________________
૬ } - } ૨૪૨ થી ૨૪૬
સૂત્ર - ૨૪૨ થી ૨૪૬ -
(૨૪ર) જે જ્ઞાતપુત્રના વચનોમાં રત છે, તે સાધુ - સાધ્વી બિડલવણ, સામુદ્રિક લવણ, તેલ, ઘી, દ્રવગોળ આદિનો સંગ્રહ કરવા ન ઇચ્છે. (૨૪૩) આ સંગ્રહ લોભને જ વિઘ્નકારી પ્રભાવ છે. એમ હું માનું છું. જે કોઈ સાધુ કદાચિત્ કોઈ પદાર્થની સંનિધિની કામના કરે છે, તે ગૃહસ્થ છે, પ્રવ્રુતિ નથી. (૨૪૪) જે કોઈ સાધુ વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ રાખે છે, તેને પણ તેઓ સંયમ અને લજ્જાની રક્ષાને માટે રાખે છે અને ઉપયોગ કરે છે. (૨૪૫) સમસ્ત જીવોના ત્રાતા જ્ઞાતપુત્રએ આ વાદિને પરિગ્રહ કહ્યો નથી, પણ મહર્ષિઓએ “મૂર્છાને પરિગ્રહ' કહેલ છે. (૨૪૬) યથાવત્ વસ્તુ તત્ત્વજ્ઞ (સાધુ) બઘી ઉપધિનું સંરક્ષણ કરવામાં મમત્વભાવ ન આચરે, (એટલું જ નહીં) તેઓ તેમના પોતાના શરીરનું પણ મમત્ત્વ ન કરે. • વિવેચન - ૨૪૨ થી ૨૪૬
-
૧૬૩
ચોથી સ્થાન વિધિ કહી, હવે પાંચમી કહે છેઃ- બિડ એટલે ગોમૂત્રાદિ પક્વ, ઉભેધ - સામુદ્રાદિ લવણ અથવા બિડ - પ્રાસુક અને ઉભેધ - અપ્રાસુક, એમ બે ભેદે લવણ છે. તેલ, ઘી, ફાણિત – દ્રવગોળ આ લવણાદિ કે તેવી અન્ય વસ્તુની તે સાધુઓ સંનિધિ ન કરે. એટલે કે પર્યુપિત (રાતવાસી) ન રાખે. કોણ ? ભગવંતના
વચનમાં આસક્ત સાધુ.
- * -
સંનિધિમાં દોષ શું ? ચારિત્રવિધ્નકારી ચોથો કષાય તે લોભ, તેનો અનુભાવ, જેથી સંનિધિ કરે. એમ તીર્થંકરાદિએ કહેલ છે. જો કદાચ કોઈ થોડી પણ સંનિધિ કરે, તો તે ભાવથી ગૃહસ્થ છે, પ્રવ્રુજિત નથી. કેમકે દુર્ગતિ નિમિત્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, જેના વડે આત્મા નરકાદિમાં લઈ જવાય તે સંનિધિ. (શંકા) વસ્ત્રાદિ ધારણ કરતા સાધુને અસંનિધિ કઈ રીતે ? આગમોક્ત ચોલપટ્ટક આદિ વસ્ત્ર, પાત્ર, વર્ષાકલ્પાદિ કામળી, પાદપુંછન - રજોહરણ તે સંયમાર્ચે છે. તેથી ઉલટું - × - પાલનનો અભાવ છે. લજ્જાર્થે વસ્ત્ર ન હોય તો સ્ત્રી આદિને તથા વિશિષ્ટ શ્રુત પરિણતિ આદિ રહિતને નિર્લજ્જતા થાય અથવા સંયમ જ લજ્જા છે તેને માટે આ વસ્ત્રાદિ ધારણ કરે અને મૂર્ખારહિત પરિભોગ કરે.
સંયમ
Jain Education International
એમ હોવાથી આસક્તિ રહિત વસ્ત્ર ધારણાદિને પરિગ્રહ કહ્યો નથી કેમકે તેમાં બંધહેતુત્વનો અભાવ છે. કોણે નથી કહ્યો ? ઉદારક્ષત્રિય સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન કે જે સ્વ - પર પરિત્રાણ સમર્થ છે, તેણે મૂર્છાને - ન હોવા છતાં વસ્ત્રાદિની આસક્તિને પરિગ્રહ કહ્યો છે. કેમકે બંધનો હેતુ છે. × - ૪ - વસ્ત્રાદિ અભાવ ભાવિની મૂર્છા વસ્ત્રાદિના ભાવમાં સાધુને કેમ નહીં થશે ? સમ્યગ્ બોધથી. ઉચિત ક્ષેત્ર અને કાળમાં આગમોક્ત વસ્ત્રાદિ સાથે પણ સાધુઓ છ જીવકાયના સંરક્ષણ માટે વસ્ત્રાદિના પરિગ્રહ છતાં તેમાં મમત્વ કરતા નથી, - x - ધર્મકાય અર્થાત્ શરીરમાં પણ તેઓ મમત્વ કરતા નથી. તે પ્રમાણે વસ્તુમાં પણ પરિગ્રહ ન કરે,
For Private & Personal Use Only
www.jainelibrary.org