________________
૧૩૪
દશવૈકાલિકમૂલસૂત્રસટીક અનુવાદ સ્ખલિત થતો પ્રાણી અને ભૂતોની કે મસ સ્થાવરની હિંસા કરે છે. (૮૧) તેથી સુસમાહિત સંયમી સાધુ અન્ય માર્ગ હોય તો તે માર્ગથી ન જાય, માર્ગ ન હોય તો જ્વણાપૂર્વક તે માર્ગે જાય. (૮૨) સંયમી સાધુ અંગારા, રામ, તુષના ઢગલાં અને છાણ ઉપર સરિત રયુક્ત પગથી તેને અતિક્રમીને ન જાય. (૮૩) વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડી રહ્યું હોય, મહાવાત ચાલતો હોય, માર્ગમાં તિર્યંચ સંપાતિમ જીવ ઉડતા હોય તો ભિક્ષાર્થે ન જાય.
♦ વિવેચન ૩૭૮ થી ૮૩ -
a
સામે યુગમાત્ર એટલે શરીર પ્રમાણ અથવા ગાડાંના ઉંટડા પ્રમાણ દૃષ્ટિ જમીન ઉપર રાખી ચાલે. બીજા દિશાનો ઉપયોગ ન રાખે. બીજ અને હરિતને વર્જીને ચાલે. આના વડે વનસ્પતિના અનેક ભેદનો પરિહાર કહ્યો. તથા બે ઇંદ્રિયાદિ પ્રાણીઓ, અકાય, પૃથ્વીકાય અને ચ શબ્દથી તેઉકાય અને વાયુકાય પણ જાણવા. (તેને પણ વર્જીને ચાલે) અહીં બતાવેલ દૃષ્ટિના માપ કરતાં લાંબી દૃષ્ટિએ જુએ તો બરાબર જીવરક્ષા ન થાય, ઘણું નજીક જોવું અશક્ય છે, માટે ધીમેથી જોઈને યાલે. સંયમ વિરાધના પરિહાર કહ્યો.
હવે આત્મસંયમ વિરાધનાનો પરિહાર કહે છે - અવપ્પા એટલે ખાડા આદિ. વિષમ - ઉંચુ નીચું, સ્થાણુ - ઉભું ઠુંઠું, વિજલ - કાદવ. આ બધાંને પરિહરે. પાણી ઓળંગવા પત્થર કે લાકડાં ગોઠવેલ હોય તો ત્યાંથી જ જાય, કેમકે આત્મ અને સંયમ વિરાધના સંભવે છે. જો બીજો માર્ગ ન હોય તો જ ત્યાંથી ચાલે, તો જ્યણાપૂર્વક ચાલે. ખાડા વગેરેમાં ચાલતા થતા દોષો - ખાડામાં પડે કે ઠોકર ખાય તો પોતાને તથા ત્યાં રહેલ સર્વે જીવોને પીડા પહોંચાડશે. એ જ પાત જૂદી રીતે કહે છે કે ત્રસ અથવા સ્થાવરોને પીડા કરશે. તેથી ભગવંતની આજ્ઞામાં રહેલ સંયત • સાધુ ઉક્ત માર્ગે ન જાય. પણ માર્ગના અભાવે અથવા લાંબે દૂર જવાની શક્તિ ન હોય તો માર્ગે સંભાળીને ચાલે ઇત્યાદિ - ૪ -
હવે વિશેષથી પૃથ્વીકાયની જ્યણા કહે છે - કોલસાની સશિ, એ પ્રમાણે રાખની, તુષની, છાણની રાશિ આદિ સૂત્રાર્યવત્ જાણવું. પૃથ્વીકાયની વિરાધના ન થાય, માટે તેના ઉપર ન ચાલે. અહીં જ અપ્લાય આદિની જ્યણા કહે છે - વરસતા વરસાદમાં ન જાય, ભિક્ષાર્થે પ્રવેશ્યા પછી વરસે તો ઢાંકેલ સ્થાને ઉભો રહે, માવઠું કે મહાવાત ચાલતો હોય તો પણ રજ વિરાધના સંભવે છે, ઉડતા પતંગાદિ અથડાય ને મરે આવા કારણે જલ્દી - જલ્દી ન ચાલે.
• સૂત્ર - ૮૪ થી ૮૬
(૮૪) બ્રાચર્સ વવર્તી શ્રમણ વૈશ્યાવાડાની નજીક થઈને ન જાય, કેમકે બ્રહ્મચારી અને દાંત સાધુને મનમાં અસમાધિ થઈ શકે છે. (૮૫) અનાયતનમાં વારંવાર ફરતાં મુનિને સંસર્ગથી વ્રતોની ક્ષતિ થાય અને
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org