________________
૬I - ૨૮૧ થી ૨૮૪
૬િ૯ આશ્રીને કહે છે - ભિક્ષાર્થે પ્રવેશેલ, જેને નિષધા કલ્પે છે, જે સાધુ ઘરમાં બેસવાનું આચરણ કરે છે. તે નિશ્વે આવા કહેવાનાર લક્ષણ રૂપ અનાચારને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વરૂપ ફળ પામે છે.
હવે અનાચાર કહે છે - આજ્ઞા ખંડન દોષથી બ્રાહચર્યની વિપત્તિ થાય, સાધુના આચરણનો પ્રાણીના વઘ થાય છે. કેમકે તેના સંબંધથી આધાકર્માદિકરણ થાય છે. વનપકોને પ્રતિઘાત થાય. ગૃહસ્થ અને તેના સ્વજનોને સાધુને ક્રોધ થાય છે કે સ્ત્રી સાથે તેને સંબંધ શું છે ? તથા સ્ત્રીના ઇઢિયાદિના અવલોકનથી સાધુને બ્રહ્મચર્યની અગતિ થાય. તેના વિકસ્વર નેત્રો જોઈને સ્ત્રીઓને તેના ઉપર શંકા થાય છે. ઉક્ત પ્રકારે અસંયમ વૃદ્ધિકારક થાય છે. તેથી આ અનાચારનો દૂરથી જ ત્યાગ કરવો.
સૂત્રમાં અપવાદ કહે છે - ભિક્ષાર્થે પ્રવેશેલ સાધુને ઔચિત્ય થકી એક નિષધા કહ્યું છે, તેને તેના આસેવનમાં દોષ નથી. તો તે નિષધા કોને કહ્યું ? અત્યંત વૃદ્ધને, અતિ અશક્તને, વિકૃષ્ટ તપસ્વીને. આ ત્રણે ભિક્ષાટન કરતાં જ નથી. આ સૂત્ર આત્મલધિક સાધુનિ અપેક્ષાથી છે. તેમને પ્રાયઃ ઉત્તદોષો સંભવતા નથી. તે ભિક્ષકને અંતરાય ન કરે.
• સુત્ર - ૨૮૫ થી ૨૮૮ -
(૨૮૫) રોગી હોય કે નીરોગી, જે સાધુ નાનને પ્રાર્થે છે, તેના આચારનું અતિક્રમણ થાય છે, તેના સંયમ રાખ્યરૂપ થઈ જાય છે. (૨૮૬) પોલી ભૂમિ અને ભૂમિની ફાટમાં સુક્ષ્મ જીવો હોય છે. પ્રાસુક પાણીથી પણ સ્નાન કરનારો ભિક્ષ તે જીવોને જળથી પ્લાવિત કરી દે છે. (૨) તેથી તે સાધુ - સાધ્વી શીતળ કે ઉષ્ણ જળથી સ્નાન ન કરે. તેઓ જાવજીવ શોર સ્નાન વતમાં દઢતાથી સ્થિર રહે છે.
(૨૮૮) સંચમી સાધુ - સાળી નાન અથવા પોતાના શરીરનું ઉબટન કરવા માટે કહ્યું, લોવ કે પમરાગનો કદાપિ ઉપયોગ ન કરે.
• વિવેચન - ૨૮૫ થી ૨૮૮ -
નિષધાસ્થાન વિધિ કહી. તે કહેવાથી ૧૬મું સ્થાન કહેવાયું. હવે ૧મું સ્થાન કહે છેઃ- વ્યાધિગ્રસ્ત કે રોગવિમુક્ત હોય, સ્કાન - અંગ પ્રક્ષાલનને પ્રાર્થે - સેવે. તેનાથી બાહ્યપરૂપ આચારનું ઉલ્લંઘન થાય. અજ્ઞાન પરીષહને ન સહેવાથી પાણિ રક્ષણાદિ સંયમનો પરિત્યાગ થાય છે. કેમકે અકાય આદિની વિરાધના થાય.
પ્રાસુક જળથી સ્નાન કરવામાં કઈ રીતે સંયમનો ત્યાગ થાય ? તે કહે છે - પ્રત્યક્ષ દેખાતા સ્વરૂપવાળા સૂક્ષ્મ બેઇંદ્રિયાદિ પ્રાણી, પોલાણવાળી ભૂમિમાં કે તેવા પ્રકારની ફાટવાળી ભૂમિમાં સાધુના સ્નાનજળના ઢોળાવાની ક્રિયાથી પ્રાસુક જળથી પણ જીવો ભીંજાઈ જાય છે. તથા તેની વિરાધનાથી સંયમનો ત્યાગ થાય છે.
સૂત્રનો નિષ્કર્ષ કહે છે - ઉક્ત દોષના પ્રસંગથી સાધુઓ સચિત્ત કે ઉણ જળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org