________________
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ ૐ અધ્યયન - ૭ - “વાક્યશુદ્ધિ”
'
X
X
હવે વાશુદ્ધિ નામે અધ્યયન કહે છે. તેનો આ સંબંધ છે - અહીં અનંતર અધ્યયનમાં ભિક્ષાર્થે પ્રવેશતા સાધુને સ્વ આચાર પૂછતા, તેનો જ્ઞાતા હોવા છતાં મહાજન સમક્ષ તેને વિસ્તારથી ન કહે, પણ ઉપાશ્રયમાં ગુરુ કહેશે તેમ કહેવું એ વાત જણાવી, અહીં બતાવશે કે ધર્મકથા કરનારે પહેલાં બોલતાં દોષ અને ગુણ શું થશે, તે જાણીને નિવધ વચન વડે ઉપદેશ આપવો. કહે છે કે - જે સાધુ સાવધ કે નિરવધ વચનનો ભેદ જાણતો નથી, તેને બોલવાની પણ આજ્ઞા નથી, તો ઉપદેશ ક્યાંથી આપે ? આ સંબંધે આ અધ્યયન આવેલ છે - x - તેમાં વાક્યશુદ્ધિ એ દ્વિપદ નામ છે, તેમાં‘વાક્ય' નો નિક્ષેપ કરતા કહે છે -
કર
• નિયુક્તિ - ૨૭૦, ૨૧ વિવેચન .
નિક્ષેપ ચાર ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી, વાક્ય વિષયક છે. તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્ય વાક્યમાં તદ્બતિરિક્ત તે ભાષાદ્રવ્ય - બોલનારે ગ્રહણ કરેલ પણ ઉચ્ચારેલ નહીં તે ભાવવાક્ય - ભાષાદ્રવ્ય શબ્દ પણે પરિણત અને ઉંચ્ચાર કરાતા છે. તે વાક્યના એકાર્થક નામો આ છે - વાક્ય, વચન, વાણી, સરસ્વતી, ભારતી, ગૌર્વિક્, ભાષા, પ્રજ્ઞાપની, દેશની વાગ્યોગ અને યોગ.
• નિયુક્તિ - ૨૭૨, ૨૭૩ - વિવેચન -
-
દ્રવ્ય ભાષા ત્રણ ભેદે છે - ગ્રહણમાં, નિસર્ગમાં, પરાઘાતમાં. ગ્રહણદ્રવ્ય ભાષા · કાચ યોગથી ભાષાદ્રવ્યોનું ગ્રહણ નિસર્ગ - તે જ ભાષા દ્રવ્યોનું વાદ્યોગથી બહાર કાઢવું. પરાઘાત - નિસૃષ્ટ ભાષા દ્રવ્યો વડે બીજાને તથા પરિણામ પમાડવા પ્રેરણા કરવાની ક્રિયા. આ ત્રણે ક્રિયા દ્રવ્યયોગના પ્રાધાન્યની વિવક્ષાથી દ્રવ્યભાષા કહેલી છે. ભાવભાષા ત્રણ ભેદે - દ્રવ્ય, શ્રુત, ચાસ્ત્રિમાં. તેમાં દ્રવ્યને આશ્રીને ઉપયુક્ત વડે બોલાય તે દ્રવ્યભાવ ભાષા. એ પ્રમાણે શ્રુતાદિમાં પણ કહેવું. આ ત્રણે પ્રકારની ભાષા બોલનારા દ્રવ્યભાવના પ્રધાનપણાની અપેક્ષાથી ભાવભાષા છે, અને તે ઓધથી આરાધની છે. ચ શબ્દથી તે વિરાધના, ઉભય અને અનુભય છે.
- * - **
હવે ‘આરાધની’ આદિ ભેદ કહે છે -
પરલોકની પીડા ન થાય તે રીતે વસ્તુને કહે તે આરાધની ભાષા. તે દ્રવ્યવિષયા ભાવભાષા તે અન્ય ભાષા. દ્રવ્યથી કોઈ વિરાધની પણ સત્યભાષા હોઈ શકે, કેમકે પરપીડા સંરક્ષણ ફળ ભાવ આરાધના છે. મૃષા ભાષા વિરાધની છે. તે દ્રવ્યને અન્યથા કહેવું તે વિરાધના, મિશ્ર તે સત્યામૃષા ભાષા. અસત્યામૃષા તે ન આરાધની - ન વિરાધની. આ બધાનું સ્વરૂપ ઉદાહરણોથી સ્પષ્ટ થશે. તેમાં સત્યા ભાષા કહે છે -
• નિયુક્તિ - ૨૦૭૪, ૨૭૫ વિવેચન -
સત્ય વાક્ય દશ પ્રકારે છે (૧) જનપદ સત્ય - વિવિધ દેશમાં બોલાતી ભાષા, ત્યાં તેવો વ્યવહાર ચાલતો હોવાથી તે - તે દેશ માટે તે જનપદ સત્ય છે. (૨) સંમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org