________________
૧૫૦
દશવૈકાલિક મૂલસૂબ-સટીક અનુવાદ (૧૮૮) ગૃહનામી દ્વારા તે ભિાચારોને દેવાનો નિર્ણય કરી પછી અથવા આપી દીધા પછી, ત્યાંથી તે ચારકો ચાલ્યા જાય પછી સંયમી સાધુ ભોજન • પાનને માટે તે ઘરમાં પ્રવેશ કરે,
• વિવેચન - ૧૯ થી ૧૮૮ -
કાલ - જે જે ગામાદિમાંનો ઉચિત ભિક્ષાકાળ હોય છે. ભિક્ષુ વસતિમાં ભિક્ષાર્થે જાય અને સ્વાધ્યાયનો ઉચિત કાળ થતાં પાછો આવે. અકાળને છોડી દેવો. જે કાળમાં સ્વાધ્યાયાદિ ન સંભવે તે અકાળ કહેવાય. સર્વે યોગના ઉપસંગ્રહાર્થે સમયે સમયે ઉચિત કાર્ય આયરે - ભિક્ષાના કાળે ભિક્ષા લે અને સ્વાધ્યાયાદિ કાળમાં સ્વાધ્યાય કરે. અકાળે ગૌયરી જવામાં શો દોષ? અકાલચારી કોઈ સાધુ ગૌચરી ન મળતાં પોતે કહેશે કે આ સ્થંડિલ સંનિવેશ (ઉકરડા)માં ભિક્ષા ક્યાંથી મળે? તેને કહેવું કે - હે ભિક્ષ ! પ્રમાદ કે સ્વાધ્યાયના લોભથી અકાલે ચરે છે, કાળને જોતો નથી, શું આ ભિક્ષાકાળ છે? અકાળે ચરવાથી આત્મા ખેદ પામશે, વધારે ભટકશે અથવા સંનિવેશની ગહ કરશે. ભગવંતની આજ્ઞા લોપશે. આ દોષ હોવાથી અકાળે ભિક્ષાટન ન કરવું ભિક્ષા કાળે ભિક્ષાર્થે જવું.
બીજા આચાર્ય કહે છે - સ્મૃતિ કાળ જ ભિક્ષા કાળ છે. જેમાં શિક્ષકોને દેવા લોકો યાદ કરે તે ઋતિકાળ. જંઘા બળ હોય તો વીચારને ન ઉલ્લંઘે પણ પુરૂષાર્થ કરે. ન મળે તો અલાભની વિચારણા ન કરે. પણ વીચારની આરાધના થઈ તેમ વિચારે. ભિક્ષાટન તે માટે કરેલ છે. આહારાર્થે નહીં, તેમ વિચારે. અનશનાદિ તપ થયો તેવું સમ્યક વિચારે. કાળ યાતના કહી, હવે ક્ષેત્ર યતના કહે છેશોભન, ભેદથી વિવિધ પ્રકારના પ્રાણી બલીદાનાદિથી ભોજનાર્થે લવાયા હોય, તેમની સામે ન જાય. તેમને પ્રાપ્ત થતાં અંતરાય, અધિકરણ આદિ દોષ લાગે. તેથી તે પાણીને ઉગાદિ કર્યા વિના જ્યણાથી ચાલે.
ભિક્ષાર્થેપ્રવેશેલસાધુ, કોઈ ઘર કેવકુળાદિમાં બેસે નહીંજેથી સંયમનો ઉપઘાત ન થાય. ધર્મકથાદિનો વિસ્તારનકરે. આનાવડે એકાદપ્રશ્નનો ઉત્તર આપવાની અનુજ્ઞા આપી. સંતને ત્યાં લાંબો કાળબેસવાથી અનેષણા, દ્વેષ આદિ પ્રસંગ આવે. ક્ષેત્ર યતના કહીને વ્યયતના કહે છે - અર્ગલા - આગળીયો, પરિઘ - નગરના દ્વારની ભોગળ, ટુર - બારણું,કપાટ, કમાડ, સાધુત્યાં ટેકોનલે. લાઘવાતાકે વિરાધનાદિ દોષ લાગે. ગોચરાગ્રગત-ભિક્ષાર્થે પ્રવિષ્ટ. મુનિ અને સંયત પર્યાય છે.
હવે ભાવ યતના - શ્રમ - નિગ્રન્થળ શેષ સૂત્રાર્થ મુજબ જાણવું. ઉકત શ્રમણદિને ઉલ્લંધીને ભિક્ષાર્થે ન પ્રવેશે. અથવા તેની દષ્ટિ પડે ત્યાં પણ ઉભા 4 રહેવું. પણ એકાંતમાં ચોડે દૂર જઈને મુનિ ઉભા રહે. અન્યથા આવા દોષ લાગે • દેનારને કે દેનાર અને શ્રમણાદિને અપ્રીતિ થાય, “આ લોકોનું કેવું અલોકઝુંપણું છે" એમ પ્રવચનની લઘુતા થાય કે અંતરાય દોષ લાગે. તેથી એમ ન કરવું. બાકી સૂકાર્યવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org