________________
મૂલ-૫૦૩ થી ૫૧૧
૧૪3
સીડી ખેંચી લીધી. ક્ષલ્લકને પણ ભરીને સેવ-ઘી-ગોળ આપ્યા. તેણે સુલોચના સામે જોઈને નાક ઉપર આંગળી ફેરવી નિશાની કરી. પછી પાત્ર ભરીને પોતાની વસતિમાં ગયો.
[૫૧૧-ઉત્તરાદ્ધ) આવો માનપિંડ ગ્રહણ ન કરવો. કેમકે તેનાથી બંને દંપતિને હેપ થાય, તદ્રવ્ય અને અન્ય દ્રવ્યનો વિચ્છેદ થાય. અપમાનિત થયેલી તે સ્ત્રી પોતાનું મરણ કરે, પ્રવચનનું માલિન્ય થાય.
માનપિંડનું દષ્ટાંત કહ્યું, હવે માયાપિંડને કહે છે – • મૂલ-૫૧૨ થી ૫૧૮ :અષાઢાભૂતિનું દેetત છે. ગાથાર્થ વિવેચનમાં સમાવિષ્ટ છે. • વિવેચન-૫૧૨ થી ૫૧૮ :
રાજગૃહી નામે નગર હતું. ત્યાં સિંહરી નામે રાજા હતો. તે નગરે વિશ્વકર્મા નામે નટ હતો. તેને બે પુત્રી હતી. બંને અતિ સુંદર અને રૂપશ્રેષ્ઠ હતી. અભુત મુખ કાંતિ, કમલયુગલ જેવા નેત્રો, પુષ્ટ-ઉંચા અને આંતરરહિત એવા સ્તનયુગલ વાળી ઈત્યાદિ - X - X - થી સર્વાગ સુંદર હતી.
ત્યાં વિહાર કરતા ધર્મરુચિ આચાર્ય પધાર્યા. તેમને અષાઢાભૂતિ નામે બુદ્ધિનિધાન શિષ્ય હતા. ભિક્ષાર્થે અટન કરતાં વિશ્વકમ નટના ઘરમાં પ્રવેશ્યા. તેને શ્રેષ્ઠ મોદક મળ્યો. બહાર નીકળી વિચાર્યું કે - મોદક તો આચાર્ય મહારાજનો થશે. રૂપ પરાવર્તન કરી બીજો મોદક માંગુ. કાણાનું રૂપ કરી ફરી તે ઘેર જઈ બીજો મોદક પ્રાપ્ત કર્યો. આ તો ઉપાધ્યાયનો થશે. કુન્જના રૂપે જઈ બીજો મોદક પ્રાપ્ત કર્યો. આ મોદક બીજા સંઘાટક સાધનો થશે. કુટીનું રૂપ કરી ચોથો મોદક પ્રાપ્ત કર્યો. વિશ્વકમ નટ ઉપર બેઠા બેઠા બધું જોતો હતો. તેણે વિચાર્યું કે- આ અમારા મધ્ય ઉત્તમ નટ થઈ શકે છે.
માળેથી ઉતર્યો, આદરપૂર્વક અષાઢા ભૂતિને બોલાવી, તેનું પણ મોદકથી ભરી દીધું. વિનંતી કરી કે - આપ હંમેશાં અહીં આહારાર્થે પધાજો. અષાઢાભૂતિ ગયા. વિશ્વકમાં નટે સાધુના રૂપ પરાવર્તનની વાત કરી, પુત્રીઓને કહ્યું કે - દાન આપી, પ્રીતિ દેખાડી તમે આ સાધુને વશ કરી લો. અષાઢાભૂતિ રોજ તેમને ત્યાં આવે છે, બંને નટ કન્યા તે પ્રમાણે ઉપચાર કરે છે. સાધુને અત્યંત રાગવાળા જાણીને, એકાંતમાં લઈ જોઈ નટ કન્યા બોલી - તમે અમને પરણીને ભોગવો, અમે તમારા વિના રહી શકતી નથી.
અષાઢા ભૂતિનું ચારિત્રાવરણ કર્મ ઉદયમાં આવ્યું. વિવેક જતો રહ્યો. કુળજાતિનો મદ જતો રહ્યો. નાટકન્યાની વાત સ્વીકારી. ગુરુ પાસે સાધુવેશ મૂકવા ચાલ્યા. ગુરુને નમીને સ્વ-અભિપાય કહ્યો. ગુરુએ ઘણાં વાર્તા, શાસ્ત્રવચનો કહ્યા. આષાઢાભૂતિ બોલ્યા - આપ સર્વથા સત્ય છો, પણ તેવા કર્મોના ઉદયથી હું રહી શકતો નથી. ગુરુને વાંદીને રજોહરણ પાછું સોંપ્યું. પણ ગુરુને પીઠ દેખાડવી તે અવિવેક સમજી
૧૪૪
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ પાછા પગે ચાલતો વસતિની બહાર નીકળ્યો. વિશ્વકર્માતટને ઘેર આવ્યો. નટપુનીઓએ સાદર તેને અનિમેષનયને જોયો, અષાઢાભૂતિનું આશ્ચર્યકારી રૂપ જોયું. સવાંગ સંપૂર્ણ એવા તેના પૌરષત્વને જોઈને આધીન થઈ. વિશ્ચકમએિ બંને કન્યા તેમને પરણાવી.
વિશ્વકર્માએ બંને પુત્રીને કહ્યું કે – જે આવી અવસ્થા પામ્યા પછી પણ ગુરુપાદનું સ્મરણ કરે છે, તેથી તે અવશ્ય ઉત્તમ પ્રકૃતિવાળો છે. તેથી આના ચિત્તને વશ કરવા તમારે નિરંતર મદિરાપાન કર્યા વિના જ રહેવું. અન્યથા તે વિકત થઈને ચાલ્યો જશે. અષાઢાભૂતિ કુશળ હોવાથી તે નટોનો અગ્રણી થયો. સર્વ રથાને ઘણું દ્રવ્ય, વસ્ત્ર, આભરણો મેળવે છે. કોઈ દિવસે નટી શૂન્ય નાટક ભજવવાનું હતું. બઘાં પોત-પોતાની સ્ત્રીને ઘેર મૂકીને રાજકુળે આવ્યા. અષાઢાભૂતિની બંને ભાય તે દિવસે ખૂબ દારૂ પીને ચેતના રહિત અને વઅરહિત થઈ ભૂમિ ઉપર પડેલી હતી. રાજાએ નિષેધ કરતાં બધાં નટો ઘેર ગયા. અષાઢાભૂતિએ આવીને બંને પની, બીભત્સરૂપે નગ્ન પડેલી જોઈ. અષાઢાભૂતિને તુરંત મોહ ઉતરી ગયો અને ચારિત્રની રુચિ થઈ, ઘરમાંથી બહાર નીકળી ગયો.
વિશ્વકમએિ અષાઢાભૂતિના ઇંગિતાકારાદિથી જાણ્યું કે આ નક્કી વિરક્ત થઈને જાય છે. તેની પુત્રીઓને ઉઠાડી ધમકાવી, તેને પાછો વાળો, ન વાળી શકતી હો તો આજીવિકા માંગો. બંને પનીઓ દોડી, અષાઢા ભૂતિએ માત્ર દાક્ષિણ્યતાથી આજીવિકા માટે અનુમતિ આપી. પછી તેણે ભરતચક્રવર્તીના ચઅિને પ્રગટ કરતું રાષ્ટ્રપાળ નામે નાટક બનાવ્યું. રાજા પાસેથી ૫૦૦ રજનો અને આભુષણાદિ માંગ્યા. અષાઢાભૂતિ પોતે ભરત ચક્રવર્તી થયો. રાજપુત્રોને યથાયોગ્ય સામંતાદિરૂપે તૈયાર કર્યા. ચક્રવર્તીની બધી જ ઋદ્ધિ સમૃદ્ધિ વિકુર્તી, છેક અરિસાભવનમાં ભરત ચકીને કેવળજ્ઞાન થયું ત્યાં સુધી ભજવ્યું. રાજાએ અને લોકોએ પુષ્કળ આભરણાદિ આપ્યા. પણ ૫૦૦ રાજપુર સહિત અષાઢાભૂતિ ધર્મલાભ દઈને ચાલ્યા. રાજાને થયું આ શું? તેણે કહ્યું ભરતકી પાછા ફરેલા કે હું કરું? ફરી ગુરુ પાસે જઈ દીક્ષા લીધી.
આ રીતે માયાપિંડ ન સેવવો, છતાં ગ્લાન, ક્ષપક, પ્રાથૂર્ણક અને સ્થવિરદિનો નિભાવ ન થતો હોય તો માયાપિંડ ગ્રહણ કરવો.
માયાપિંડ કહ્યો. હવે લોભપિંડ કહે છે – • મૂલ-પ૧૯ થી પર૧ -
[૫૧] - આજે હું અમુક વસ્તુ ગ્રહણ કરીશ એમ ધારી પ્રાપ્ત થતી એવી પણ બીજી વજી ગ્રહણ ન કરે, તે લોભપિંડ. અથવા આ સારા સવાળું છે એમ જાણીને નિષ્ણાદિ ગ્રહણ કરે તે લોભપિંડ. [પર૦,૫૧] આ વિષયમાં સિંહ કેસરા મોદક વિષયક ષ્ટાંત છે, તેનો ગાથાર્થ વિવેચનમાં સમાયેલ છે.
• વિવેચન-૫૧૯ થી પર૧ - - આજે હં સિંકેસરીયા મોદકાદિને ગ્રહણ કરીશ, એવી બુદ્ધિથી વાલ, ચણાદિ મળે તો પણ ન લે પણ ઈણિતને જ ગ્રહણ કરવા તે લોભપિંડ છે. અથવા લાપસી