________________
૫ | ૧ | ૧૬૨ થી ૧૭૧
૧૪૭
‘‘લોગસ્સ’” સૂત્ર રૂપ જિન સંસ્તવ કરે. પછી પૂર્વેલ સ્વાધ્યાય પ્રસ્થાપિત ન હોય તો સ્વાધ્યાયને પ્રસ્થાપીને (સાય પઠાવીને) મંડલી ઉજીવક તે જ કરે, જ્યાં સુધીમાં બીજા સાધુઓ આવે. કોઈ તપસ્વી આવે તો તે પણ સ્વાધ્યાય સ્થાપી વિશ્રાંતિ લે.
J
વિશ્રાંતિ લેતા મુનિ પરિણત ચિત્તથી આ પ્રમાણે ચિંતવે - કલ્યાણ પ્રાપ્ત કરાવનાર, નિર્જરાદિ અર્થ આનો છે તે લાભાર્થિક (વિચારે કે) મારી ઉપર અનુગ્રહ કરીને સાધુઓ પ્રાસુક ભોજન ગ્રહણ કરે તો હું ભાવસમુદ્રથી તરી જઈશ. એ પ્રમાણે વિચારીને ઉચિત વેળામાં આચાર્યને આમંત્રણા કરે, જો ગ્રહણ કરે તો સુંદર. જો તેઓ કહે કે - તુ જ આપ, તો તેટલામાં ગુરુ દ્વારા અનુજ્ઞાત સાધુને મનઃ પ્રણિધાનથી રત્નાધિકના ક્રમે નિમંત્રણા કરે, અથવા ગ્રહણના ઔચિત્યની અપેક્ષાથી કે બાળ આદિના ક્રમથી નિમંત્રણા કરે. જો તે ધર્મબંધુઓ ઇચ્છે તો સાધુ તેની સાથે ઉચિત સંવિભાગદાનથી સાથે ભોજન કરે. જો કોઈ ન ઇચ્છે તો સાધુ સગાદિ રહિત થઈ એકલો ભોજન કરે, કઈ રીતે કરે ? માખી વગેરે જોઈ શકાય તેવા પ્રકાશવાળા (ખુલ્લા) પાત્રમાં, ઉપયુક્ત થઈને અને હાથ કે મુખમાંથી કંઈ ન પડે તે રીતે ભોજન કરે.
૧૦૨ થી ૧૭૫ -
• સૂત્ર
(૧૭૨) બીજાને માટે બનેલ, વિધિથી ઉપલબ્ધ જે આહાર તે તિક્ત, કટુક, કાષાયિત, અમ્લ, મધુર કે લવણ હોય, સંયમી તેને મધુ-કૃતની માફક સંતોષથી ખાય. (૧૭૩, ૧૭૪) મુધાજીવી ભિક્ષુ એષણા વિધિથી પ્રાપ્ત કરેલ આહાર અરસ કે વિસ હોય, સૂચિ હોયકે અશુચિં, આર્દ્ર હોય કે શુષ્ક, મંથુ કે કુભાષ હોય, તે તેની અવહેલનાન કરે. પરંતુ સુધાજીવી સાધુ મુધાલબ્ધ અને પ્રાસુક આહારનો તે અલ્પ હોય કે ઘણો; દોષોને વર્જીને વાપરે.
(૧૩૫) મુધાદાયી દુર્લભ છે અને મુધાજીવી પણ દુર્લભ છે. મુલ્લાદાસી અને મુધાજીવી બંને સદ્ગતિમાં જાય છે. તેમ હું કહું છું.
• વિવેચન - ૧૭૨ થી ૧૭૫
-
-
ભોજ્યને આશ્રીને વિશેષથી કહે છેઃ- તિક્ત - એલુક વાલુકાદિ, કટુક - આદુ, ઓસામણાદિ. કષાય - વાલ આદિ, અમ્લ - છાસ વગેરે, મધુર - દુધ - મધ આદિ,
.
લવણ - મીઠું - × - આ તિક્ત આદિ આગમોક્ત વિધિથી પ્રાપ્ત કરી, મોક્ષને માટે, તેના સાધિક જાણી મધ - ઘીની જેમ સંયત ખાય, પણ વર્ણાદિને માટે ન ખાય. અથવા ડાબેથી જમણી દાઢમાં પણ ન લઈ જાય.
Jain Education International
અરસ્ત - હિંગ આદિથી ન સંસ્કારેલ. વિરસ્ડ – રસ વગરના જૂના ઓદનાદિ, સૂચિત - વ્યંજનાદિ યુક્ત, અસૂચિત - વ્યંજન સહિત અથવા કહીને આપે કે કહ્યા વિના આપે. આર્દ્ર - પ્રચુર વ્યંજન, અથવા શુષ્ક કે સ્તોક વ્યંજન હોય. તે શું ? કહે છેમંથુ - બોરનું ચૂર્ણ, કુમાષ - બાફેલા અડદ કે ચોળા. આ ભોજનનું શું ? વિધિ વડે મેળવીને સર્વથા ન નિંદે. અથવા એમ ન વિચારે કે - આટલા અલ્પ આહારથી મારું પેટ
For Private & Personal Use Only
www.jainelibrary.org