________________
૧૩૬]
દશવૈકાલિકમૂલસબ-સટીક અનુવાદ દH - દર્પિત, ઉન્મત એવા બળદ, અશ્વ, હસ્તી, સડન્મ - બાળક્રીડા સ્થાન, કલહ - ઝઘડા, યુદ્ધ - ખગ આદિને દૂરથી છોડવા, કેમકે આત્મસંયમ વિરાધના ન સંભવે. કુતરાદિ દ્વારા આત્મ વિરાધના, બાળક આદિના સ્થાનમાં સંયમ વિરાધના સંભવે છે ઇત્યાદિ. હવે વિધિ કહે છે - ઉyત - દ્રવ્યથી આકાશમાં જોતો ન ચાલે, ભાવથી જાતિ આદિ અભિમાન ન કરે. અવત - દ્રવ્યથી નીચું જોઈને ન ચાલે, ભાવથી લબ્ધિ આદિ રહિત હોવાથી દીનપણું બતાવતો ન ચાલે. અનાકુલ - ક્રોધ આદિ સહિત. દમયિત્વ - સ્પશદિમાં રાગ-દ્વેષ રહિત. આ પ્રમાણે ન વર્તે તો ઘણાં દોષો સંભવે છે - દ્રવ્યોન્નતની લોકમાં હાંસી થાય છે, માવોન્નત ઇર્ષા સમિતિ ન પાળે. ભાવ અવનત ક્ષદ્ધ સત્વ હોય, હસતો હોય તે સ્ત્રીના દર્શનથી આસકા લાગશે. અદાંત - દીક્ષાને યોગ્ય નથી.
વળી - ઉચ્ચકુળ એટલે દ્રવ્યથી ધોળેલા ઉંચા ઘરો, ભાવથી જાતિ આદિ યુક્ત. નીચ કુળ - દ્રવ્યથી ઝુંપડીવાસી, ભાવથી જાત્યાદિથી હીન. દોષ કહે છે - ઉભય વિરાધના અને લોક ઉપધાતાદિ થાય. આમાં જ વિધિ કહે છે - અવલોક - ઝરૂખો, થિગલ - ચણી દીધેલ દ્વારાદિ. ઇત્યાદિ - *-ભિક્ષાર્થે જતાં વિશેષથી ન જુએ. કેમકે કંઈ નુકસાન થાય તો સાધુ ઉપર શંકા ઉપજે. રાજ્ઞ - ચક્રવર્તી આદિ, ગૃહપતિ - શ્રેષ્ઠી વગેરેના - x• રહસ્ય સ્થાનો, ગુહ્ય મંત્રણા સ્થાનોને - -દૂરથી જ છોડી દે. વળી - પ્રતિકુષ્ટ- બે ભેદે (૧) ઇત્વર - સૂતક ગૃહ, (૨) ચાવલ્લાશિક - અભોજ્ય, આ ઘરોમાં ન પ્રવેશે કેમકે શાસનની લઘુતા થાય. મામક - ગૃહપતિએ આવવાની મનાઈ કરી હોય તેવા ઘર, ત્યાં લંડન આદિ સંભવે છે. અપ્રતિકુલ - જ્યાં પ્રવેશતા સાધુ પ્રત્યે અપ્રીતિ ઉપજે છે, તે ઘેર ન જાય. ત્યાં- ૪- સંક્લેશનું નિમિત્ત થાય છે. પ્રીતિવાળા કુળમાં અનુગ્રહ માટે પ્રવેશે.
શાણી - અતસી કે વલ્કનો પડદો. પ્રાવાર - કંબલાદિ લક્ષણ. ઇત્યાદિથી બંધ દ્વારને સાધુ સ્વયં ન ઉઘાડે. કેમકે અંદર ગૃહસ્થો ભોજનાદિ ક્રિયા કરતા હોય તેમને દ્વેષ થાય. બારણાને ઉઘાડીને સાધુ ન જાય. જો અગાઢ પ્રયોજન હોય તો ધર્મલાભ' વિધિથી કહીને પ્રવેશ કરે.
• સૂત્ર - ૬૪ -
ભિક્ષાર્થે પ્રવિષ્ટ થનાર સાધુ મળ મૂત્રને ન અટકાવે. જો મળ : મૂળની બાધા થાય તો પ્રાણુક સ્થાન જોd, જાનુજ્ઞા લઈ, વોસિરાવે.
• વિવેચન ૪ -
ગાથાર્થ કહ્યો. આ વિષયમાં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે - સાધુ ગોચરી માટે જતાં પહેલાં મળ-મૂત્રની સંજ્ઞા ટાળીને નક્કી છે. જો તેમ ન કરેલ હોય કે કરવા છતાં ફરી શંકા થાય તો મળ - મૂત્રને રોકે નહીં. કેમકે મૂત્ર નિરોધમાં આંખને ઉપઘાત થાય, મળ નિરોધમાં જીવિતનો ઘાત થાય. વળી આત્મવિરાધના થાય. • • તેથી સંઘાટકને પોતાના પાત્રા સોંપી વસતીમાંથી પાણી લઈને સંજ્ઞાભૂમિમાં વિધિથી મળ -
મૂત્રનો ત્યાગ કરે. વિસ્તારથી જાણવા ઓધ નિયુક્તિ જોવી. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org