________________
મૂલ-પ૧૯ થી પર૧
૧૪૫
આદિને ઘણાં ગ્રહણ કરે તે લોભપિંડ.
ચંપાનગરીમાં સુવ્રત સાધુ હતા. કોઈ દિવસે નગરમાં મોદકનો ઉત્સવ થયો. તે દિવસે સવત સાધુને થયું કે – આજે મારે સિંહકેસરામોદક જ ગ્રહણ કરવા. ભિક્ષા લેવા ચાલ્યો. અઢી પ્રહર સુધી મોદક માટે ભટકયો મોદક ન મળવાથી તે નટયિત થયો. ‘ધર્મલાભને બદલે જેના ઘેર જાય ત્યાં તે ‘સિંહકેસરા' બોલે છે. તે પ્રમાણે ભમતા રાત્રે બે પ્રહર ગયા. કોઈ શ્રાવકના ઘેર ‘સિંહકેસરા' બોલતા પ્રવેશ કર્યો. શ્રાવક ગીતાર્થ અને ડાહ્યો હતો. તે સમજી ગયો કે સિંહકેસસલાડુ ન મળવાથી આ નષ્ટયિત થયા છે, તેથી તેણે સિંહ કેસરાનું ભરેલ પાત્ર મૂકી દીધું. લો ! ગ્રહણ કરો. તે ગ્રહણ કર્યા પછી સુવત સાધુનું ચિત્ત સ્વસ્થ થયું. પછી શ્રાવકે કહ્યું - ભગવદ્ ! આજે મેં પુરિમäનું પ્રત્યાખ્યાન કરેલ છે, તેનો સમય થયો કે નહીં ? ત્યારે સુવ્રત સાધુએ ઉપયોગપૂર્વક આકાશમાં જોયું, તારા સમૂહ જોઈ મધ્યરાત્રિ થયાનો ખ્યાલ આવ્યો. પોતાના જીવિત ઉપર ધિક્કાર છુટ્યો. શ્રાવકના ગુણને પ્રશંસતો અને પોતાને નિંદતો વિધિપૂર્વક મોદક પરઠવે છે. ધ્યાનાગ્નિ પ્રજવલિત થયો. ક્ષણવારમાં બધાં ઘાતિકર્મો બાળીને કેવળજ્ઞાન પામ્યા.
આ લોભપિંડ કહ્યો. હવે સંતવદ્વાર કહે છે – • મૂલ-પ૨૨ થી પ૩૧ -
[પર સંતવ બે ભેદે છે - સંબંધી સંસ્તવ, વચન સંતવ. તે દરેકના બે ભેદ છે - પૂર્વ અને પશ્ચાતું. [૫૩] - માતાપિતાદિ પૂર્વ સંસ્તવ છે અને સાસુ-સસરાદિ પશ્ચાત્ સંતવ છે. તેમાં સાધુ ગૃહસ્થ સાથે પૂર્વ કે પશ્ચાત્ સંસ્તવના સંબંધને કરે. - [પર૪] - કેવી રીતે પરિચય કરે? પોતાની વય અને પરની વય જાણીને તેને યોગ્ય સંબંધ દેખાડે, કે – મારી માતા આવી હતી કે બહેન કે પુત્રી કે પૌત્રી આવી હતી. [૫૫] - પૂર્વરૂપ સંબંધી સંતવ :- કોઈ સાધુ સાધીરજ વડે નેત્રમાં અક્ષ લાવે, પૂછતા કહે કે - મારી માતા આવી જ હતી, ત્યારે તે રતનક્ષેપ કરે, પરસ્પર સંબંધ થાય, વિધવા નુષાદિનું દાન કરે. - [૨૬] - પશ્ચાત્ સંતાવના આ દોષો - “આ મારી સાસુ જેવી છે' કહેતા વિધવાદિ પુત્રીનું દાન કરે ‘આવી મારી ભાય હતી’ કહેવાથી તત્કાળ ઘાત કે વ્રતભંગ થાય. અસાધારણ દોષ કહી હવે સાધારણ દોષ કહે છે -
[] - આ માયાવી અને ચાટુકારી સાધુ અમને વશ કરે છે, એમ નિંદા કરે છે તે અધમ હોય તો કાઢી મૂકે, ભદ્રિક હોય તો પ્રતિબંધ થાય. * [ષર • પૂરૂષ વચન સંતવ :- પહેલાં છતા કે અછતા ગુણસંસ્તવ વડે જે સાધુ દાના કયાં પહેલાં દાતાની સ્તુતિ કરે તે પૂર્વ સંસાવ કહેવાય. - [૨૯] - તે જ આ છે કે - જેના ગુણો દશે દિશામાં ન નિવાર્યા છતાં પ્રસરે છે, અન્યથા કથામાં અમે સાંભળ્યા છે, તે અત્યારે અમે પ્રત્યક્ષ તમને જોયા છે . [૫૩] ભોજનાદિ [35/10].
૧૪૬
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ આપ્યા પછી છતા કે અછતાં ગુણોની સ્તુતિ વડે દાતાની સ્તુતિ કરાય, તે પશ્ચાત સંજીવ કહેવાય છે. - [૩૧] - આજે તમે મારા ચક્ષુ નિર્મળ કર્યા. તમારા યથાર્થગુણો સબ વિસ્તાર પામેલા છે, પહેલાં મને શંકા હતી. હવે મારું મન નિઃશંક થયું છે.
• વિવેચન-પ૨૨ થી ૫૩૧ :
[૫૨૨] સંતવ બે ભેદે - પરિચય રૂ૫, ગ્લાધારૂપ. પરિચયરૂપ તે સંબંધી સંતવ અને પ્લાધારૂપ તે વચન સંતવ. તે પ્રત્યેક પણ બબ્બે ભેદે છે. પૂર્વસંતવ, પશ્ચાસંસ્વ. બંને પ્રકારના સંબંધી સંતવ કહે છે –
પિ૨૩] માતાપિતાદિ રૂપ પરિચય તે પૂર્વ સંતવ. સાસુ-સસરાદિ તે પશ્ચાત્ સંસ્તવસાધુ પરિચય ઘટનાને પૂર્વ કે પશ્ચાતુ કાળમાં સાંકળે.
[૫૨૪] પરિચય કેવી રીતે કરે ? સાધુ આહાર લંપટાવથી પોતાની અને બીજાની વય અનુસાર સંબંધ બતાવે. જેમકે તે વયોવૃદ્ધા હોય તો ત્યાં “મારી માતા આવી હતી” તેમ કહે. ઈત્યાદિ • x - પૂર્વરૂપ સંબંધી સંસ્તવ :
(પર૫] ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે પ્રવેશી પોતાની માતા જેવી કોઈક સ્ત્રીને જોઈને આહારના લંપટપણાથી કપટ કરી આંખમાં અશ્રુ લાવી દે. તે સ્ત્રી પૂછે, ત્યારે કહે - મારી માતા તમારા જેવી જ હતી. તેના દોષો કહે છે - તે સ્ત્રી માતૃત્વ દેખાડવા સાધુના મુખમાં સ્તનને મૂકે. પરસ્પર સ્નેહ સંબંધ થાય. વિધવા પુત્રવધૂ આદિનું દાન કરે દાસી વગેરેનું પણ દાન કરે. આ પૂર્વસંસ્તવનું દૃષ્ટાંત કહ્યું. એ પ્રમાણે પશ્ચાત્ સંસ્તવ સંબંધી દષ્ટાંત જાણવું, તેના દોષો કહે છે -
[૨૬] મારી સાસુ આવી હતી કહેતા તે સ્ત્રી પોતાની પુત્રીનું દાન કરે. “મારી પત્ની આવી હતી’ એમ કહે તેથી કોઈ ઈર્ષ્યાળુ પતિ સાધુનો ઘાત કરે. જો તેણીનો પતિ સમીપ ન હોય તો “આણે મને પત્ની કરી” એમ વિચારી ઉન્મત્ત થઈ તે સ્ત્રી પત્નીપણે વર્તે તો સાધુનો વ્રત ભંગ થાય.
| [૫૨] આ માયાવી સાધુ અમને વશ કરવા માટે ખુશામત કરે છે, એવી નિંદા થાય. ભિખારી જેવી માતા-પિતાની કલાનાથી અમારી અપભાજના કરે છે, એમ વિચારી ઘરમાંથી કાઢી મૂકે. જો શ્રાવકો ભદ્રિક હોય તો સાધુ ઉપર પ્રતિબંધ - આસક્તિ થાય, આધાકર્માદિ આહાર આપે છે..
[૫૨૮] ઔદાર્ય આદિ ગુણો, તેમનો જે પ્રશંસારૂપ વચનસમૂહ સત્ય કે અસત્ય હોય તેનાથી ભોજનાદિ પૂર્વે જ દાતાની સ્તુતિ કરે.
[૫૨૯] સુગમ છે. હવે પશ્ચાત્ વચન સંતવ કહે છે –
[૫૩] ભોજનાદિ આપ્યા પછી દાતાને સત્ય કે અસત્ય રૂપે ગુણ પરિચય કહેવા વડે જે સાધુ સ્તુતિ કરે છે. [૩૧] જેમકે - વાહ ! તમારા દર્શન થયા, અમારા તેનો નિર્મળ થઈ ગયા. ઈત્યાદિ - ૪ -
o સંસ્તવ દ્વાર કહ્યું, હવે વિધા અને મંત્રનું દ્વાર કહે છે –