________________
અધ્ય૦ ૫ ભૂમિકા
133
છે :- કોટી બે ભેદે છે, પૂર્વવત્. વિશોધિકોટીમાં ખરીદવું આદિ ત્રણ પ્રકારે છે, તે અનેક રીતે - ઓધ ઔદ્દેશિકાદિ છે. છ કોટી કહે છે - સંપૂર્ણ જ ઔદ્દેશિક છેલ્લા ત્રણ છે. કમદિશિક પાખંડ, શ્રમણ અને નિગ્રન્થ વિષયક, પ્રૂતિ - આહાર અને પાણી દોષિત હોય, તે જ છે. મિશ્ર ગ્રહણ કરવાથી પાખંડ શ્રમણ નિગ્રન્થ એ ત્રણેનું સાથે છે, તે ચરમ પ્રાકૃતિકા અર્થાત્ બાદર છે. હવે રાગાદિ યોજનાથી કોટી સંખ્યા કહે છે
.
નવ, અઢાર, સત્તાવીશ, ચોપન, નેવું, બસો સીતેર કોટી છે. ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આરીતે- નવ કોટીને રાગ અને દ્વેષ વડે ગુણતા ૧૮ થાય. તે નવને મિથ્યાત્વ, જ્ઞાન, અવિરતિથી ગુણતા - ૨૭ ભેદ થાય. ૨૭ને રાગ-દ્વેષથી ગુણતા - ૫૪ ભેદ. તે જ નવને દશવિધ શ્રમણ ધર્મથી ગુણતા વિશુદ્ધ ૯૦ ભેદ થાય. નેવું ને જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિથી ગુણતાં ૨૭૦ ભેદો થાય. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. -- હવે સૂત્ર કહે છે.
અધ્યયન
·
·
૫ - ઉદ્દેશો - ૧
- સૂત્ર - ૩૭૬, ૩૭ -
(૭૬) ભિક્ષા કાળ પ્રાપ્ત થતાં અસંભાત અને અમૂર્છિત થઈને આ ક્રમ - યોગથી ભોજન - પાનની ગતેષણા કરે. (૭) ગામમાં કે નગરમાં ગોચરાગ્રને માટે પ્રસ્થિત મુનિ અનુદ્વિગ્ન અને અવ્યાક્ષિપ્ત ચિત્તથી ધીમે ધીમે ચાલે.
-
♦ વિવેચન - ૬, ૭૭ -
શોભન પ્રકારે સ્વાધ્યાયકરણાદિથી વખત જતાં ભિક્ષા સમયે ભોજન • પાન શોધે. આમ કહીને કાળ ન હોય ત્યારે ગૌચરી જવાનો નિષેધ કર્યો. અલાભ અને આજ્ઞાખંડન વડે દૃષ્ટાદૃષ્ટનો વિરોધ થાય ગોચરી વેળાએ આકુળ ન થવું, પણ ઉપયોગ રાખીને ચાલવું, અન્યથા નહીં. પિંડ અને શબ્દાદિમાં ગૃદ્ધ ન થાય. વિહિત અનુષ્ઠાન કરે, હવે કહેવાનાર ક્રમે સાધુને યોગ્ય ભાત અને ઓસામણ આદિ શોધે. જ્યાં જે રીતે ગવેષણા કરે, તે કહે છે - તે સંભ્રમ અને મૂર્છારહિત થઈ ગામમાં, નગરમાં, ફર્બટ આદિમાં ગાયના ચરવાની માફક ચાલતો ઉત્તમ, મધ્યમ, અઘમ કુળોમાં રાગ-દ્વેષ કર્યા વિના ભિક્ષાટન કરે. પ્રધાન એવો મુનિ અભ્યાહત, આધાકર્મ આદિનો ત્યાગ કરીને તેમાં વર્તે તે ભાવ સાધુ ધીમે ધીમે ચાલે, પ્રશાંત રહે, પરીષહાદિથી ડરે નહીં.
- X
એષણામાં ઉપયોગ રાખીને ચાલે.
→
• સૂત્ર - ૭૮ થી ૮૩
(૩૮) આગળ યુગપ્રમાણ પૃથ્વીને જોતો તથા બીજ, વનસ્પતિ, પ્રાણી, અચિત જળ અને માટીને વતો ચાલે, (૯) અન્ય માર્ગ હોય તો સાધુ ખાડા વગેરે વિષય ભૂમિ ભાગ, ઠુંઠા અને કાદવવાળા માર્ગને છોડી દે, તેને સંક્રમીને ઉપરથી ન જાય. (૮૦) તે ખાડા આદિથી પડતો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org