિધિ કહી. હવે ગોચર પ્રવેશને આશ્રીને કહે છે - બીજાને ઘેર ભોજન, પાન અર્થે કે ગ્લાનાદિ માટે ઓષધાર્થે જાય ત્યારે ગવાક્ષાદિનું અવલોકન ન કરતો. ઉચિત દેશે ઉભો રહે, યતના પૂર્વક આગમન પ્રયોજનાદિ ટુંકમાં જણાવે. દેનાર સ્ત્રીનું રૂપ મનથી પણ ન જુએ. રસાદિમાં પણ મન ન કરે.
ગૌચરી ગયેલાને કોઈ કંઈ પૂછે તો એ પ્રમાણે કહે કે - કાનો વડે અનેક પ્રકારે શોભન કે અશોભન શબ્દો સાંભળે છે, અનેક પ્રકારે શોભન - અશોભન ભેદે આંખ વડે રૂપને જુએ છે. એ પ્રમાણે જોયેલ- સાંભળેલ બધાંને સ્વ, પર કે ભય હીતને માટે ન કહે, જેમકે મેં તારી પત્નીને રોતી જોઈ કે સાંભળી હતી. - X- તેનાથી તે ગૃહસ્થના ઘરમાં કલેશ થતાં ચાસ્ત્રિમાં ઉપઘાત થાય. પરંતુ બંનેને હિતકારી હોય તે કહેવું. જેમકે - તમારા શિષ્યને મેં રાજાને શાંતી પમાડતો જોયો. આ જ વાતને સ્પષ્ટ કરતા કહે છે -
બીજાથી સાંભળેલ હોય કે પોતે જોયેલ હોય, તો પણ ઓપધાતિક વયન ન બોલે. જેમકે - “તું ચોર છે' અથવા કોઈ પણ ઉપાયે સૂક્ષ્મ ભાંગાએ પણ ગૃહસ્થનો સંબંધ ન કરે. અર્થાત તેના બાળકને માડવું કે તેના વ્યાપાર સંબંધી પોતે કંઈ પણ ન આચરે. ગૃહસ્થને ઘેર બધાં રસથી યુક્ત રસોઈ હોય કે બગડી ગયેલું નિરસ ભોજન હોય, તો પણ આ સારું છે કે નઠારું છે. એવું પોતે બીજાને પૂછતાં પણ ન કહે. પોતાને મળેલ કે ન મળેલ હોય તો પણ કંઈ ન કહે.
- સારા ભોજનમાં ક્ત બનીને ઐશ્વર્યવાળા કુળ ન શોધે. પણ અજાણ્યા ઘરોમાં મોટેથી ધર્મલાભ બોલતો પ્રવેશ કરે, ત્યાં સચિત્ત કે મિશ્ર ભોજન ન લે. વેચાતું લાવેલ કે સાધુ માટે બનાવેલું કે સાધુ માટે દૂરથી આણેલું તેવું દોષિત ભોજન ન લે. આ વિશોધિ-અવિશોધિકારી બતાવી. પૂર્વોક્ત સ્વરૂપની સંનિધિ ન કરે, મધાજીવી રહે. પદ્મિનીપત્ર અને ઉદકવત ગૃહસ્થોથી અસંબદ્ધ રહે. આવા પ્રકારનો થઈ જગતના સ્થિર-અસ્થિર જીવોનું રક્ષણ કરોત વિચરે.
વાલ, ચણા આદિ રૂક્ષવૃત્તિથી અસંતુષ્ટ રહે, અોછા- ન્યૂન ઉદરતાથી આહાર ત્યાગી, સુભર થાય. - • સ્વપક્ષના ક્રોધ વિપાકના પ્રતિપાદક વીતરાગ વચનને સાંભળીને ક્રોધભાવ ન પામે. કેમકે ક્રોધથી જીવ અસુરપણાનું કર્મ બાંધે છે. જે કોઈ અજ્ઞાની, મિથ્યાષ્ટિ આક્રોશ કરે તો સાધુ વિચારે કે તે મારો કોઈ અપરાધ કરતો નથી. પણ આ મારા પૂર્વ કર્મનો જ દોષ છે, તેમ સહન કરવાથી જ નિર્જશ થાય છે.
કર્ણ સુખના હેતુથી વેણુ-વીણાદિ સંબંધી શબ્દોમાં રામ ન કરે. અનિષ્ટ કઠિન સ્પર્શને કાયા વડે સહન કરતાં તે દ્વેષ ન કરે. આ રીતે આદિ - અંતના રાગ-દ્વેષનું નિરાકરણ કરીને બધાં ઇંદ્રિય વિષયોમાં રાગ-દ્વેષનો પ્રતિષેધ જાણવો. વળી ભુખ, તરસ, વિષમ ભૂખ્યાદિ શય્યા, શીતોષ્ણ, મોહનીયોદ્ભવ અરતિ, વ્યાધ્રાદિથી થતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org